પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના વિદેશ મંત્રીઓ, લીગ ઓફ આરબ સ્ટેટ્સના સેક્રેટરી જનરલ અને આરબ પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી, જેઓ બીજી 'ઈન્ડિયા-આરબ વિદેશ મંત્રીઓની બેઠક' માટે ભારતમાં છે.
પ્રધાનમંત્રીએ ભારત અને આરબ વિશ્વ વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક લોકોથી લોકોનાં સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો, જે વર્ષોથી આપણા સંબંધોને પ્રેરણા આપવાનું અને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

પ્રધાનમંત્રીએ આગામી વર્ષોમાં ભારત-આરબ ભાગીદારી માટેના તેમના વિઝનની રૂપરેખા આપી હતી અને આપણા લોકોના પરસ્પર લાભ માટે વ્યાપાર અને રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઈનના લોકો માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને ગાઝા શાંતિ યોજના સહિતના ચાલુ શાંતિ પ્રયાસોને આવકાર્યા હતા. તેમણે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા તરફના પ્રયાસોને સમર્થન આપવામાં આરબ લીગ દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From school to PG, girls now outnumber boys

Media Coverage

From school to PG, girls now outnumber boys
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 મે 2026
May 01, 2026

From Stolen Treasures to Smart Trains: PM Modi’s Blueprint for a Proud, Connected, Self-Reliant India