બંને નેતાઓ ભારત-રશિયાની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવા સંમત થયા
તેઓએ દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિની સમીક્ષા કરી તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું
પ્રધાનમંત્રીએ રશિયા-યુક્રેન સંઘર્ષમાં આગળ વધવાના માર્ગ તરીકે સંવાદ અને કૂટનીતિનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ તેમને રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે પુનઃ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રશિયાના મૈત્રીપૂર્ણ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાપાઠવી હતી.

બંને નેતાઓ આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવાની દિશામાં સંયુક્ત પ્રયાસો કરવા સંમત થયા હતા.

તેમણે દ્વિપક્ષીય સહકારનાં વિવિધ મુદ્દાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરી હતી તથા પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

રશિયા-યુક્રેન સંઘર્ષની ચર્ચા કરતી વખતે પ્રધાનમંત્રીએ ભારતની સાતત્યપૂર્ણ સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં સંવાદ અને કૂટનીતિને આગળ વધવાનો માર્ગ ગણાવ્યો હતો.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report

Media Coverage

EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 મે 2026
May 08, 2026

Nari Shakti to National Security: One Vision, a Thousand Victories Under PM Modi