શેર
 
Comments
Technology is the bridge to achieve ‘Sabka Saath Sabka Vikas’: PM
Challenge of technology, when converted into opportunity, transformed ‘Dakiya’ into ‘Bank Babu’: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે “બ્રિજિટલ નેશન” નામનાં પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું અને એની પ્રથમ નકલ શ્રી રતન ટાટાને અર્પણ કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમ આજે 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હીમાં યોજાયો હતો. આ પુસ્તક શ્રી એન ચંદ્રશેખરન અને શ્રીમતી રુપા પુરુષોત્તમે લખ્યું છે.

ટેકનોલોજી: ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ હાંસલ કરવા માટે સેતુ રૂપ

અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ વિઝનરી બુક લખવા બદલ લેખકોની પ્રશંસા કરી હતી, જેમાં સકારાત્મકતા અને આશાવાદ છે તથા ટેકનોલોજીનાં મહત્ત્વ વિશે ઊંડી જાણકારી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થયું છે, જ્યારે ટેકનોલોજી લાખો ભારતીયોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે.

પ્રધાનમંત્રીએ એ સમજણ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે, ટેકનોલોજી સેતુરૂપ છે, નહીં કે વિભાજનકારક. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજી આકાંક્ષા અને સફળતા, માગ અને પુરવઠો, સરકાર અને શાસન વચ્ચે સેતુનું નિર્માણ કરે છે, જેથી ‘સૌનો સાથ, સૌનો વિકાસ હાંસલ’ થાય. તેમણે જણાવ્યું હતું કે, ઝડપથી વિકસતાં આંકાક્ષી ભારત માટે સકારાત્મકતા, રચનાત્મકતા અને વિધેયાત્મક માનસિકતા આવશ્યકતા છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવીય ઇરાદાઓ વચ્ચે સેતરૂપ બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


ટેકનોલોજી દ્વારા સુશાસનઃ છેલ્લાં પાંચ વર્ષની સફર

પ્રધાનમંત્રીએ રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને પર્ફોર્મ (સુધારા, પરિવર્તન અને કામગીરી) કરવા માટે સરકારી યોજનાનાં મુખ્ય ઘટક તરીકે ટેકનોલોજીએ કેવી રીતે કામ કર્યું છે એ વિશે જાણકારી આપી હતી. તેમણે ઉજ્જવલા યોજનામાં ડેટા ઇન્ટેલિજન્સ, ડિજિટલ મેપિંગ અને રિયલ ટાઇમ મોનિટરિંગનાં ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી લાખો મહિલાઓનાં જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તેમણે એ વિશે પણ વાત કરી હતી કે, ટેકનોલોજીએ જન ધન યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં કેવી રીતે મદદ કરી છે.

પ્રધાનમંત્રીએ એ રૂપરેખા પણ રજૂ કરી હતી કે, સરકારે સરકારી વિભાગોમાં પરંપરાને તોડવામાં ટેકનોલોજી ઉપયોગી થઈ છે અને આ જ ટેકનોલોજીએ ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (જીઇએમ) જેવા ઇનોવેટિવ વિચાર દ્વારા પુરવઠા અને માગની વ્યવસ્થા વચ્ચે સેતુ ઊભો કર્યો છે. તેમણે સમજાવ્યું હતું કે, ટેકનોલોજી કેવી રીતે દેશમાં મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં ઉપયોગી થઈ હતી, ખાસ કરીને ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં, જેનાથી સ્ટાર્ટઅપ્સની સંપૂર્ણપણે નવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ મળી હતી.

ટેકનોલોજીનાં પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની જરૂરિયાત પર વાત કરતાં પ્રધાનમંત્રીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનાં સર્જનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજીએ સંપૂર્ણ પોસ્ટલ સંસ્થામાં પરિવર્તન લાવી દીધું છે અને એને ટેકનોલોજીથી સંચાલિત બેંકિંગ સિસ્ટમ બનાવી દીધી છે, જેથી પોસ્ટલ બેંક દ્વારા લાખો લોકોને ફાયદો થયો છે, જેનાં પરિણામે ‘પોસ્ટમેન’ હવે ‘બેંક બાબુ’ બની ગયા છે.

રાજદૂતો, સરકારી અધિકારીઓ અને મીડિયાની હસ્તાઓની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં વિવિધ દેશોનાં રાજદૂતો અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતાં, જેમાં અમેરિકા, ગ્રેટ બ્રિટન અને પીપલ્સ રિપબ્લિક ચીનનાં રાજદૂતો સામેલ છે. વળી ભારત સરકારનાં કેટલાંક મંત્રાલયોનાં સચિવો, સીઆઇઆઈ, એફઆઇસીસીઆઈ અને નાસ્કોમ સહિત વિવિધ ઔદ્યોગિક સંગઠનોનાં પ્રતિનિધિઓ, રજત શર્મા, નવિકા કુમાર, રાજકમલ ઝા, સુધીર ચૌધરી, સ્મિતા પ્રકાશ જેવી મીડિયા જગતની હસ્તીઓ તથા ટાટા ગ્રૂપનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પુસ્તક વિશે

પુસ્તક ભવિષ્યનું શક્તિશાળી વિઝન પ્રસ્તુત કરે છે, જેમાં ટેકનોલોજી અને મનુષ્ય પારસ્પરિક લાભદાયક ઇકોસિસ્ટમમાં સહ-અસ્તિત્વ ધરાવે છે. એમાં દલીલ કરવામાં આવી છે કે, માનવીય શ્રમને સ્થાને ટેકનોલોજીનો સ્વીકાર કરવાને બદલે ભારત એનો રોજગારીનું વધારે સર્જન કરવામાં મદદરૂપ થાય એ રીતે ઉપયોગ કરી શકે છે. અત્યાધુનિક ડિજિટલ ઉપકરણો આકાંક્ષા અને સફળતાઓ વચ્ચે સેતુરૂપ બનીને કામ કરી શકે છે એટલે એનાં માટે ‘બ્રિજિટલ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Click here to read full text speech

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey

Media Coverage

Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 17th January 2022
January 17, 2022
શેર
 
Comments

FPIs invest ₹3,117 crore in Indian markets in January as a result of the continuous economic comeback India is showing.

Citizens laud the policies and reforms by the Indian government as the country grows economically stronger.