પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એવિયન ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ મહામહિમ શ્રી એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

જાન્યુઆરી 2026માં ભારતમાં યોજાયેલી ઐતિહાસિક 16મી ભારત-EU સમિટને યાદ કરતાં, નેતાઓએ ત્યારથી ભારત-યુરોપિયન યુનિયનના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને આવકારી હતી. નેતાઓએ ભારત-EU મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) માટેની વાટાઘાટોની તાજેતરની પૂર્ણાહુતિને એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ગણાવી હતી અને તેના પર ઝડપથી હસ્તાક્ષર કરવા અને તેના અમલીકરણ પર ભાર મૂક્યો હતો, જે વેપાર અને રોકાણ માટે પ્રચંડ તકો ખોલશે અને ખાસ કરીને વર્તમાન અશાંત ભૌગોલિક રાજકીય સંદર્ભમાં સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણમાં યોગદાન આપશે.
ખુલ્લી બજાર અર્થવ્યવસ્થાઓ અને બહુત્વવાદી સમાજો ધરાવતા વિશ્વના બે સૌથી મોટા લોકતંત્રો તરીકે, ભારત અને EU વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને ભવિષ્ય માટેના સમાન વિઝન પર આધારિત સંબંધો ધરાવે છે. નેતાઓએ જાન્યુઆરી 2026માં સમર્થન આપવામાં આવેલા સંયુક્ત ભારત-ઇયુ (EU) વ્યાપક વ્યૂહાત્મક એજન્ડા પર થયેલી પ્રગતિની ચર્ચા કરી હતી અને એવી ભાવના વ્યક્ત કરી હતી કે તે ભારત-ઇયુ (EU) વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે અને પરસ્પર ફાયદાકારક તથા પરિવર્તનકારી પરિણામો આપશે.

પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરતા, નેતાઓએ પશ્ચિમ એશિયામાં થયેલા વિકાસને આવકાર્યો હતો. તેમણે એક એવી સ્થિતિસ્થાપક બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો જે શાંતિ અને સ્થિરતા, સમૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં યોગદાન આપે છે.
It was wonderful meeting European Council President António Costa and European Commission President Ursula von der Leyen in Evian earlier today. At the start of this year, India was proud to host them for our Republic Day celebrations. This has been a great time for India-EU ties… pic.twitter.com/jwVVUHhYK4
— Narendra Modi (@narendramodi) June 17, 2026


