શેર
 
Comments
મેયરો તેમના શહેરોને પુનર્જીવિત કરવા માટે લઇ શકે તેવા કેટલાક પગલાં ગણાવ્યા
“આધુનિકીકરણના આ યુગમાં, આપણા શહેરોની પ્રાચીનતાને જાળવી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે”
“આપણા પ્રયાસો આપણા શહેરોને સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ રાખવાની દિશામાં હોવા જોઇએ”
“નદીઓને ફરી પાછી શહેરીજીવનના કેન્દ્રમાં લાવવી જોઇએ. આનાથી તમારા શહેરોમાં નવજીવન આવશે”
“આપણા શહેરો આપણા અર્થતંત્રનું ચાલકબળ છે. આપણે આપણા શહેરોને વાઇબ્રન્ટ અર્થતંત્રના હબ બનાવવા જોઇએ”
“આપણા વિકાસના મોડેલમાં કેવી રીતે MSMEને મજબૂત કરી શકાય તેના પર વિચાર કરવાની જરૂર છે”
“મહામારીએ શેરી પરના ફેરિયાઓનું મહત્વ બતાવ્યું છે. તેઓ આપણી સફરનો હિસ્સો છે. આપણે તેમને પાછળ ના છોડી શકીએ”
“કાશી માટે આપ સૌએ આપેલા સૂચનો બદલ હું આપનો આભારી રહીશ અને હું તમારો સૌથી પહેલો વિદ્યાર્થી બનીશ”
“સરદાર પટેલ અમદાવાદના સૌથી પહેલા મેયર હતા અને દેશ તેમને આજે પણ યાદ કરે છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અખિલ ભારતીય મેયર પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનગણને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ પ્રાચીન નગરી વારાણસીમાં હાથ ધરવામાં આવેલા વિકાસના કાર્યોનો સંદર્ભ ટાંક્યો હતો. કાશીમાં વિકાસ આખા દેશ માટે ભાવિ રૂપરેખા બની શકે છે તેવા પોતાના નિવેદનને પણ તેમણે યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં મોટાભાગના શહેરો પરંપરાગત શહેરો છે, પરંપરાગત રીતે વિકાસ પામેલા છે. આધુનિકીકરણના આ યુગમાં આ શહેરોની પ્રાચીનતાને પણ જાળવી રાખવામાં આવે તેનું પણ એટલું જ મહત્વ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, શહેરો આપણને શીખવે છે કે, આપણા વારસા અને સ્થાનિક કૌશલ્યોનું કેવી રીતે જતન કરવું જોઇએ. પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે, વર્તમાન માળખાઓનો નાશ કરવો એ કોઇ વિકાસની રીત નથી પરંતુ તેમણે શહેરોના પુનર્જીવન અને જતન પર વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યો આધુનિક સમયની જરૂરિયાતો અનુસાર થવા જોઇએ તેવું તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ શહેરો વચ્ચે સ્વચ્છતા બાબતે મજબૂત સ્પર્ધા કરવા માટે આહ્વાન કર્યું હતું અને આશ્ચર્યપૂર્વક કહ્યું હતું કે, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરોની સાથે સ્વચ્છતા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહેલા શહેરોને બિરાદાવવા માટે કોઇ નવી શ્રેણીઓ હોય તો કેવું સારું થાય. તેમણે સ્વચ્છતાની સાથે શહેરોના સૌંદર્યીકરણ પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે મેયરોને આ બાબતે તેમના શહેરોના વોર્ડ વચ્ચે મજબૂત સ્પર્ધાની ભાવના જગાવવા માટે કહ્યું હતું.

તેમણે મેયરોને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ સંબંધિત વિવિધ કાર્યક્રમો જેમકે સ્વતંત્રતાના સંઘર્ષની થીમ આધારિત ‘રંગોળી’ સ્પર્ધા, સ્વતંત્રતાના સંગ્રામ આધારિત ગીત સ્પર્ધા અને લુલ્લાબે (લોરી) સ્પર્ધાનું આયોજન કરવા માટે સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મન કી બાતના વૃતાંતમાં પણ આ બાબતે વિશેષ આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એવું પણ સૂચન કર્યું હતું કે, મેયરોએ શહેરોના સ્થાપના દિવસ એટલે વર્ષગાંઠ શોધી કાઢવી જોઇએ અને તેની ઉજવણીનું આયોજન પણ કરવું જોઇએ. જે શહેરોમા નદીઓ આવેલી હોય તેવા શહેરોએ નદી ઉત્સવની ઉજવણી કરવી જોઇએ. તેમણે નદીઓનો મહિમા ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી લોકો નદીઓ અંગે ગૌરવ અનુભવે અને નદીઓને સ્વચ્છ રાખવાની તેમનામાં ભાવના જાગે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “નદીઓને ફરી પાછી શહેરી જીવનના કેન્દ્રમાં લાવવી જોઇએ. આમ કરવાથી તમારા શહેરોમાં નવજીવન આવશે.” તેમણે મેયરોને સિંગલ-યુઝ પ્લાસ્ટિક નાબૂદી સામે ઝુંબેશને પુનર્જીવિત કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે મેયરોને કચરામાંથી સંપત્તિ સર્જનની રીતો શોધી કાઢવા માટે પણ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આપણું શહેર પણ સ્વચ્છ અને સ્વસ્થ હોવું જોઈએ તેવો આપણો પ્રયાસ રહેવો જોઈએ.”

