ANI ને પીએમ મોદીનો ઈન્ટરવ્યુ.

Published By : Admin | February 9, 2022 | 20:00 IST

પ્રધાનમંત્રી મોદીએ એએનઆઇને આજે આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ભાજપ સબ કા સાથ, સબ કા વિકાસના મંત્ર સાથે આ દેશના લોકોની સેવા કરવાનું જાળવી રાખશે. પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, કાર્યકર્તાઓ સાથે દેશની સેવા કરવાથી મારી અંદર આ દેશના સામાન્ય માણસ હોવાની એટલે કે સમાનતાની ભાવના જાગે છે. આ ચૂંટણીમાં વિજય જેટલી મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે ચૂંટણીમાં વિજયથી કોઈની અંદર અહંકાર પેદા ન થવો જોઈએ.

પ્રધાનમંત્રી મોદીએ વર્તમાન સરકારની નીતિઓ માટે વિપક્ષના શ્રેય લેવાના દાવાના મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રશ્નથી મને હંમેશા આનંદ થાય છે, કારણ કે હું માનું છું કે, જ્યારે વિપક્ષ અમારી કાર્ય માટે શ્રેય લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેનો અર્થ એવો થાય છે કે, નીતિ અસરકારક છે અને કામ કરી રહી છે. ઉતરપ્રદેશના સલામતીના મુદ્દા પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ઉતરપ્રદેશના અપરાધીઓ રાજ્યના કાયદા અને વ્યવસ્થાથી પર હતાં, પણ અત્યારે ઉતરપ્રદેશની દિકરીઓ દિવસમાં કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યાં વિના ફરી શકે છે. યોગીજીએ રાજ્યમાં સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું છે.

ભાજપના એક સાંસદ પર અપરાધમાં સામેલ હોવાના આરોપ સંબંધમાં કાયદાની પ્રામાણિકતા જાળવી રાખવાના મુદ્દા પર પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ દેશનું ન્યાયતંત્ર જીવંત છે અને અતિ સક્રિય છે. અમે આ દેશની સર્વોચ્ચ અદાલતે રચેલી સમિતિઓને સુસંગત રીતે  ઉચિત પગલાં લીધા છે અને કાયદા અનુસાર પાલન કરીશું.

ડબલ એન્જિન સરકારની સફળતા અને બિન ડબલ એન્જિન સરકારોમાં આ પ્રકારની સફળતાના અભાવ પર બોલતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, જ્યારે અંગત ફાયદા માટે રાજકારણ રમાય છે, ત્યારે તેમાં લોકોના કલ્યાણની વાતની અવગણના થાય છે. આ રીતે રાજ્ય વિકાસ અને પ્રગતિમાં પાછળ રહી જાય છે. જીએસટીનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય નિર્ધારિત નીતિઓને બદલે સમગ્ર ભારતમાં એકસમાન કરવેરાની વ્યવસ્થા લાગુ હોવાથી અત્યારે વ્યવસાયિક વાતાવરણ સરળ થઈ ગયું છે. 

પ્રધાનમંત્રી મોદીએ પ્રાદેશિક આકાંક્ષાઓને જાળવી રાખવાના મુદ્દે કહ્યું હતું કે,ભારતીય જનતા પક્ષ દેશની પ્રગતિ માટે પ્રાદેશિક આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં માને છે. લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યો હોવાથી હું રાજ્યની આકાંક્ષાઓ અને જરૂરિયાતોથી વાકેફ છું. અમારી સરકારે વિકાસ માટેની આકાંક્ષા ધરાવતા આકાંક્ષી જિલ્લાઓની ઓળખ કરી છે અને તેમના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેટલાંક જિલ્લાઓએ કેટલાંક માપદંડો પર રાજ્યની સરેરાશ કરતાં વધારે સારી કામગીરી કરી દેખાડી છે.

