Quote‘ટોયકોનોમી’માં વધારે ભારતનો બજારહિસ્સો વધારવા અપીલ કરી
Quoteજરૂરિયાતમંદ વર્ગોના વિકાસ અને વૃદ્ધિ માટે રમકડાં ઉદ્યોગના મહત્વ પર ભાર મૂક્યો
Quoteઆપણે સ્થાનિક રમકડાઓને પ્રાધાન્ય આપવાની જરૂર છેઃ પ્રધાનમંત્રી
Quoteદુનિયા ભારતની ક્ષમતા, કળા અને સંસ્કૃતિ તથા સમાજને જાણવા આતુર છે, રમકડાં એમાં મોટી ભૂમિકા ભજવી શકેઃ પ્રધાનમંત્રી
Quoteભારત ડિજિટલ ગેમિંગ માટે પુષ્કળ સામગ્રી અને ક્ષમતા ધરાવે છેઃ પ્રધાનમંત્રી
Quoteભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ રમકડાં ઉદ્યોગના ઇનોવેટર્સ અને સર્જકો માટે સોનેરી તક સમાન છેઃ પ્રધાનમંત્રી

મને તમારી વાતો સાંભળીને બહુ સારું લાગ્યું અને મને ખુશી છે કે, આજે અમારા સાથી મંત્રી પિયૂષજી, સંજયજી, આ તમામ લોકો પણ આપણી સાથે છે. સાથીદારો ટૉયકેથોનમાં જે દેશભરના સહભાગીઓ છે, અન્ય જે મહાનુભાવો છે વગેરે તમામ આજે આ કાર્યક્રમને જોઈ રહ્યાં છે.

આપણા ત્યાં કહેવાય છે – સાહસે ખલુ શ્રીઃ વસતિ એટલે જ્યાં સાહસ, ત્યાં શ્રીનો વાસ. જ્યાં સાહસિકતા હોય, ત્યાં સમૃદ્ધિ વસે છે. આ પડકારજનક સમયમાં દેશના પ્રથમ ટૉયકેથોનનું  આયોજન આ જ ભાવનાને મજબૂત કરે છે. આ ‘ટૉયકેથોનમાં આપણા બાળમિત્રોથી લઈને યુવાન સાથીદારો, શિક્ષકો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોએ પણ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે. પહેલી વારમાં જ દોઢ હજારથી વધારે ટીમોનું ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ થવું – આ ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. આ રમકડાં અને રમતોની બાબતમાં આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મજબૂતી પ્રદાન કરે છે. એમાં કેટલાંક સાથીદારોને બહુ સારા વિચારો પણ બહાર આવ્યાં છે. હમણા કેટલાંક સાથીદારો સાથે મને વાતચીત કરવાની તક પણ મળી. હું આ માટે ફરી એકવાર અભિનંદન આપું છું.

