પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. “સત્ય, અહિંસા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સંદેશ ફેલાવીને તેમણે સમાજમાં નવી ચેતના જગાડી. તેમનું પ્રેરણાદાયી જીવન દેશના લોકોને હંમેશ માટે માર્ગદર્શન આપતું રહેશે”, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજને તેમની જયંતિ પર શત-શત નમન. સત્ય, અહિંસા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સંદેશ આપીને તેમણે સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો. તેમનું પ્રેરણાદાયી જીવન સદૈવ દેશવાસીઓનું માર્ગદર્શન કરતું રહેશે.
જય સેવાલાલ!”
महान समाज सुधारक श्री संत सेवालाल महाराज को उनकी जयंती पर शत-शत नमन। सत्य, अहिंसा और उच्च नैतिक मूल्यों का संदेश देकर उन्होंने समाज में नवचेतना का संचार किया। उनका प्रेरणादायी जीवन सदैव देशवासियों का मार्गदर्शन करता रहेगा।
— Narendra Modi (@narendramodi) February 15, 2026
जय सेवालाल! pic.twitter.com/iOfMvbzqtI


