પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2018નાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં વિશ્વ જૈવઈંધણ દિવસની ઉજવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તેઓ ખેડૂતો, વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને સાંસદોને સંબોધન કરશે.

જૈવઈંધણ ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરવામાં મદદ કરી શકે છે. તેઓ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં યોગદાન આપી શકે છે, ખેડૂતો માટે વધારાની આવક પેદા કરી શકે છે તથા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પેદા કરી શકે છે એટલે જૈવઇંધણો વિવિધ સરકારી પહેલો માટે સુસંગત છે, જેમાં ખેડૂતોની આવક બમણી કરવી અને સ્વચ્છ ભારત અભિયાન પણ સામેલ છે.

કેન્દ્ર સરકારનાં પ્રયાસોનાં પરિણામે, વર્ષ 2013-14માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 38 કરોડ લિટરથી વધારે થયું હતું, વર્ષ 2017-18માં અંદાજે 141 કરોડ લિટર થયું હતું. સરકારે જૂન, 2018માં રાષ્ટ્રીય જૈવઈંધણ નીતિને પણ માન્યતા આપી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ઓગસ્ટ 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour