પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (11 ઓક્ટોબર, 2017) નવી દિલ્હીમાં આઈએઆરઆઈ, પુસા ખાતે નાનજી દેશમુખની જન્મ શતાબ્દીની ઉજવણીનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી “ટેકનોલોજી અને ગ્રામ્ય જીવન” વિષય પરનાં એક પ્રદર્શનની મુલાકાત લેશે. આ પ્રદર્શન એક સો થી વધું ગુણવત્તા યુક્ત પ્રયોગો અને ઉપયોગીતાઓને દર્શાવે છે. તેઓ ગ્રામીણ સંશોધકો સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રી નનાજી દેશમુખ અને લોકનાયક જયપ્રકાશ નારાયણને પુષ્પાંજલિ અર્પણ કરશે.
પ્રધાનમંત્રી નનાજી દેશમુખ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ જીલ્લા કક્ષાએ સંકલન અને વિકાસ કાર્યોની દેખરેખ માટેનું એક પોર્ટલ લોન્ચ કરશે. તેઓ ગ્રામ સંવદ એપ પણ લોન્ચ કરશે, જે ગ્રામ પંચાયત સ્તરે ગ્રામીણ વિકાસ કાર્યોની પ્રગતિ અંગેની માહિતી આપશે. આ એપ સુચના સે સશકતિકરણ એટલે કે માહિતી દ્વાર સશક્તિકરણ ની થીમ પર તૈયરકરવામાં આવી છે.પ્રધાનમંત્રી આઇએઆરઆઇના પિનોમિક્સ સુવિધાનાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી સ્વ-સહાય સમૂહો, પંચાયતો, જળ સંરક્ષણના સર્જકો, અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ એવા આશરે 10,000 લોકોને સંબોધશે કરશે.