પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી એમપી રમતગમત સ્પર્ધાના તમામ વિજેતાઓ અને સહભાગીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ કહ્યું કે યુવા સહભાગીઓની ઉર્જા અને ઉત્સાહ અદ્ભુત હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓએ તેમની ક્ષમતાઓ અને કૌશલ્યનું તેજસ્વી પ્રદર્શન કર્યું.
પ્રધાનમંત્રીએ X પરની પોસ્ટમાં લખ્યું:
"કાશી એમપી રમતગમત સ્પર્ધાના તમામ વિજેતાઓ અને સહભાગીઓને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ! ભાગ લેનારા યુવા મિત્રોની ઉર્જા અને ઉત્સાહ અદ્ભુત હતો. તેઓએ તેમની ક્ષમતાઓ અને કૌશલ્યનું તેજસ્વી પ્રદર્શન કર્યું."
काशी सांसद खेलकूद प्रतियोगिता के सभी विजेताओं और प्रतिभागियों को मेरी बहुत-बहुत बधाई और शुभकामनाएं! इसमें हिस्सा लेने वाले युवा साथियों का जो जोश और उत्साह देखने को मिला, वो अद्भुत था। उन्होंने अपनी क्षमता और कौशल का शानदार प्रदर्शन किया। pic.twitter.com/g8b5tExslF
— Narendra Modi (@narendramodi) November 21, 2025


