પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ પં. મદન મોહન માલવિયાના શિક્ષણ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવામાં યોગદાન યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ભારત માતાના મહાન સંતાન મહામના પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતી પર નમ્ર શ્રદ્ધાંજલિ. તેમણે દેશની શિક્ષણ જગતની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, જેના માટે તેઓને હંમેશા યાદ કરવામાં આવશે."
मां भारती की महान संतान महामना पंडित मदन मोहन मालवीय जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। देश के शिक्षा जगत की समृद्धि के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया, जिसके लिए वे सदैव स्मरणीय रहेंगे। pic.twitter.com/ITyTvakDxK
— Narendra Modi (@narendramodi) December 25, 2022


