પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) ની સાથે સાથે સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપરસાદ સંતોખી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ સંતોખી 7-14 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 17મા PBD ખાતે તેઓ વિશેષ અતિથિ છે.

તેમની બેઠકમાં, બંને નેતાઓએ હાઇડ્રોકાર્બન, સંરક્ષણ, દરિયાઇ સુરક્ષા, ડિજિટલ પહેલ અને આઇસીટી, અને ક્ષમતા નિર્માણ સહિતના પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહકાર પર ચર્ચા કરી હતી.

સુરીનામે સુરીનામ દ્વારા મેળવેલી લાઈન્સ ઓફ ક્રેડિટથી ઉદ્ભવતા સુરીનામના દેવાના ભારત દ્વારા પુનઃરચના કરવાની પ્રશંસા કરી.

રાષ્ટ્રપ્રમુખ સંતોખી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે ચર્ચા કરશે અને 10 જાન્યુઆરી 2023ના રોજ વિદાય સત્ર અને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. તેઓ ઈન્દોરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન સત્રમાં પણ હાજરી આપશે. ત્યારબાદ તેઓ અમદાવાદ અને નવી દિલ્હીની મુલાકાત લેશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Somnath Swabhiman Parv: “Feeling blessed to be in Somnath, a proud symbol of our civilisational courage,” says PM Modi

Media Coverage

Somnath Swabhiman Parv: “Feeling blessed to be in Somnath, a proud symbol of our civilisational courage,” says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જાન્યુઆરી 2026
January 11, 2026

Dharma-Driven Development: Celebrating PM Modi's Legacy in Tradition and Transformation