The friendship between India and Russia has stood the test of time: PM Modi
The pandemic has highlighted the importance of the health and pharma sectors in our bilateral cooperation: PM at Eastern Economic Forum in Vladivostok
India - Russia energy partnership can help bring stability to the global energy market: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ વ્લાદિવોસ્તોકમાં આયોજિત છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF) ના પૂર્ણ સત્ર દરમિયાન વિડીયો-સંબોધન આપ્યું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 2019માં 5મા ઇઇએફના મુખ્ય મહેમાન હતા, જે કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.

રશિયન ફાર ઇસ્ટના વિકાસ માટે રાષ્ટ્રપતિ પુતિનના દ્રષ્ટિકોણને બિરદાવતા પ્રધાનમંત્રીએ આ બાબતે રશિયાના વિશ્વસનીય ભાગીદાર તરીકેની તેની "એક્ટ ઈસ્ટ નીતિ" ના ભાગરૂપે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે રશિયન દૂર પૂર્વ (રશિયન ફાર ઇસ્ટ) ના વિકાસમાં ભારત અને રશિયાની પ્રાકૃતિક પૂરકતાઓને રેખાંકિત કરી.

પ્રધાનમંત્રીએ 'વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી' અનુસાર બંને પક્ષો વચ્ચે વધુ આર્થિક અને વ્યાપારી જોડાણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે રોગચાળા દરમિયાન ઉભરી આવેલા આરોગ્ય અને ફાર્મા ક્ષેત્રોના મહત્વને સહકારના મહત્વના ક્ષેત્રો તરીકે પ્રકાશિત કર્યા. તેમણે હીરા, કોકિંગ કોલસો, સ્ટીલ, લાકડા વગેરે સહિત આર્થિક સહકારના અન્ય સંભવિત ક્ષેત્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

EEF-2019માં ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ રશિયન દૂર પૂર્વના 11 પ્રદેશોના રાજ્યપાલોને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું.

કોવિડ-19 રોગચાળાના પડકારો હોવા છતાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીની આગેવાની હેઠળ ભારતીય પ્રતિનિધિમંડળ જેમાં મુખ્ય ભારતીય તેલ અને ગેસ કંપનીઓનો સમાવેશ થાય છે, EEFના માળખામાં ભારત-રશિયા વ્યાપાર સંવાદમાં ભાગ લઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને રશિયાના સખા-યાકુતિયા પ્રાંતના રાજ્યપાલ વચ્ચે ઓનલાઇન બેઠક 2 સપ્ટેમ્બરના રોજ EEFની જોડે યોજાઈ હતી. વિવિધ ક્ષેત્રની નામાંકિત ભારતીય કંપનીઓના 50થી વધુ પ્રતિનિધિઓ પણ ઓનલાઈન ફોર્મેટમાં ભાગ લેશે.

 

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India on track to becoming third-largest economy by FY31: S&P report

Media Coverage

India on track to becoming third-largest economy by FY31: S&P report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 સપ્ટેમ્બર 2024
September 20, 2024

Appreciation for PM Modi’s efforts to ensure holistic development towards Viksit Bharat