શેર
 
Comments
અયોધ્યાને આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તથા સક્ષમ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે
અયોધ્યાએ આપણી પરંપરામાંથી સર્વશ્રેષ્ઠ અને આપણા સર્વશ્રેષ્ઠ વિકાસલક્ષી પરિવર્તનનો પ્રચાર કરવો જોઇએ : પ્રધાનમંત્રી
અયોધ્યાના માનવીય સિદ્ધાંતો ભવિષ્યના માળખા સાથે મેળ ખાવા જોઈએ જે દરેક માટે લાભકારક હોય : પ્રધાનમંત્રી
પ્રગતિના આગામી ચરણ માટે અયોધ્યાની આગેકૂચ હવે શરૂ થઈ થવી જોઇએ : પ્રધાનમંત્રી
અયોધ્યાનું વિકાસકાર્ય પ્રજાની તંદુરસ્ત ભાગીદારી અને ખાસ કરીને યુવાનોની ભાગીદારીના માગદર્શનથી આગળ ધપવું જોઈએ : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યાની વિકાસલક્ષી યોજનાની સમીક્ષા કરી હતીઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં અયોધ્યાના વિકાસના તમામ પાસાને આવરી લેવામાં આવ્યા હતા.

અયોધ્યાના વિકાસને એક આધ્યાત્મિક કેન્દ્રવૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તથા સક્ષમ સ્માર્ટ સિટી તરીકે કલ્પના કરવામાં આવી રહી છે.

અયોધ્યા સાથેની કનેક્ટિવિટીમં સુધારો લાવવા માટે વિવિધ આગામી અને પ્રસ્તાવિત માળખાગત પ્રોજેકટ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતાઆ માળખાગત પ્રોજેક્ટમાં એરપોર્ટરેલવે સ્ટેશનનો વ્યાપ વધારવાબસ સ્ટેશનમાર્ગ અને હાઇવેનો વ્યાપ વધારવા જેવા પ્રોજેક્ટનો સમાવેશ થતો હતો.

આ સમીક્ષા દરમિયાન આગામી ગ્રીનફિલ્ડ ટાઉનશિપની પણ ચર્ચા થઈ હતી જેમાં યાત્રાળો માટે લોજિગની સવલતઆશ્રમ અને મઠહોટેલ તથા વિવિધ રાજ્યો માટેના ભવનો માટેની જગ્યાઓનો સમાવેશ થતો હતોઆ ઉપરાંત પ્રવાસીઓની સવલત માટેના કેન્દ્ર તથા એક વિશ્વકક્ષાના મ્યુઝિયમના બાંધકામની પણ ચર્ચા કરાઈ હતી.

સરયુ નદીના કિનારે તથા તેના ઘાટની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતુંસરયુ નદી પર ફેરીબોટ સેવા નિયમિત બને તે માટે પણ પ્રયાસ કરાશે.

શહેરનો એ રીતે વિકાસ કરાશે જેથી સાઇકલચાલકો તથા પગપાળા જનારા લોકોન કાયમી ધોરણે પર્યાપ્ત જગ્યા મળી રહેસ્માર્ટ સિટીના માળખાનો ઉપયોગ કરીને આધુનિક ધોરણે ટ્રાફિક મેનેજમેન્ટ માટે કાર્ય કરાશે.

પ્રધાનમંત્રીએ અયોધ્યાને એક એવા શહેર તરીકે ગણાવ્યું હતું જે દરેક ભારતીયની સાસ્કૃતિક ચેતના સાથે સંકળાયેલું છે.  અયોધ્યાએ આપણી પરંપરામાંથી સર્વશ્રેષ્ઠ અને આપણા સર્વશ્રેષ્ઠ વિકાસલક્ષી પરિવર્તનનો પ્રચાર કરવો જોઇએ.

અયોધ્યા આધ્યાત્મિક અને સંસ્કૃતિનો ઉત્કૃષ્ટ નમૂનો બંને છેઅયોધ્યાના માનવીય સિદ્ધાંતો ભવિષ્યના માળખા સાથે મેળ ખાવા જોઈએ જે દરેક માટે લાભકારક હોય તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભાવિ પેઢીને એવી ઇચ્છા થવી જોઇએ કે તેમણે જીવનમાં કમસે કમ એક વાર અયોધ્યાની યાત્રા કરવી જોઇએ.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે અયોધ્યાના વિકાસકાર્યો ભવિષ્યમાં આ જ વેગથી આગળ ધપવા જોઈએ. સાથે સાથે  પ્રગતિના આગામી ચરણ માટે અયોધ્યાની આગેકૂચ અત્યારથી જ શરૂ થઈ થવી જોઇએ. અયોધ્યાની ઓળખની ઉજવણી અને તે નવીનતમ માર્ગોથી તેની સંસ્કૃતિનો વારસો જાળવી રાખવો તે આપણો સહિયારો પ્રયાસ હોવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે રીતે ભગવાન શ્રીરામમાં પ્રજાને એકત્રિત કરવાની તાકાત હતી તેવી જ રીતે અયોધ્યાના વિકાસકાર્યો  પ્રજાની તંદુરસ્ત ભાગીદારી અને ખાસ કરીને યુવાનોની ભાગીદારીના માગદર્શનથી આગળ ધપવું જોઈએ. તેમણે આ વિકાસશીલ શહેરમાં આપણા પ્રતિભાશાળી યુવાનોના કૌશલ્યની ભાગીદારી માટે હાકલ કરી હતી.

આ બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય, નાયબ મુખ્યમંત્રી શ્રી દિનેશ શર્મા તથા ઉત્તર પ્રદેશ સરકારના વિવિધ અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
PM Modi shares 'breathtaking' images of Gujarat taken by EOS-06 satellite

Media Coverage

PM Modi shares 'breathtaking' images of Gujarat taken by EOS-06 satellite
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets people on Geeta Jayanti
December 03, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Geeta Jayanti.

In a tweet, the Prime Minister said;

"भारतामृत सर्वस्वं विष्णोर्वक्त्राद्विनिः सृतम्।

गीता गंगोदकं पीत्वा पुनर्जन्म न विद्यते।।

सभी देशवासियों को गीता जयंती की अनंत शुभकामनाएं। श्रीमद्भगवद्गीता सदियों से मानवता का मार्गदर्शन करती आई है। अध्यात्म और जीवन-दर्शन से जुड़ा यह महान ग्रंथ हर युग में पथ प्रदर्शक बना रहेगा।"