સાથીદારો,

છેલ્લાં 5થી 6 વર્ષ દરમિયાન હેકેથોનને દેશની સમસ્યાઓનું સમાધાન શોધવાનું એક મોટું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. એની પાછળનો વિચાર છે – દેશની યુવાશક્તિને સંગઠિત કરી એને એક માધ્યમ પ્રદાન કરવું. દેશના પડકારો અને સમાધાનો સાથે આપણા યુવાધનને સીધા જોડાવાનો વિચાર છે, પ્રયાસ છે. જ્યારે આ જોડાણ મજબૂત થાય છે, ત્યારે આપણી યુવાશક્તિની પ્રતિભા સામે આવે છે અને દેશને શ્રેષ્ઠ સમાધાન મળે છે. દેશના સૌપ્રથમ ‘ટૉયકેથોન’નો ઉદ્દેશ પણ આ જ છે. મને યાદ છે, મેં રમકડાં અને ડિજિટલ ગેમિંગની દુનિયામાં આત્મનિર્ભરતા અને સ્થાનિક સમાધાનો માટે યુવા સાથીદારોને અપીલ કરી હતી. એનો એક સકારાત્મક પ્રતિભાવ દેશમાં જોવા મળી રહ્યો છે. જોકે થોડા લોકોને એવું પણ લાગે છે કે, રમકડાંને લઈને આટલી ગંભીર ચર્ચાની જરૂર શા માટે છે? હકીકતમાં આ રમકડાં, આ ગેમ્સ – આપણી માનસિક શક્તિ, આપણી રચનાત્મકતા અને આપણા અર્થતંત્ર – આ પ્રકારના અનેક પાસાંઓને પ્રભાવિત કરે છે. એટલે આ વિષયોની વાત પણ એટલી જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે, જો બાળકોની પ્રથમ પાઠશાળા પરિવાર હોય છે, તો પ્રથમ પુસ્તક અને પ્રથમ મિત્ર, આ રમકડાં જ હોય છે. સમાજની સાથે બાળકોનો પ્રથમ સંવાદ આ રમકડાંનાં માધ્યમથી થાય છે. તમે જોયું હશે કે બાળકો રમકડાં સાથે વાતો કરે છે, તેમને સૂચના આપે છે, તેમની પાસે કોઈ કામ કરાવે છે, કારણ કે એનાથી જ તેમના સામાજિક જીવનની એક રીતે શરૂઆત થાય છે. એ જ રીતે આ રમકડાં, આ બોર્ડ ગેમ્સ, ધીમે ધીમે તેમની સ્કૂલ લાઇફનો પણ એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે, શીખવા અને શીખવાડવાનું માધ્યમ બની જાય છે. આ ઉપરાંત રમકડા સાથે જોડાયેલું અન્ય એક મોટું પાસું છે, જેને દરેકે જાણવાસમજવાની જરૂર છે. એ છે – રમકડાં અને ગેમિંગની દુનિયાનું અર્થતંત્ર – ટૉયકોનોમી. જ્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ, ત્યારે મારે તમને જણાવવું છે કે, દુનિયામાં રમકડાનું બજાર લગભગ 100 અબજ ડોલરનું છે. તેમાં ભારતનો હિસ્સો ફક્ત દોઢ અબજ ડોલર જેટલો છે, ફક્ત દોઢ અબજ. એટલું જ નહીં આપણે આપણી જરૂરિયાતના 80 ટકા રમકડાંની પણ વિદેશમાંથી આયાત કરીએ છીએ. એટલે એના પર દેશના કરોડો રૂપિયાનું ધોવાણ થાય છે. આ સ્થિતિને બદલવી બહુ જરૂરી છે. આ ફક્ત આંકડાની વાત નથી, પણ આ ક્ષેત્ર દેશના એ વર્ગો સુધી પહોંચવાનું, એ હિસ્સા સુધી વિકાસના ફાયદા પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે, જ્યાં એની સૌથી વધુ જરૂર છે. આપણો કુટિર ઉદ્યોગ રમત સાથે જોડાયેલો છે, આપણી કળા સાથે જોડાયેલો છે, એની સાથે કારીગરો જોડાયેલા છે – આ કારીગરો ગામડામાં, ગરીબ, દલિત, આદિવાસી સમાજમાં મોટી સંખ્યામાં છે. આપણા આ સાથીદારો બહુ મર્યાદિત સંસાધનો સાથે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિનાં વિવિધ સ્વરૂપો, વિવિધ પાસાંને પોતાની શ્રેષ્ઠ કળા સાથે રમકડાં સ્વરૂપે વ્યક્ત કરે છે. ખાસ કરીને એમાં આપણી બહેનો, આપણી દિકરીઓ બહુ મોટી ભૂમિકા ભજવી રહી છે. રમકડાં સાથે જોડાયેલા ક્ષેત્રના વિકાસમાં, આવી મહિલાઓની સાથે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આપણા આદિવાસી અને ગરીબ સાથીદારોને પણ બહુ મોટો લાભ થશે. પણ જ્યારે આપણે સ્થાનિક રમકડાંઓને વધુ અપનાવીશું, આપણે લોકલ રમકડાંઓ માટે વધારે વોકલ થઇશું, ત્યારે આ શક્ય છે. આપણે આ સાથીદારોનું કૌશલ્ય વધારવા, તેમના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક બનાવવા માટે દરેક સ્તરે પ્રોત્સાહન આપવું પડશે. આ માટે ઇનોવેશનથી લઈને ધિરાણ સુધી નવું મોડલ વિકસાવવું જરૂરી છે. દરેક નવા વિચારને પોષણ આપવું, પ્રોત્સાહન આપવું જરૂરી છે. નવા સ્ટાર્ટઅપ્સને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તથા રમકડાની પરંપરાગત કળાને, કલાકારોને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય, નવી ટેકનોલોજી કેવી રીતે અપનાવી શકાય, નવા બજારોની માગ અનુસાર તેમને કેવી રીતે તૈયાર કરી શકાય – આ તમામ બાબતોનો વિચાર કરવો જરૂરી છે. ‘ટૉયકેથોન’ જેવા આયોજનો પાછળ આ જ વિચાર છે.

