પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે રજૂ કરવામાં આવેલું આર્થિક સર્વેક્ષણ ભારતની રિફોર્મ એક્સપ્રેસનું એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે, જે પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં સતત પ્રગતિ દર્શાવે છે. શ્રી મોદીએ નોંધ્યું કે આર્થિક સર્વેક્ષણ મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, સતત વૃદ્ધિની ગતિ અને રાષ્ટ્ર નિર્માણમાં નવીનતા, સાહસિકતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તરતી ભૂમિકાને હાઇલાઇટ કરે છે. "સર્વેક્ષણ ખેડૂતો, MSMEs, યુવા રોજગાર અને સામાજિક કલ્યાણ પર કેન્દ્રિત ધ્યાન સાથે સર્વસમાવેશક વિકાસના મહત્વ પર ભાર મૂકે છે. તે ઉત્પાદન (manufacturing) ને મજબૂત કરવા, ઉત્પાદકતા વધારવા અને વિકસિત ભારત બનવા તરફની આપણી કૂચને વેગ આપવા માટેનો રોડમેપ પણ દર્શાવે છે", તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા X પર કરવામાં આવેલી એક પોસ્ટ પર પ્રતિભાવ આપતા શ્રી મોદીએ કહ્યું:

"આજે રજૂ કરવામાં આવેલું આર્થિક સર્વેક્ષણ ભારતની રિફોર્મ એક્સપ્રેસનું એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે, જે પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં સતત પ્રગતિ દર્શાવે છે.

તે મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, સતત વૃદ્ધિની ગતિ અને રાષ્ટ્ર નિર્માણમાં નવીનતા, સાહસિકતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તરતી ભૂમિકાને હાઇલાઇટ કરે છે. સર્વેક્ષણ ખેડૂતો, MSMEs, યુવા રોજગાર અને સામાજિક કલ્યાણ પર કેન્દ્રિત ધ્યાન સાથે સર્વસમાવેશક વિકાસના મહત્વ પર ભાર મૂકે છે. તે ઉત્પાદનને મજબૂત કરવા, ઉત્પાદકતા વધારવા અને વિકસિત ભારત બનવા તરફની આપણી કૂચને વેગ આપવા માટેનો રોડમેપ પણ દર્શાવે છે.

પૂરી પાડવામાં આવેલી આ આંતરદૃષ્ટિ માહિતગાર નીતિનિર્માણમાં માર્ગદર્શન આપશે અને ભારતના આર્થિક ભવિષ્યમાં આત્મવિશ્વાસ વધારશે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Led by iPhones, India sees highest Q1 smartphone exports by value

Media Coverage

Led by iPhones, India sees highest Q1 smartphone exports by value
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 જુલાઈ 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond