પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 એપ્રિલ, 2018ના રોજ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બુદ્ધ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.
તેઓ સંઘ દાન અર્પણ કરશે તેમજ સારનાથની કેન્દ્રીય ઉચ્ચ તિબ્બતી શિક્ષણ સંસ્થાન તથા બોધગયાનાં અખિલ ભારતીય ભિક્ષુ સંઘને વૈશાખ સન્માન પ્રશસ્તિ પત્ર અર્પણ કરશે. તેઓ આ સમારંભને સંબોધન પણ કરશે.