નવી દિલ્હીના રાષ્ટ્રપ્રતિ ભવન ખાતે ઉદઘાટન સત્રની સાથે આજથી રાજ્યપાલોની 50મી વાર્ષિક પરિષદનો પ્રારંભ થયો હતો. નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના ઉપ-રાજ્યપાલ સહિત પ્રથમવાર બનેલા 17 નવા રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલો આ પરિષદમાં ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ, ભારતના ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને જળ શક્તિ મંત્રી સહિત અનેક મહામનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ 1949, જ્યારે આ પ્રથમ પરિષદ યોજાઇ હતી, ત્યારથી લઇને આજ સુધીના પરિષદના ઇતિહાસની નોંધ લેતા, પરિષદના વર્તમાન 50માં સત્રને ભૂતકાળની સિદ્ધિઓ અને પરિણામોના મૂલ્યાંકન માટેના અનોખા પ્રસંગ તરીકે રેખાંકિત કરવાની સાથે જ તેની ભાવી દિશાનો રોડ-મેપ તૈયાર કરવાનો પણ પ્રસગં ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલની સંસ્થાએ સહકારી અને સ્પર્ધાત્મક સંઘીય માળખાને વાસ્તવિક રીતે સાકાર કરવામાં વિશેષ ભૂમિકા ભજવવાની હોય છે.

આ પરિષદ રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોને પોતાના અનુભવો અને તેમણે શીખેલી બાબતોનું એકબીજા સાથે આદાન-પ્રદાન કરવામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ અને દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અનોખી અને વૈવિધ્યતાપૂર્ણ જરૂરિયાતો અને જરૂરને અનુકૂળ રહે તેવી પ્રથાઓનો સ્વીકાર કરવાની તક પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું પોતાના વહીવટી માળખાને કારણે, કેન્દ્રશાસિત પ્રદેશો વિકાસના સંદર્ભમાં રોલ-મોડલ તરીકે સામે આવી શકે છે. પ્રધાનમંત્રીએ અવલોકન વ્યક્ત કર્યુ હતું કે, 2022માં ભારત પોતાની સ્વતંત્રતાના 75મી વર્ષગાંઠ તેમજ 2047માં સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવાનું છે ત્યારે વહીવટી તંત્રને દેશની જનતાની નજીક લાવવામાં અને તેમને સાચો માર્ગ દેખાડવામાં રાજ્યપાલની ભૂમિકા વધારે મહત્વપૂર્ણ બની જાય છે. આપણે જ્યારે ભારતના બંધારણની રચનાના 70માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે રાજ્યપાલો અને રાજ્ય સરકારોએ ભારતીય બંધારણના સેવાના પાસાઓને, ખાસ કરીને નાગરિકોની ફરજો અને જવાબદારીઓને રેખાંકિત કરવાની દિશામાં કામ કરવું જોઇએ. તે બાબત વાસ્તવમાં સહભાગી શાસનને લાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ વધુમાં અવલોકન કર્યુ હતું કે આપણે જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે, રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોએ આ પ્રસંગનો ગાંધી વિચારો અને મૂલ્યોની સુસંગતતાને પ્રોજેક્ટ કરવા માટે ઉપયોગ કરવો જોઇએ, જે આપણા બંધારણના મહત્વપૂર્ણ આધાર છે. યુનિવર્સિટીઓના કુલપતિ તરીકે, રાજ્યપાલો આપણા યુવાનોમાં રાષ્ટ્રનિર્માણના મૂલ્યો પેદા કરવામાં અને તેમને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની દિશામાં પ્રેરિત કરવામાં મદદ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોને આ વિનંતી કરીને પોતાનું સંબોધન સમાપ્ત કર્યુ હતું કે, તેઓ પોતાની બંધારણીય જવાબદારીઓ બજાવી રહ્યા છે તેથી તેઓ સામાન્ય માનવીની જરૂરિયાતોને સાંભળે. પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને વસ્તીના અનુસૂચિત જનજાતિ, લઘુમતિ સમુદાયો, મહિલાઓ અને યુવાનો, સહિતના વંચિત વર્ગના લોકોના ઉત્થાનની દિશામાં કામ કરવા માટે વિનંતી કરી હતી, જેમાં રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવાની બાબત અને વર્તમાન યોજનાઓ અને પગલાંઓનો ઉપયોગ કરવા સામેલ છે.

પ્રધાનમંત્રીએ સાથે જ હેલ્થકેર, શિક્ષણ અને પર્યટન ક્ષેત્રનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો જ્યાં નવી તકો રોજગાર સર્જન અને ગરીબ અને નીચલા વર્ગના લોકોના જીવનને સારું બનાવવાની તકો રાહ જોઇ રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ કાર્યાલયનો ઉપયોગ ક્ષય રોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા અને ભારતની 2025 સુધીમાં ક્ષય રોગથી મુક્ત કરાવવા જેવા ચોક્કસ હેતુઓ માટે પણ કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ આ વાતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ વખતની પરિષદમાં ચોક્કસ મુદ્દાઓ અને પડકારો જેવા કે આદિવાસી સમાજને લગતા મુદ્દાઓ, કૃષિ સુધારા, જળ જીવન મિશન, નવી શિક્ષણ નીતિ અને જીવન જીવવાની સરળતા માટે ગર્વનન્સ જેવા પાંચ પેટા જૂથો પર નવીન પથપ્રદર્શક ચર્ચા જોવા મળશે, જેના અહેવાલો પર ત્યાર બાદ તમામ ભાગ લેનારા રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલો વિસ્તૃત સ્વરૂપમાં ચર્ચા કરવામાં આવશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Why the world is looking to India for the next semiconductor boom

Media Coverage

Why the world is looking to India for the next semiconductor boom
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister applauds India’s best ever performance at the Paralympic Games
September 08, 2024

The Prime Minister, Shri Narendra Modi has lauded India’s best ever performance at the Paralympic Games. The Prime Minister hailed the unwavering dedication and indomitable spirit of the nation’s para-athletes who bagged 29 medals at the Paralympic Games 2024 held in Paris.

The Prime Minister posted on X:

“Paralympics 2024 have been special and historical.

India is overjoyed that our incredible para-athletes have brought home 29 medals, which is the best ever performance since India's debut at the Games.

This achievement is due to the unwavering dedication and indomitable spirit of our athletes. Their sporting performances have given us many moments to remember and inspired several upcoming athletes.

#Cheer4Bharat"