નમસ્કાર, સૌ સાથીઓને 2020ના આ પ્રથમ સત્ર છે, આ દસકાનું પણ આ પ્રથમ સત્ર છે. આપણા સૌનો પ્રયાસ રહેવો જોઇએ કે આ સત્રમાં આ દસકાના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખનારું આ સત્ર બને. આજે આદરણીય રાષ્ટ્રપતિજીનું સંબોધન થશે અને આવતીકાલે આ નવા વર્ષનું બજેટ પણ રજૂ થશે. આ સત્ર સૌથી વધુ આર્થિક વિષયોની ચર્ચા પર કેન્દ્રિત રહેશે. વૈશ્વિક આર્થિક સ્થિતિઓના સંદર્ભમાં ભારત કેવી રીતે આ પરિસ્થિતિઓનો લાભ ઉઠાવી શકે છે.



આપણી આર્થિક ગતિવિધિઓને વધુ મજબૂત બનાવતા વૈશ્વિક પરિવેશનો સૌથી વધુ લાભ ભારતને મળે, અમારી સરકારની ઓળખ પીડિતોને, શોષિતને, વંચિતોને, મહિલાઓને સશક્ત કરનારી સરકાર તરીકેની રહી છે. આ દસકામાં પણ અમારું આ દિશામાં બળ રહેશે અને હું ઈચ્છું છું કે બંને સત્રોમાં આર્થિક વિષયો પર, લોકોના સશક્તીકરણ પર ખૂબ વ્યાપાક ચર્ચા થાય, વધુ સારી ચર્ચા થાય, દિવસે-દિવસે આપણી ચર્ચાનું સ્તર વધુ સમૃદ્ધ થતું રહે. એવા સંપૂર્ણ વિશ્વાસ સાથે હું આપ સૌનો પણ ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર.