|

સાથીદારો,

સસ્તાં ડેટા અને ઇન્ટરનેટમાં આવેલી ઝડપ હાલ દેશનાં દરેક ગામડાને એકતાંતણે બાંધવાનું, ડિજિટલ કનેક્ટ કરવાનું કામ કરી રહી છે. એટલે ફિઝિકલ ખેલ અને રમકડાઓની સાથે સાથે વર્ચ્યુઅલ, ડિજિટલ, ઓનલાઇન ગેમિંગમાં પણ ભારતની સંભાવનાઓ અને ક્ષમતાઓ – બંનેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પણ અત્યારે બજારમાં ઓનલાઇન કે ડિજિટલ ગેમ્સ ઉપલબ્ધ છે, એમાંથી મોટા ભાગની વિભાવના ભારતીય નથી, એ આપણી વિચારસરણી સાથે સંબંધિત નથી. તમે પણ જાણો છો કે, આમાં અનેક ગેમ્સનો કન્સેપ્ટ હિંસાને પ્રોત્સાહન આપે છે અથવા માનસિક તણાવને જન્મ આપે છે. એટલે આપણી જવાબદારી છે કે, ભારતીય ચિંતન આધારરૂપ હોય એવી વિભાવના ધરાવતી વૈકલ્પિક ગેમ્સ બનાવીએ, જે સંપૂર્ણ માનવજાતના કલ્યાણ સાથે જોડાયેલી હોય. એ ટેકનિકલ રીતે શ્રેષ્ઠ હોય, એમાંથી મનોરંજન પણ મળતું હોય અને ફિટનેસ પણ મળતી હોય – ટૂંકમાં એક પંથ દો કાજ. મને સ્પષ્ટપણે જોવા મળે છે કે ડિજિટલ ગેમિંગ માટે જરૂરી સામગ્રી અને ક્ષમતા આપણે ત્યાં પુષ્કળ છે. આપણે ‘ટૉયકેથોન’માં પણ ભારતની આ ક્ષમતાને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એમાં પણ જે આઇડિયા પસંદ થયો છે, એમાં મેથ્સ અને કેમિસ્ટ્રીને સરળ બનાવતા કન્સેપ્ટ છે, અને સાથે સાથે મૂલ્ય આધારિત સમાજને મજબૂત કરતા વિચારો પણ છે. જેમ કે, આ જે આઈ કોગ્નિટો ગેમિંગનો કન્સેપ્ટ તમે આપ્યો છે એમાં ભારતની આ જ તાકાત સામેલ છે. યોગ સાથે વીઆર અને એઆઈ ટેકનોલોજીને જોડીને એક નવું ગેમિંગ સોલ્યુશન દુનિયાને આપવું બહુ સારો પ્રયાસ છે. એ જ રીતે આયુર્વેદ સાથે સંબંધિત બોર્ડ ગેમ પણ પ્રાચીનતા અને આધુનિકતાનો અદ્ભૂત સંગમ છે. જેમ કે થોડા સમય અગાઉ વાતચીત દરમિયાન નવયુવાનોએ જણાવ્યું કે આ સક્ષમ ગેમ દુનિયામાં યોગને દૂર કે છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે.

