પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બે અગ્રણી ભારતીય સહકારી સંસ્થાઓ, અમૂલ અને ઇફકોને સહકારી ક્ષેત્રના વૈશ્વિક રેન્કિંગમાં અનુક્રમે પ્રથમ અને બીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું, "ભારતનું સહકારી ક્ષેત્ર ખૂબ જ ગતિશીલ છે અને ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. અમારી સરકાર આગામી સમયમાં આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહી છે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"અમૂલ અને ઇફકોને અભિનંદન. ભારતનું સહકારી ક્ષેત્ર ખૂબ જ ગતિશીલ છે અને ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. અમારી સરકાર આવનારા સમયમાં આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહી છે."
Congratulations to Amul and IFFCO. India’s cooperative sector is vibrant and is also transforming several lives. Our Government is taking numerous steps to further encourage this sector in the times to come. https://t.co/pocw6n1Q11
— Narendra Modi (@narendramodi) November 5, 2025


