પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કારતક પૂર્ણિમા અને દેવ દીવાળી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, "ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં મૂળ ધરાવતો આ દિવ્ય પ્રસંગ સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. પવિત્ર સ્નાન, દાન, આરતી અને પૂજાની આપણી પવિત્ર પરંપરાઓ દરેકના જીવનને પ્રકાશિત કરે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દેશભરમાં મારા પરિવારના તમામ સભ્યોને કારતક પૂનમ અને દેવ દીવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલ આ દિવ્ય પ્રસંગ દરેક માટે સુખ, શાંતિ, આરોગ્ય અને સૌભાગ્ય લાવે. પવિત્ર સ્નાન, દાન, આરતી અને પૂજા સાથે જોડાયેલી આપણી આ પવિત્ર પરંપરા દરેકના જીવનને પ્રકાશિત કરે."
देश के अपने सभी परिवारजनों को कार्तिक पूर्णिमा और देव दीपावली की कोटि-कोटि शुभकामनाएं। भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा यह दिव्य अवसर हर किसी के लिए सुख, शांति, आरोग्य और सौभाग्य लेकर आए। पावन स्नान, दान-पुण्य, आरती और पूजन से जुड़ी हमारी यह पवित्र परंपरा सबके जीवन को…
— Narendra Modi (@narendramodi) November 5, 2025