|

સાથીદારો,

ભારતની વર્તમાન ક્ષમતાને, ભારતની કળા અને સંસ્કૃતિને, ભારતીય સમાજને અત્યારે દુનિયા વધારે સારી રીતે જાણવા-સમજવા બહુ આતુર છે, લોકો સમજવા ઇચ્છે છે. એમાં આપણા રમકડાં અને ગેમિંગ ઉદ્યોગ બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. મારો દરેક યુવા ઇનોવેટર, દરેક સ્ટાર્ટઅપ્સને આગ્રહ છે કે, એક વાતનું બહુ ધ્યાન રાખો. તમારા ખભા પર દુનિયામાં ભારતના વિચારો અને ભારતની ક્ષમતા – આ બંનેનું સાચું ચિત્ર રજૂ કરવાની જવાબદારી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતથી લઈને વસુધૈવ કુટુમ્બકમની આપણી શાશ્વત ભાવનાને સમૃદ્ધ કરવાની જવાબદારી પણ તમારા પર છે. જ્યારે અત્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ રમકડાં અને ગેમિંગ સાથે સંબંધિત તમામ ઇનોવેટર્સ અને સર્જકો માટે એક મોટી તક છે, સોનેરી તક છે. આઝાદીના આંદોલન સાથે જોડાયેલી આવી અનેક ગાથાઓ છે, જેને સામે લાવવી જરૂરી છે. આપણા ક્રાંતિવીરો, આપણા સેનાપતિઓના શૌર્યની, નેતૃત્વના ઘણા પ્રસંગો રમકડાં અને ગેમ્સની વિભાવના સ્વરૂપે તૈયાર કરી શકાય છે. તમે ભારતની લોકપરંપરાને ભવિષ્ય સાથે જોડવા માટે પણ એક મજબૂત સાંકળ છો. એટલે આ બાબત જરૂરી છે કે, આપણું ધ્યાન એવા રમકડાં, એવી ગેમ્સ બનાવવા પર કેન્દ્રિત હોય, જે આપણી યુવા પેઢીને ભારતીયતાના દરેક પાસાંને રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ રીતે પ્રસ્તુત કરે. આપણે સુનિશ્ચિત કરવાનું છે કે - આપણા રમકડાં અને રમતો એકબીજાને જોડે, મનોરંજન પણ પ્રદાન કરે અને જાણકારી પણ આપે. તમારા જેવા યુવાન ઇનોવેટર્સ અને સર્જકો પાસે દેશને બહુ મોટી અપેક્ષાઓ છે. મને પૂરો વિશ્વાસ છે કે, તમે તમારા લક્ષ્યાંકોમાં સફળતા મેળવશો, તમારા સ્વપ્નોને સાકાર કરશો. ફરી એકવાર આ  ‘ટૉયકેથોન’ના સફળ આયોજન માટે હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ઘણી શુભકામનાઓ પાઠવું છું.

  • Jagmal Singh June 28, 2025

    Namo
  • Virudthan May 29, 2025

    🔴🔴🔴🔴हमारा पीएम, हमारा अभिमान 🔴🔴🔴🔴🔴🔴 🔴🔴🔴🔴🔴🔴भारत माता की जय🔴🔴🔴🔴🔴🔴🔴🔴 🔴🔴🔴🔴🔴🔴🔴🔴#OperationSindoor🔴🔴🔴🔴
  • Ratnesh Pandey April 16, 2025

    भारतीय जनता पार्टी ज़िंदाबाद ।। जय हिन्द ।।
  • Jitendra Kumar April 14, 2025

    🙏🇮🇳
  • Dr srushti March 29, 2025

    namo
  • didi December 25, 2024

    '
  • Prakash December 08, 2024

    Jai shree Ram
  • Devendra Kunwar October 17, 2024

    BJP
  • Ajay gupta Akela March 10, 2024

    सादर प्रणाम
  • Ram Raghuvanshi February 26, 2024

    jai shree RAM
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Digital India At 10: A Decade Of Transformation Under PM Modi’s Vision

Media Coverage

Digital India At 10: A Decade Of Transformation Under PM Modi’s Vision
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
List of Outcomes: State Visit of Prime Minister to Ghana
July 03, 2025

I. Announcement

  • · Elevation of bilateral ties to a Comprehensive Partnership

II. List of MoUs

  • MoU on Cultural Exchange Programme (CEP): To promote greater cultural understanding and exchanges in art, music, dance, literature, and heritage.
  • MoU between Bureau of Indian Standards (BIS) & Ghana Standards Authority (GSA): Aimed at enhancing cooperation in standardization, certification, and conformity assessment.
  • MoU between Institute of Traditional & Alternative Medicine (ITAM), Ghana and Institute of Teaching & Research in Ayurveda (ITRA), India: To collaborate in traditional medicine education, training, and research.

· MoU on Joint Commission Meeting: To institutionalize high-level dialogue and review bilateral cooperation mechanisms on a regular basis.