શેર
 
Comments
Technology can be beneficial in reducing poverty to a great extent: PM Modi
High Speed Rail project project would bring in latest technology and ensure fast-paced progress: PM Modi
Whether it is railways, highways, waterways or airways, we are focusing on all areas. Integrated transport system is the dream of new India: PM
Our efforts are to provide benefits of new technology to the common man: PM Modi
Economic development has a direct relation with productivity. Our aim is: More productivity with high-speed connectivity: PM Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ આજે સંયુક્તપણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું.

 

 

આ પ્રસંગે અમદાવાદમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ “ન્યૂ ઇન્ડિયા”ની આકાંક્ષા અને ઇચ્છાશક્તિ વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે આ પ્રસંગે ભારતની જનતાને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપ અને પ્રગતિ પ્રદાન કરશે તથા ઝડપથી પરિણામો મળશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારનું ધ્યાન હાઈ સ્પીડ જોડાણ મારફતે ઉત્પાદકતા વધારવા પર કેન્દ્રીત છે. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ માટે ભારતને ટેકનિકલ અને નાણાકીય મદદ કરવા બદલ જાપાનનો આભાર માન્ય હતો. તેમણે પ્રધાનમંત્રી આબેની આ પ્રોજેક્ટ આટલાં ટૂંકા ગાળામાં લોન્ચ થયો એ હકીકતમાં પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ હાઈ સ્પીડ રેલવે બે શહેરોની સાથે સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને એકબીજાની નજીક લાવશે. તેમણે કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ કોરિડોરને સમાંતર નવી આર્થિક વ્યવસ્થા વિકસી રહી છે અને સંપૂર્ણ વિસ્તાર એક આર્થિક ઝોન બની જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો ટેકનોલોજી સામાન્ય નાગરિકને લાભ પ્રદાન કરે, તો જ તે ઉપયોગી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં ટેકનોલોજીના હસ્તાંતરણથી ભારતીય રેલવેને લાભ થશે અને “મેક ઇન ઇન્ડિયા” પહેલને પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ અને માનવસમાજ માટે ઉપયોગી છે. તેમણે જણાવ્યું હતું કે, “હાઈ-સ્પીડ કોરિડોર” ભવિષ્યમાં ઝડપી વૃદ્ધિ માટેનો વિસ્તાર બનશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધા વિકસાવવામાં આવે એ સુનિશ્ચિતતા કરવા સરકાર કામ કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દરેક વ્યક્તિ શક્ય એટલા ઓછા સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા ખભેખભો મિલાવીને કામ કરશે

અગાઉ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ કહ્યું હતું કે, ઇન્ડિયા-જાપાન પાર્ટનરશિપ વિશેષ, વ્યૂહાત્મક અને વૈશ્વિક છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને થોડા વર્ષ પછી બુલેટ ટ્રેનની બારીમાંથી ભારતની સુંદરતા જોવાની આશા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text of speech

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Nine years of hope, aspiration and trust

Media Coverage

Nine years of hope, aspiration and trust
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We have strived to uphold the dignity and enhance the livelihoods of India's poorest: PM
May 30, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has shared a creative highlighting numerous initiatives that have transformed millions of lives over the past 9 years.

The Prime Minister tweeted;

“Over the past 9 years, we have strived to uphold the dignity and enhance the livelihoods of India's poorest. Through numerous initiatives we have transformed millions of lives. Our mission continues - to uplift every citizen and fulfill their dreams.”