ચાર વર્ષ પહેલાં કોઈએ એવી કલ્પના પણ નહોતી કરી કે હેલિકોપ્ટર સ્કેમનો મધ્યસ્થી ક્રિશ્ચન માઈકલ કસ્ટડીમાં હશે: વડાપ્રધાન મોદી
આપણી એવી માનસિકતા છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોર્ટમાં સરકાર પર આરોપ મૂકે છે ત્યારે સરકાર જ ખોટી હશે અને આરોપ મુકનાર સાચો હશે. પરંતુ ભ્રષ્ટાચારનો દરેક આરોપ ખોટો સાબિત થયો છે. વડાપ્રધાન
ભારત એક એવો દેશ છે જે ક્યારેય રોકાતો નથી, નીતિ દ્વારા ચાલતું શાસન અને જાણીતી પારદર્શક નીતિઓ દ્વારા વિઘ્નોને દૂર કરવામાં આવ્યા છે: વડાપ્રધાન મોદી
મારું સ્વપ્ન સ્પષ્ટ છે વિશ્વમાં સહુથી યુવાન યુવા વસ્તી ધરાવતો દેશ નાના સ્વપ્નો ન જ જોઈ શકે: વડાપ્રધાન મોદી
ચાર વર્ષ પહેલાં કોઈએ એવી કલ્પના પણ નહોતી કરી કે હેલિકોપ્ટર સ્કેમનો મધ્યસ્થી ક્રિશ્ચન માઈકલ કસ્ટડીમાં હશે: વડાપ્રધાન મોદી
આપણી એવી માનસિકતા છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોર્ટમાં સરકાર પર આરોપ મૂકે છે ત્યારે સરકાર જ ખોટી હશે અને આરોપ મુકનાર સાચો હશે. પરંતુ ભ્રષ્ટાચારનો દરેક આરોપ ખોટો સાબિત થયો છે. વડાપ્રધાન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં રિપબ્લિક ટીવી સમિટને સંબોધન કર્યું હતું.

તેમણે ગઈકાલે મુંબઈની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે વાઇબ્રન્ટ અને સમૃદ્ધ દેશ માટે સકારાત્મક સમાચારનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતને વિજ્ઞાન, નવીનતા અને રમતગમત વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વધારે ઊંચાઈ હાંસલ કરવાની જરૂરિયાત છે. તેમણે મીડિયામાં પણ સકારાત્મક સમાચારોની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સર્જિંગ ઇન્ડિયા” 130 કરોડ ભારતીયોનાં જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે કહ્યુ હતું કે, થોડાં વર્ષો અગાઉ ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા તરફ આગળ વધવું અને ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસમાં આગળ વધવાની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. તેમણે અત્યારે કેવી રીતે અપરાધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને કેવી રીતે ઝડપવામાં આવે છે અને ન્યાય આપવામાં આવે છે એનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે ચાર વર્ષમાં થયેલા સાફસફાઈથી લઈને કરદાતાઓની સંખ્યાઓમાં વધારા સુધી કેવાં પરિવર્તનો આવ્યાં છે એનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર નીતિ સંચાલિત સુશાસન અને અંદાજ બાંધી શકાય એવી પારદર્શક નીતિઓ મારફતે આગળ વધી રહી છે. તેમણે માળખાગત વિકાસની ઝડપી ગતિનો સંદર્ભ આપ્યો હતો. તેમણે માસિક પ્રગતિ બેઠકોનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમાં તેમણે વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવાની બેઠકોનું અધ્યક્ષપદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રૂ. 12 લાખ કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ આ રીતે ઝડપથી આગળ વધી રહ્યાં છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કામગીરીને પગલે કાયદા અને નિયમોનું અનુકરણ કરવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે નાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ભારતની વિદેશી નીતિમાં હવે રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. ભારતનો અવાજ આંતરરાષ્ટ્રીય સ્તરે સંભળાય છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જીએસટીનો 28 ટકા સ્લેબ ટૂંક સમયમાં વૈભવી અને મોજશોખની વસ્તુઓ માટે મર્યાદિત થઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય નાગરિક દ્વારા ઉપયોગમાં લેવાતી લગભગ તમામ ચીજવસ્તુઓ સહિત 99 ટકા ચીજવસ્તુઓને 18 ટકા કે તેનાથી ઓછા જીએસટીનાં સ્લેબમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s digital economy enters mature phase as video dominates: Nielsen

Media Coverage

India’s digital economy enters mature phase as video dominates: Nielsen
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
May 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, May 31st. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.