India will emerge stronger only when we empower our daughters: PM Modi
In almost 70 years of independence, sanitation coverage which was merely 40%, has touched 98% in the last five years: PM
Our government is extensively working to enhance quality of life for the poor and middle class: Prime Minister

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેઓ મહિલા સરપંચોનાં સંમેલન સ્વચ્છ શક્તિ – 2019માં સહભાગી થયા હતા અને દેશભરની મહિલા સરપંચોનું સ્વચ્છ શક્તિ – 2019 પુરસ્કારથી સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં આયોજિત સ્વચ્છ સુંદર શૌચાલય પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે હરિયાણામાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર ખટ્ટર તથા અન્ય મહાનુભાવનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરનાં સ્વચ્છાગ્રહીઓ એકમંચ પર આવવાથી નવા ભારત માટે સ્વચ્છ ભારતનો નિર્ધાર મજબૂત થયો છે.

હરિયાણાનાં લોકો સાથે આગળનાં સંબંધને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય વન રેન્ક વન પેન્શનથી બેટી બચાઓ, બેટી પઢાઓનાં શુભારંભ સુધી હરિયાણા પથપ્રદર્શક રહ્યું છે તેમજ આયુષ્માન ભારતનાં પ્રથમ લાભાર્થી પણ હરિયાણાથી હતા, જેમણે એક દિકરીને જન્મ આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, સશક્ત મહિલા જ સક્ષમ સમાજ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ, ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય પોષણ અભિયાન, પ્રધાનમંત્રીનું સુરક્ષિત માતૃત્વ અભિયાન, જેમાં માતૃત્વની રજાઓ 12 અઠવાડિયાઓથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહિલાઓને પ્રથમ મકાનની માલિકી આપવા જેવી યોજનાઓએ કેવી રીતે મહિલાઓને સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એ વિશે વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “અમારી આ પહેલી સરકાર છે કે જેણે બળાત્કાર બદલ મૃત્યુદંડની સજાની જોગવાઈ કરી.”

તેમણે જણાવ્યું હતું કે, મુદ્રા અંતર્ગત અંદાજે 75 ટકા લોન મહિલા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે. આશરે 6 કરોડ મહિલાઓ દિનદયાલ અંત્યોદય યોજના હેઠળ સ્વયંસહાય જૂથોમાં સામેલ થઈ છે અને આ પ્રકારનાં સ્વયંસહાય જૂથોને રૂ. 75000 કરોડથી વધારેની લોન પ્રદાન કરી છે. આ વર્ષ 2014ની આગળનાં ચાર વર્ષમાં ફાળવવામાં આવેલી રકમથી 2.5 ગણી વધારે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સ્વચ્છ શૌચાલયોનાં અભાવને કારણે અમારી માતાઓ અને પુત્રીઓને સતત સંઘર્ષ કરવો પડતો હતો, જેનાથી હું દ્રવિત થઈ ગયો છું. મેં લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. આઝાદીનાં 70 વર્ષમાં સ્વચ્છતાનો વ્યાપ આશરે 40 ટકા હતો. જે અત્યારે 98 ટકા પર પહોંચ્યો છે. છેલ્લાં સાડા ચાર વર્ષમાં 10 કરોડથી વધારે શૌચાલયો બન્યા છે. 600 જિલ્લાઓમાં 5 લાખ ગામડાઓ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયા છે. એનાથી તેમનાં જીવનને સન્માન મળ્યું છે.”

પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાંથી ઝજ્જર જિલ્લામાં ભડસામાં રાષ્ટ્રીય કેન્સર સંસ્થાન (એનસીઆઈ)નું ઉદઘાટન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર તમામ લોકોને સ્વાસ્થ્યની સારસંભાળની સુવિધાઓ સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહી છે, ખાસ કરીને જેઓ આ ખર્ચ ઉઠાવી શકે એમ નથી કે જેમનાં માટે આ ખર્ચ વધારે છે. પોતાની સરકારનાં પ્રયાસો જણાવતાં તેમણે કહ્યું હતું કે, દેશમાં આરોગ્યા સુવિધાઓ અને સંસ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં 21 એઈમ્સ કાર્યરત છે અથવા ઝડપી નિર્માણનાં વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ 21 એઈમ્સમાંથી 14 એઈમ્સની શરૂઆત વર્ષ 2014 પછી થઈ છે. અત્યારે 1.5 લાખ વેલનેસ સેન્ટર અને આયુષ્માન ભારતની સ્થાપના સાથે અમે તમામ માટે સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા કામ કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં શ્રી ક્રિષ્ના આયુષ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો, જે વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ વિશ્વવિદ્યાલય છે, જેમાં આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથિક ચિકિત્સા પ્રણાલી મારફતે સારવાર અને તેનું શિક્ષણ આપવામાં આવશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરનાલમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આરોગ્યા વિશ્વવિદ્યાલય, પંચકુલામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને ફરિદાબાદમાં ઇએસઆઇસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનું શિલારોપાણ કર્યું હતું.

‘બેટલ્સ ઑફ પાણીપત મ્યુઝિયમ’ (પાણીપત યુદ્ધો સંગ્રહાલય)નો શિલાન્યાસ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાણીપતનું યુદ્ધ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવતું જાગતું ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ હરિયાણાનાં નાગરિકોનાં જીવનને સ્વસ્થ અને સરળ બનાવવા ઉપરાંત યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સ્વચ્છ ભારત અભિયાને કેવી રીતે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે અને નાઇજીરિયામાં એનું પુનરાવર્તન કેવી રીતે કરી શકાશે તેનો અભ્યાસ કરવા માટે ત્યાંનુ પ્રતિનિધિત્વમંડળ આવ્યું છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic

Media Coverage

Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025

The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister’s Office posted on X;

“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.

@CMOGuj”