પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન એથલીટ શ્રી મિલ્ખા સિંહજીના નિધન અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ છે. શ્રી મોદીએ તેમને એક ચમત્કારી ખેલાડી ગણાવ્યા હતા જેમણે રાષ્ટ્રને સંમોહિત કર્યુ હતું અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.

પ્રધાનમંત્રીએ અનેક ટ્વીટ કરીને કહ્યું હતું, ‘શ્રી મિલ્ખા સિંહજીના નિધનની સાથે આપણે એક એવા ચમત્કારી ખેલાડી ગુમાવી દીધા છે જેણે રાષ્ટ્રને સંમોહિત કર્યુ હતું અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં સ્થાન જમાવ્યું હતું. તેમના પ્રેરણાદાયી વ્યક્તિત્વથી તેઓ લાખો લોકોના પ્રિય બની ગયા હતા. તેમના નિધનથી વ્યથિત છું.

મેં થોડા દિવસ અગાઉ જ શ્રી મિલ્ખા સિંહજી સાથે વાત કરી હતી. મને ખ્યાલ નહોતો કે એ અમારી અંતિમ વાતચીત હશે. અનેક નવોદિત એથલીટ તેમની જીવનયાત્રાથી પ્રેરણા પ્રાપ્ત કરશે. તેમના પરિવારજનો અને દુનિયાભરમાં ફેલાયેલા તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.’

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Special, As Always’: PM Modi Shares Video Of Feeding Cows, Peacocks Before Red Fort Visit

Media Coverage

‘Special, As Always’: PM Modi Shares Video Of Feeding Cows, Peacocks Before Red Fort Visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Maharashtra met the Prime Minister
August 17, 2026

The Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis, today met Prime Minister Shri Narendra Modi.

In a post on X, the Prime Minister's Office shared:

"Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis met Prime Minister @narendramodi.

@CMOMaharashtra"