પ્રધાનમંત્રી મોદીએ રાજકારણમાં જ્ઞાતિ અને ધર્મ તથા નીતિનિર્માણના મુદ્દાને પણ સ્પર્શ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે અમે ઓબીસી કેટેગરી હેઠળ લાભ મેળવતી લઘુમતીઓની ઓળખ કરી હતી. અત્યાર સુધી કોઈએ સર્વસમાવેશકતાની આ રીત વિશે વાત કરી નથી, પણ લોકો ચૂંટણીમાં ઉમેદવારી પર રાજકારણ રમે છે અને સાથે સાથે ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરે છે. પછી કેટલાંક લોકો જાહેર કરે છે કે, ભારતમાં લઘુમતીઓ સલામત નથી.

વિપક્ષની બનાવટી સમાજવાદની વિચારસરણી વિશે વાત કરતાં પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, હું હંમેશા કહું છું કે, સરકારનું કામ વેપારવાણિજ્ય કરવાનું નથી અને એટલે સરકારે દેશના કલ્યાણ માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમસ્યા એ છે કે, બનાવટી સમાજવાદની આડમાં કેટલાંક રાજ્યોમાં પરિવારવાદ ચાલી રહ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, જ્યારે હું બનાવટી સમાજવાદની વાત કરું છું, ત્યારે મારો કહેવાનો અર્થ પરિવારવાદ સાથે છે. તમને ક્યાંય રામમનોહર લોહિયાનો પરિવાર ક્યાંય દેખાય છે? તેઓ સમાજવાદી હતાં. આપણને જ્યોર્જ ફર્નાન્ડિઝનો પરિવાર ક્યાંય દેખાય છે? તેઓ પણ સમાજવાદી હતાં. આપણે નીતિશકુમારજીના પરિવારને ક્યાંય જોઈએ છીએ? તેઓ પણ સમાજવાદી છે.

થોડાં સમય અગાઉ સરકારે પાછાં ખેંચેલા કૃષિ કાયદાઓ પર ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, અમે નાનાં ખેડૂતોના પડકારોને સમજીએ છીએ. કૃષિ કાયદાઓ ખેડૂતોના ફાયદા માટે લાવવામાં આવ્યાં હતાં, પણ દેશના હિતમાં તેને પરત ખેંચવામાં આવ્યાં છે.

દેશમાં મહામારીની સ્થિતિ વિશે વાત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, હું લોકોને કોવિડ-19 મહામારી સામે હંમેશા સતર્ક રહેવાની અપીલ કરું છું. આ વાયરસ અતિ અનપેક્ષિત છે અને આપણે આપણા દેશ પર એની અસરને ઘટાડવા હંમેશા સજાગ રહેવું પડશે. સમસ્યા એ છે કે, થોડાં રાજકીય પક્ષો મહામારી સામે દેશની સજ્જતાને અસ્થિર કરવા લોકોમાં ડર ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી મોદીએ પંજાબમાં વિધાનસભાની આગામી ચૂંટણી પર કહ્યું હતું કે, અમે હંમેશા અસ્થિરતાને બદલે શાંતિ માટે આતુર છીએ અને એટલે જ પંજાબની દુર્દશામાં શાંતિ લાવવા ઇચ્છીએ છીએ. ઘણા અનુભવી અને કુશળ નેતાઓએ અમારી સાથે જોડાણ કર્યું છે, જે દર્શાવે છે કે, તેઓ પંજાબ માટે અમારાં સંકલ્પોમાં માને છે. હું પંજાબ સાથે વિશેષ જોડાણ ધરાવું છું, રાજ્યમાં ઘણાં વર્ષો રહ્યો છું અને લોકોની સેવા કરી છે. મેં પંજાબના લોકો સાફ હૃદયના હોવાનો અનુભવ કર્યો છે.

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad

Media Coverage

PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates all the Padma awardees of 2025
January 25, 2025

The Prime Minister Shri Narendra Modi today congratulated all the Padma awardees of 2025. He remarked that each awardee was synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless lives.

In a post on X, he wrote:

“Congratulations to all the Padma awardees! India is proud to honour and celebrate their extraordinary achievements. Their dedication and perseverance are truly motivating. Each awardee is synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless lives. They teach us the value of striving for excellence and serving society selflessly.

https://www.padmaawards.gov.in/Document/pdf/notifications/PadmaAwards/2025.pdf