Ujjwala Yojana has positively impacted the lives of several people across India: PM
Ujjwala Yojana has strengthened the lives of the poor, marginalised, Dalits, Tribal communities.
This initiative is playing a central role in social empowerment: PM Ujjwala Yojana is leading to better health for India's Nari Shakti: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના ઉજ્જવલા લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રી સાથે સંવાદ માટે દેશભરમાં 600થી વધું કેન્દ્રો પર ત્રણ ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અંદાજે 10 લાખ લોકોએ વિવિધ માધ્યમો દ્વારા આ સંવાદને નિહાળ્યો હતો જેમાં નરેન્દ્ર મોદી એપ તેમજ વિવિધ ટીવી સમાચાર ચેનલો અને સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે.

ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓ સાથે ચર્ચા કરીને અને તેમના અનુભવો વહેંચવના પ્રસંગે ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઉજ્જવલા યોજના એ પ્રગતિનું પ્રતીક બની ગઈ છે. તેમણે ઉમેર્યું કે, તે નોંધપાત્ર સામાજિક બદલાવ લાવી રહી છે જે દેશના સંપૂર્ણ વિકાસમાં મદદરૂપ થઇ રહી છે.

ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 4 કરોડ મહિલાઓએ એલપીજીના જોડાણો મેળવ્યા છે. એક રીતે 1955 થી 2014 સુધીના છ દસકાના સમયગાળામાં 13 કરોડ એલપીજીના જોડાણો આપવામાં આવ્યા હતા જ્યારે તેની સરખામણીમાં વર્ષ 2014થી લઈને ચાર વર્ષ દરમિયાન અંદાજે 10 કરોડ એલપીજીના જોડાણો આપવામાં આવ્યા છે.

પોતાના પ્રારંભિક સંબોધનમાં પ્રધાનમંત્રીએ ગૃહિણીઓના જીવનને સરળ બનાવવાના મહત્વને ભારપૂર્વક દર્શાવવા માટે 1933માં મુનશી પ્રેમચંદ દ્વારા લખવામાં આવેલ એક વાર્તાને ટાંકી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા દ્વારા આરોગ્ય સુધર્યું છે, ઝેરી ધુમાડાથી મુક્તિ મળી છે અને સ્વચ્છ ઈંધણ પ્રાપ્ત થયું છે. મહિલાઓ પાસે હવે વધારાની આવક કમાવા માટે મોટી તક રહેલી છે કારણ કે રસોઈમાં લગતો સમય હવે ઘટી ગયો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એ બાબતનું ખાસ ધ્યાન રાખી રહી છે કે આ યોજનામાં કોઈપણ વચેટિયાઓ સામેલ ન હોય અને પારદર્શક પ્રક્રિયા દ્વારા જ લાભાર્થીઓને પસંદ કરવામાં આવે.

તેમણે કહ્યું કે ભારતમાં 69 ટકા ગામડાઓ પાસે હવે 100 ટકા એલપીજીની ઉપલબ્ધતા છે જ્યારે 81 ટકા ગામડાઓમાં 75 ટકાથી વધુ એલપીજીની ઉપલબ્ધતા છે.

પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરતા લાભાર્થીઓએ વર્ણન કર્યું કે કઈ રીતે એલપીજીના જોડાણોએ રસોઈમાં લગતા સમયમાં ઘટાડો કર્યો છે અને સમગ્ર પરિવાર માટે જીવનની ગુણવત્તામાં સુધરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s passenger vehicle retail sales soar 22% post-GST reforms: report

Media Coverage

India’s passenger vehicle retail sales soar 22% post-GST reforms: report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the enduring benefits of planting trees
December 19, 2025

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam that reflects the timeless wisdom of Indian thought. The verse conveys that just as trees bearing fruits and flowers satisfy humans when they are near, in the same way, trees provide all kinds of benefits to the person who plants them, even while living far away.

The Prime Minister posted on X;

“पुष्पिताः फलवन्तश्च तर्पयन्तीह मानवान्।

वृक्षदं पुत्रवत् वृक्षास्तारयन्ति परत्र च॥”