"આપત્તિ પ્રત્યેનો આપણો પ્રતિસાદ અલગ નહીં, સંકલિત હોવો જોઈએ"
"ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર વળતર વિશે જ નથી પરંતુ પહોંચ અને સ્થિતિસ્થાપકતા વિશે પણ છે"
"ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કોઈને પાછળ ન છોડવું જોઈએ"
"એક આપત્તિ અને બીજી આપત્તિ વચ્ચેના સમયમાં સ્થિતિસ્થાપકતા બનાવવામાં આવે છે"
"સ્થાનિક આંતરદૃષ્ટિ સાથેની આધુનિક તકનીક સ્થિતિસ્થાપકતા માટે ઉત્તમ હોઈ શકે છે"
"આપત્તિ સ્થિતિસ્થાપકતા પહેલની સફળતા માટે નાણાકીય સંસાધનોની પ્રતિબદ્ધતા ચાવીરૂપ છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI) 2023 પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે CDRI વૈશ્વિક દ્રષ્ટિકોણથી ઉદ્ભવ્યું છે કે નજીકથી જોડાયેલા વિશ્વમાં, આફતોની અસર માત્ર સ્થાનિક રહેશે નહીં. તેથી, "આપણા પ્રતિસાદને અલગ નહીં પણ સંકલિત કરવો જોઈએ",એમ તેમણે કહ્યું. તેમણે નોંધ્યું હતું કે માત્ર થોડા વર્ષોમાં, અદ્યતન અને વિકાસશીલ દેશોમાંથી 40થી વધુ દેશો, મોટા કે નાના અથવા વૈશ્વિક દક્ષિણ અથવા ગ્લોબલ નોર્થ CDRIનો ભાગ બની ગયા છે. તેમને તે પ્રોત્સાહક લાગ્યું કે સરકારો ઉપરાંત વૈશ્વિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્રો અને ડોમેન નિષ્ણાતો પણ સામેલ છે.

પ્રધાનમંત્રીએ આ વર્ષની થીમ ‘ડિલિવરિંગ રેઝિલિયન્ટ એન્ડ ઈન્ક્લુઝિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ના સંદર્ભમાં ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ચર્ચા માટે કેટલીક પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર વળતર વિશે જ નથી પરંતુ પહોંચ અને સ્થિતિસ્થાપકતા વિશે પણ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કોઈને પાછળ ન રાખવું જોઈએ અને કટોકટીના સમયમાં પણ લોકોની સેવા કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વગ્રાહી દૃષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કારણ કે સામાજિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું જ મહત્વપૂર્ણ છે.

ઝડપી રાહતની સાથે, પ્રધાનમંત્રીએ સામાન્ય સ્થિતિને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “એક આપત્તિ અને બીજી આપત્તિ વચ્ચેના સમયમાં સ્થિતિસ્થાપકતા બનાવવામાં આવે છે. ભૂતકાળની આપત્તિઓનો અભ્યાસ કરવો અને તેમાંથી બોધપાઠ શીખવાનો માર્ગ છે”,એમ તેમણે ઉમેર્યું.

શ્રી મોદીએ આફતોનો સામનો કરી શકે તેવા માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે સ્થાનિક જ્ઞાનના બુદ્ધિશાળી ઉપયોગ પર ભાર મૂક્યો હતો. સ્થાનિક આંતરદૃષ્ટિ સાથેની આધુનિક તકનીક સ્થિતિસ્થાપકતા માટે ઉત્તમ હોઈ શકે છે. વધુમાં, જો સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવે તો, સ્થાનિક જ્ઞાન વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથા બની શકે છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ CDRIની કેટલીક પહેલોના સમાવેશી ઉદ્દેશની નોંધ લીધી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેઝિલિયન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ પહેલ અથવા IRISનો ઉલ્લેખ કર્યો છે જે ઘણા ટાપુ દેશોને લાભ આપે છે. તેમણે ગયા વર્ષે જાહેર કરાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્સ એક્સિલરેટર ફંડ પર ટિપ્પણી કરી હતી. આ 50 મિલિયન ડોલરના ફંડે વિકાસશીલ રાષ્ટ્રોમાં ભારે રસ પેદા કર્યો છે. "નાણાકીય સંસાધનોની પ્રતિબદ્ધતા એ પહેલોની સફળતા માટે ચાવીરૂપ છે",એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ભારતના G20 પ્રમુખપદનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ ઘણા કાર્યકારી જૂથોમાં CDRIના સમાવેશ વિશે માહિતી આપી હતી. 'તમે અહીં અન્વેષણ કરો છો તે ઉકેલો વૈશ્વિક નીતિ-નિર્માણના ઉચ્ચ સ્તરે ધ્યાન મેળવશે',એમ તેમણે કહ્યું.

તુર્કિયે અને સીરિયામાં ભૂકંપ જેવી તાજેતરની આપત્તિઓના માપદંડ અને તીવ્રતાનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ CDRIના કાર્ય અને તેના જરૂરના મહત્વને રેખાંકિત કરીને નિષ્કર્ષ કાઢ્યો.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s position set to rise in global supply chains with huge chip investments

Media Coverage

India’s position set to rise in global supply chains with huge chip investments
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 સપ્ટેમ્બર 2024
September 08, 2024

PM Modo progressive policies uniting the world and bringing development in India