પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદજીના આપણા સમાજ માટેના વિચારો અને દ્રષ્ટિકોણ આપણા માર્ગદર્શક પ્રકાશ તરીકે રહ્યા છે. આપણા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગર્વ અને વિશ્વાસની ભાવના પ્રજ્વલિત કરી, એમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"હું સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્ય તિથિ પર નમન કરું છું. આપણા સમાજ માટેના તેમના વિચારો અને દ્રષ્ટિકોણ આપણો માર્ગદર્શક પ્રકાશ તરીકે રહ્યા છે. તેમણે આપણા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગર્વ અને વિશ્વાસની ભાવના પ્રજ્વલિત કરી. તેમણે સેવા અને કરુણાના માર્ગ પર ચાલવા પર પણ ભાર મૂક્યો."
I bow to Swami Vivekananda Ji on his Punya Tithi. His thoughts and vision for our society remains our guiding light. He ignited a sense of pride and confidence in our history and cultural heritage. He also emphasised on walking the path of service and compassion.
— Narendra Modi (@narendramodi) July 4, 2025


