પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રસીના વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા કરવા માટે ત્રણ શહેરોના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી.

વૈજ્ઞાનિકોએ આનંદ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રીએ તેમનું મનોબળ વધારવા અને રસીના વિકાસની મુસાફરીના આ નિર્ણાયક તબક્કે તેમના પ્રયત્નોને વેગ આપવા માટે તેઓને પ્રત્યક્ષ રૂપે મળ્યા હતા. પ્રધાનમંત્રીએ એ હકીકત પર ગૌરવ વ્યક્ત કર્યું હતું કે ભારતના સ્વદેશી રસીનો વિકાસ અત્યાર સુધીની ઝડપી ગતિએ પ્રગતિ પર છે. રસી વિકાસના સમગ્ર પ્રવાસમાં ભારત વિજ્ઞાનના નક્કર સિધ્ધાંતોનું કેવી રીતે પાલન કરી રહ્યું છે તે અંગે તેમણે વાત કરી, જ્યારે રસી વિતરણ પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે સૂચનો પણ માંગ્યા.



પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત રસીને માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ મહત્વપૂર્ણ નથી ગણતું, પરંતુ વૈશ્વિક સારપ માટે પણ માને છે અને વાયરસ સામેની સામૂહિક લડતમાં આપણા પડોશી રાષ્ટ્રો સહિત અન્ય દેશોને મદદ કરવી એ ભારતની ફરજ છે.

તેમણે વૈજ્ઞાનિકોને કહ્યું કે દેશ કેવી રીતે તેની નિયમનકારી પ્રક્રિયામાં વધુ સુધારો કરી શકે તે અંગે પોતાનો સ્વતંત્ર અને નિખાલસ અભિપ્રાય વ્યક્ત કરે. વૈજ્ઞાનિકોએ તેઓ કોવિડ –19 ને વધુ સારી રીતે લડવા માટે કેવી રીતે વિવિધ નવી અને ફરી વાર ઉપયોગમાં લઇ શકાય તેવી દવાઓ વિકસિત કરી રહ્યા છે તેની ઝાંખી પણ રજૂ કરી.

અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત પછી પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે વધુ જાણવા અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી. હું તેમના કાર્ય માટે આ પ્રયત્નો પાછળની ટીમના વખાણ કરું છું. ભારત સરકાર આ યાત્રામાં તેમનો સાથ આપવા માટે સક્રિયપણે તેમની સાથે કાર્ય કરી રહી છે.”



હૈદરાબાદમાં ભારત બાયોટેક સુવિધા સ્થળની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીએ કહ્યું, “હૈદરાબાદમાં ભારત બાયોટેક સુવિધા સ્થળ ખાતે તેમને દેશી કોવિડ-19 રસી વિશે માહિતી આપવામાં આવી. અત્યાર સુધીની કસોટીઓમાં વૈજ્ઞાનિકોની પ્રગતિ માટે અભિનંદન પાઠવ્યા છે. તેમની ટીમ ઝડપથી પ્રગતિ કરવા માટે આઇસીએમઆર સાથે મળીને કામ કરી રહી છે. ”

સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે "સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ટીમ સાથે સારો સંવાદ કર્યો હતો. તેઓએ રસી ઉત્પાદન પ્રક્રિયામાં આગળ વધારવાની કેવી યોજના બનાવી છે તેની તથા અત્યાર સુધીની પ્રગતિ વિશેની વિગતો આપી હતી. તેમની ઉત્પાદન સુવિધા સ્થળની ટૂંકી મુલાકાત પણ લીધી હતી."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why ‘G RAM G’ Is Essential For A Viksit Bharat

Media Coverage

Why ‘G RAM G’ Is Essential For A Viksit Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જાન્યુઆરી 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi