પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
શ્રી મોદીએ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા માટે પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમના કાર્યો માનવતાવાદ પર ભાર મૂકે છે અને તે જ સમયે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરે છે, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા માટે તેમને પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમના કાર્યો માનવતાવાદ પર ભાર મૂકે છે અને તે જ સમયે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરે છે. શિક્ષણ અને શીખવા પ્રત્યેનાં તેમના પ્રયાસો, જે શાંતિનિકેતનનાં વિકાસમાં દેખાય છે, તે પણ ખૂબ જ પ્રેરણાદાયક છે.”
Tributes to Gurudev Rabindranath Tagore on his Jayanti. He is fondly remembered for shaping India’s literary and cultural soul. His works emphasised on humanism and at the same time ignited the spirit of nationalism among the people. His efforts towards education and learning,…
— Narendra Modi (@narendramodi) May 9, 2025


