શેર
 
Comments

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં પ્રવાસે જતા અગાઉ તેમણે આપેલા વક્તવ્યનો મૂળ પાઠ નીચે મુજબ છે.

“હું 3 નવેમ્બરનાં રોજ 16મા આસિયાન-ભારત શિખર સંમેલન અને 4 નવેમ્બરનાં રોજ 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન અને રાષ્ટ્રો વચ્ચે ચર્ચાવિચારણા માટે ત્રીજી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બેંગકોકની યાત્રા કરીશ.

આસિયાન સાથે સંબંધિત શિખર સંમેલનો આપણી રાજકીય નીતિનું અભિન્ન અંગ છે અને અમારી એક્ટ-ઇસ્ટ પોલિસીનું મહત્વપૂર્ણ પાસું છે.

આસિયાનની સાથે આપણી ભાગીદારી સંપર્ક, ક્ષમતા નિર્માણ, વાણિજ્ય અને સંસ્કૃતિનાં મુખ્ય સ્તંભોનાં માધ્યમથી મજબૂત છે. આપણે જાન્યુઆરી, 2018માં નવી દિલ્હીમાં એક વિશેષ સ્મારક શિખર સંમેલન દરમિયાન આસિયાનની સાથે પોતાની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ દરમિયાન આપણા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે આસિયાનનાં તમામ દસ સભ્ય દેશોનાં નેતાઓને મુખ્ય અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

હું આસિયાન ભાગીદારોની સાથે પોતાની સહયોગી કામગીરી ઉપરાંત આસિયાન અને આસિયાનનાં નેતૃત્વ કરતાં તંત્રને મજબૂત કરવામાં (દરિયાઈ, જમીન, વાયુ, ડિજિટલ અને લોકોનો લોકો સાથે) સંપર્ક વધારવા તેમજ આર્થિક ભાગીદારીને વધારે ગાઢ બનાવવા તથા દરિયાઈ સાથસહકારનો વિસ્તાર કરવા સાથે સંબંધિત યોજનાઓની પણ સમીક્ષા કરીશ.

અત્યારે ઇસ્ટ એશિયા સમિટ (ઈએએસ) પ્રાદેશિક સહયોગની સ્થાપના કરવા માટેનું એક મુખ્ય પાસું છે. આ નેતાઓનું નેતૃત્વ કરનાર અગ્રણી માળખાગત સુવિધા સ્વરૂપે આસિયાન પર કેન્દ્રિત છે અને એમાં ક્ષેત્રનાં મુખ્ય દેશોનાં સભ્ય અથવા એની સાથે સંબંધિત મહત્વપૂર્ણ હિત સામેલ છે. અમે ઇએએસનાં એજન્ડાનાં મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તથા પોતાનાં વર્તમાન કાર્યક્રમ અને યોજનાઓની સ્થિતિની સમીક્ષા કરીશું. હું આપણી ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશ. આ વિષયમાં ઈએએસ દરમિયાન આસિયાન ભાગીદારો અને અન્ય લોકોની સાથે અમારી મજબૂત સમાનતા જોઈને મને પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે.

આરસીઈપી શિખર સંમેલન દરમિયાન અમે આરસીઇપી ચર્ચામાં પ્રગતિની સમીક્ષા કરીશું. અમે આ શિખર સંમેલન દરમિયાન માલ, સેવાઓ અને રોકાણોમાં ભારતની ચિંતાઓ અને વેપારી હિતો સહિત તમામ મુદ્દો પર ચર્ચાવિચારણા કરીશું.

આસિયાનનાં અધ્યક્ષ તરીકે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી દ્વારા સાતત્યતા પર 4 નવેમ્બરનાં રોજ આયોજિત નેતાઓ માટે એક વિશેષ ભોજન સમારંભમાં પણ હું સામેલ થઈશ.

હું 2 નવેમ્બરનાં રોજ થાઇલેન્ડમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક સ્વાગત સમારંભમાં પણ સહભાગી બનીશ. થાઇલેન્ડમાં હું ભારતીય મૂળનાં લોકો અને પ્રવાસી ભારતીયોને થાઇલેન્ડની સાથે ભારતનાં ગાઢ સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે."

 

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report

Media Coverage

Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ 27 ઓક્ટોબર, 2021ના રોજ 16મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લીધો
October 27, 2021
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો. 16મા પૂર્વ એશિયન શિખર સંમેલનના યજમાન તરીકે બ્રૂનેઈ ઈએએસ અને આસિયાન અધ્યક્ષ સ્વરૂપે રહ્યું  હતું. તેમાં આસિયાન દેશો અને ઓસ્ટ્રેલિયા. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, રશિયા, અમેરિકા અને ભારત સહિત અન્ય ઈએએસમાં સામેલ દેશોના નેતાઓની સહભાગિતા જોવા મળી. ભારત ઈએએસનું સક્રિય સહભાગી રહ્યું છે. આ પ્રધાનમંત્રીનું સાતમુ પૂર્વ એશિયા શિખર સંમેલન હતું.

શિખર સંમેલનમાં પોતાની ટિપ્પણીમાં, પ્રધાનમંત્રીએ ભારત-પ્રશાંતમાં મુખ્ય નેતાઓના નેતૃત્વવાળા મંચ તરીકે ઈએએસના મહત્વની પુષ્ટિ આપી હતી કે જેથી મહત્વની વ્યૂહાત્મક મુદ્દાઓ પરની ચર્ચા કરવા માટે રાષ્ટ્રોને એક સાથે લાવી શકાય. પ્રધાનમંત્રીએ રસી અને મેડિકલ સપ્લાઈઝના માધ્યમથી કોવિડ-19 મહામારી સામે લડવા ભારતના પ્રયાસો પર પ્રકાશ ફેંક્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારી પછીની રિકવરી માટે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન વિશે પણ જાણકારી આપી. તેમણે અર્થવ્યવસ્થા અને ઈકોલોજી તથા સ્થાયી હવામાન સંલગ્ન જીવનશૈલી વચ્ચેના સંતુલનની સ્થાપના પર ભાર મૂક્યો હતો.

16મા ઈએએસમાં ભારત-પ્રશાંત, દક્ષિણ ચીન સાગર, યુએનસીએએલઓએસ, આતંકવાદ અને કોરિયન દ્વિપકલ્પ અને મ્યાંમારની સ્થિતિ સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિકમાં ‘આસિયાન કેન્દ્રીયતા’ અંગે સમર્થન આપ્યું અને આસિયાન આઉટલૂક ઓન ઈન્ડો-પેસિફિક (એઓઆઈપી) તથા ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિયેટિવ (આઈપીઓઆઈ) વચ્ચે તાલમેલ પર પ્રકાશ ફેંક્યો.

ઈએએસ નેતાઓએ માનસિક આરોગ્ય, પ્રવાસનના માધ્યમથી આર્થિક સુધારા અને સાતત્યપૂર્ણ રિકવરી પરના ત્રણ નિવેદનોને સ્વીકાર્યા, જે ભારત દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવ્યા છે. બધુ મળીને, શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી અને અન્ય ઈએએસ નેતાઓ વચ્ચે વિચારોનું ફળદાયી આદાનપ્રદાન થયું.