રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને યુક્રેન સંબંધિત નવીનતમ સ્થિતિ વિશે માહિતી આપી
પીએમએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સુસંગત વલણનો પુનરોચ્ચાર કર્યો
નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી
પીએમએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી‌ હતી.

રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને યુક્રેન સંબંધિત નવીનતમ વિકાસ વિશે માહિતી આપી હતી.

રાષ્ટ્રપતિ પુતિનનો વિગતવાર મૂલ્યાંકન બદલ આભાર માનતા, પ્રધાનમંત્રીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સુસંગત વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ દ્વિપક્ષીય કાર્યસૂચિમાં પ્રગતિની પણ સમીક્ષા કરી અને ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Water conservation in India: The community as custodian

Media Coverage

Water conservation in India: The community as custodian
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Delhi meets Prime Minister
March 21, 2026