પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી BRICS સમિટની દરમિયાન સેનેગલ પ્રજાસત્તાકના પ્રમુખ H.E. શ્રી મેકી સાલ સાથે 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં મુલાકાત કરી.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ઉર્જા, ખાણકામ, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, રેલ્વે, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાના માર્ગો પર ફળદાયી ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાલની વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં ભાગ લેવા બદલ અને ગયા વર્ષે આફ્રિકા યુનિયનમાં તેમના મજબૂત નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિ સાલે ચંદ્રયાન મિશનની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા અને G20માં આફ્રિકન યુનિયનની કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે વિકાસશીલ વિશ્વની પ્રાથમિકતાઓની હિમાયત કરવામાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી અને ભારતના પ્રમુખપદ હેઠળ આગામી G20 સમિટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જુલાઈ 2026
July 14, 2026

From Local Fields to Global Recognition: PM Modi’s ‘Vocal for Local’ is Now Delivering Real Global Respect