તેમણે મેયરોને કહ્યું હતું કે, તેમના શહેરોમાં રસ્તાઓ પરની લાઇટો અને લોકોના ઘરોમાં વ્યાપક પ્રમાણમાં LED લાઇટોનો ઉપયોગ કરવામાં આવે તેવું તેઓ સુનિશ્ચિત કરે. તેમણે સૌ મેયરોને કહ્યું હતું કે, આ બાબતેને તેઓ મિશન મોડ પર હાથમાં લઇને તેનું પાલન કરાવવા માટે આગળ વધે. તેમણે કહ્યું હતું કે, આપણે હંમેશા નવા ઉપયોગો માટે વર્તમાન યોજનાઓનો ઉપયોગ કરવા અંગે વિચાર કરવો જોઇએ અને તે વિચારને આગળ વધારવો જોઇએ. તેમણે મેયરોને કહ્યું હતું કે, તેઓ શહેરોના NCC યુનિટ્સ સાથે સંપર્કમાં રહે અને શહેરોમાં લગાવવામાં આવેલી પ્રતિમાઓની સફાઇ માટે તેઓ સમૂહોનું સર્જન કરે અને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ભાવના સાથે વિવિધ હસ્તીઓના જીવન પર આધારિત ભાષણોનું આયોજન કરે. તેવી જ રીતે, મેયરો તેમના શહેરોમાં PPP મોડ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને વિવિધ સ્મારકોનું નિર્માણ કરવા માટે યોગ્ય સ્થળો પણ ઓળખી શકે છે. પ્રધાનમંત્રીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (પ્રત્યેક જિલ્લાનું એક ઉત્પાદન) કાર્યક્રમનો ઉલ્લેખ કરતા મેયરોને તેમના શહેરોની વિશિષ્ટ ઓળખ પર વિશેષ ભાર મૂકવા માટે જણાવ્યું હતું અને શહેરમાં કોઈ વિશિષ્ટ ઉત્પાદન અથવા સ્થળ હોય તેને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને શહેરી જીવનના વિવિધ પાસાઓના સંદર્ભમાં લોકો માટે અનુકૂળ વિચારસરણી વિકસાવવા પણ તેમને કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણે જાહેર પરિવહનના વપરાશને વધારે પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે મેયરોને સુગમ્ય ભારત અભિયાનને અનુરૂપ તેમના શહેરમાં દરેક સુવિધા દિવ્યાંગ લોકો માટે અનુકૂળ હોય તેવી વ્યવસ્થા કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.

તેમણે આગળ જણાવ્યું હતું કે, “આપણા શહેરો આપણા અર્થતંત્રના ચાલકબળ છે. આપણે શહેરોને વાઇબ્રન્ટ અર્થતંત્રના હબ બનાવવા જોઇએ.” તેમણે મેયરોને એવી સર્વાંગી પ્રણાલીનું નિર્માણ કરવા માટે કહ્યું હતું જેમાં આર્થિક પ્રવૃત્તિઓને આમંત્રિત કરે અને પ્રોત્સાહન આપે તેવી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે એક સાથે તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવે.

પ્રધાનમંત્રીએ આપણા વિકાસના મોડેલમાં MSMEને વધારે મજબૂત બનાવવાની જરૂરિયાતનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “રસ્તા પરના ફેરિયાઓ આપણી આ સફરનો હિસ્સો છે, તેમની સમસ્યાઓ પર આપણે દરેક ક્ષણે ધ્યાન આપીશું. તેમના માટે, અમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લાવ્યા છીએ. આ ખૂબ જ સારી યોજના છે. તમારા શહેરમાં આવા લોકોની યાદી તૈયાર કરો અને તેમને મોબાઇલ એપ દ્વારા લેવડદેવડ કરવા માટે શીખવાડો. આનાથી વધુ સારી શરતે બેંક ફાઇનાન્સની સુવિધા પ્રધાન થશે.” તેમણે ઉમેર્યું હતું કે, મહામારીના સમય દરમિયાન તેમનું મહત્વ બહુ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં મેયરોને તેમના અનુભવના આધારે કાશીના વિકાસ માટે યોગ્ય સૂચનો આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તમારા સૂચનો બદલ હું તમારા સૌનો આભારી રહીશ અને હું તમારો સૌથી પહેલો વિદ્યાર્થી રહીશ.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરદાર પટેલ અમદાવાદ શહેરના પ્રથમ મેયર હતા અને દેશ આજે પણ તેમને યાદ કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “મેયરનો હોદ્દો અર્થપૂર્ણ રાજકીય કારકિર્દીનું ઘડતર કરવાનું પગથિયું છે જ્યાં તમે આ દેશના લોકોની સેવા કરી શકો છો.”

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's tourism sector witnesses impressive comeback! 44% annual jump in hiring in August this year: Report

Media Coverage

India's tourism sector witnesses impressive comeback! 44% annual jump in hiring in August this year: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the demise of Dr. MS Swaminathan
September 28, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the death of eminent agriculture scientist, Dr. MS Swaminathan whose "groundbreaking work in agriculture transformed the lives of millions and ensured food security for our nation."

The Prime Minister posted a thread on X:

"Deeply saddened by the demise of Dr. MS Swaminathan Ji. At a very critical period in our nation’s history, his groundbreaking work in agriculture transformed the lives of millions and ensured food security for our nation.

Beyond his revolutionary contributions to agriculture, Dr. Swaminathan was a powerhouse of innovation and a nurturing mentor to many. His unwavering commitment to research and mentorship has left an indelible mark on countless scientists and innovators.

I will always cherish my conversations with Dr. Swaminathan. His passion to see India progress was exemplary.
His life and work will inspire generations to come. Condolences to his family and admirers. Om Shanti."