વર્ષ 1971 પછી પહેલીવાર દેશના લોકોએ સત્તાને સમર્થન કરતો જનાદેશ આપ્યો છે : વડાપ્રધાન મોદી
નવી ભારતના સ્વપ્ન અને મહત્વાકાંક્ષાને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું : વડા પ્રધાન મોદી
ભારત અને જાપાન કાર બનાવવા થી લઈને હવે બુલેટ ટ્રેન બનાવવામાં સહકાર કરી રહ્યા છે: વડા પ્રધાન મોદી

જાપાનમાં રહેનારા ભારતના મિત્રો અને મોટી સંખ્યામાં અહિં પધારેલા ભારતીય સમુદાયના મારા તમામ સાથીઓ, આપ સૌને નમસ્કાર.

હું વિચારી રહ્યો હતો કે મને કોબે કેમ લઇ જઈ રહ્યા છે. કેટલી વાર આવ્યો છું, આટલા બધા ચહેરા છે. મે કહ્યું તમે મને કેમ લઇ જઇ રહ્યા છો, કોણ આવશે? પરંતુ હું જોઈ રહ્યો છું કે પહેલા કરતા તમારો ઉત્સાહ વધી જ રહ્યો છે. આ પ્રેમ માટે હું તમારો ખૂબ–ખૂબ આભારી છું.

આશરે 7 મહિના પછી એક વાર ફરી મને જાપાનની ધરતી પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ગઈ વખતે પણઅહિં વસેલા આપ સૌ સાથીઓ સાથે અને જાપાની મિત્રો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. એ સંયોગ જ છે કે ગયા વર્ષે જ્યારે હું અહિં આવ્યો હતો,ત્યારે મારા પ્રિય મિત્ર શિન્જો આબેના ચૂંટણીના પરિણામો આવી ગયા હતા અને આપ સૌએ તેમના પર વિશ્વાસ પ્રદર્શિત કર્યો હતો.અને આજે જ્યારે હું તમારી વચ્ચે છું તો દુનિયાના સૌથી મોટા લોકશાહી ભારતે આ પ્રધાન સેવક પર પહેલા કરતા પણ વધુ વિશ્વાસ વધુ પ્રેમ પ્રદર્શિત કર્યો છે.

મને ખબર છે કે તમારામાંથી અનેક સાથીઓનું આ જનમતમાં યોગદાન રહ્યું છે. કોઈએ ભારત આવીને પ્રત્યક્ષ કામ કર્યું, મહેનત કરી, 40-45 ડીગ્રી તાપમાનમાં કામ કરતા રહ્યા, કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટર, ફેસબુક, નરેન્દ્ર મોદી એપ, જે પણ જગ્યાએથી જે પણ વાત કહી શકો છો, પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોએ પોતાના ગામમાં પોતાના જૂના મિત્રોને પત્રો લખ્યા, ઈ–મેઈલ મોકલ્યા, એટલે કે તમે પણ એક રીતે કોઈ ને કોઈ રૂપમાં ભારતના આ લોકતંત્રના ઉત્સવને વધુ શક્તિશાળી બનાવ્યો અને વધુ પ્રાણવાન બનાવ્યો અને તેની માટે પણ આપ સૌનો હું ખૂબ–ખૂબ આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ, 130 કરોડ ભારતીયોએ પહેલા કરતા પણ મજબૂત સરકાર બનાવી છે અને તે પોતાનામાં જ એક બહુ મોટી ઘટના છે અને ત્રણ દાયકા બાદ પહેલી વાર સતત બીજી વખત પૂર્ણ બહુમતની સરકાર બનાવી છે. ભારત જેવો વિશાળ દેશ, તેમાં આ સિદ્ધિ સામાન્ય નથી. અને આમ તો 1984માં પણ સતત બીજી વખત એક પાર્ટીની સરકાર બની હતી પરંતુ તે વખતના સંજોગો તમને ખબર છે. કારણો શું હતા તે પણ ખબર છે. લોકો મત આપવા કેમ ગયા હતા, તે પણ ખબર છે અને એટલા માટે હું તેનું વર્ણન નથી કરતો. પરંતુ એ વાત સાચી છે કે 1971 પછી દેશે પહેલીવાર એક સરકારનેપ્રો–ઇન્કમબન્સી જનાદેશ આપ્યો છે.

સાથીઓ,  આ જે પ્રચંડ જનાદેશ ભારતે આપ્યો છે, તમને ખુશી થઇ કે ન થઇ? તો આ જીત કોની છે? જ્યારે હું તમારી પાસેથી આ જવાબ સાંભળું છું, એટલો આનંદ થાય છે કે સચ્ચાઈની જીત છે. આ હિન્દુસ્તાનની લોકશાહીની જીત છે. ભારતના મનને તમે જાપાનમાં બેસીને પણ સારી રીતે સમજી શકો છો, અનુભવ કરી શકો છો, તેની મહત્વાકાંક્ષાઓ અને તમારી મહત્વાકાંક્ષાઓની વચ્ચે કોઈ તફાવત નથી અનુભવાતો, ત્યારે જઈને આ જવાબ તમારા મોંઢેથી સાંભળવાનો અવસર મળે છે અને ત્યારે મનનેખૂબ સંતોષ થાય છે કે અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ.

 

ક્યારેક ક્યારેક સ્ટેડિયમાં આપણે ક્રિકેટ મેચ જોઈએ છીએ તો પાછળથી ખબર પડે છે કે આઉટ કેવી રીતે થયો, બોલ ક્યાંથી ગયો હતો, પરંતુ જે ઘરમાં ટીવી પર જુએ છે, દૂરથી જુએ છે, તેને તરત જ ખબર પડી જાય છે કે વેવલેન્થમાં ગરબડ છે, એટલા માટે આઉટ થયો છે. અને એટલા માટે તમે આટલે દૂર બેસીને હિન્દુસ્તાનને જુઓ છો તો સત્ય પકડવાની તાકત તમારી વધુ છે. અને એટલા માટે પણ તમારો આ જવાબ સચ્ચાઈની જીત, લોકશાહીની જીત, દેશવાસીઓની જીત મારી માટે આ જવાબ બહુ મોટુ મહત્વ ધરાવે છે,મને એક નવી તાકાત આપે છે, નવી પ્રેરણા આપે છે. અને તેણી માટે હું તમારો ખૂબ આભારી છું.

લોકશાહીના મુલ્યો પ્રત્યે સમર્પિત રહીને આશાઓ અને આકાંક્ષાઓ પ્રત્યે વિશ્વાસ– આ જીતની પાછળ પણ એક કારણ છે. તમે કલ્પના કરો 61 કરોડ મતદાતાઓએ 40-45 ડીગ્રી તાપમાનમાં પોતાના ઘરથી કયાંય દૂર જઈને મત આપ્યો છે, 61 કરોડ! અને ભારતમાં લોકશાહીની વિશાળતા, વ્યાપકતા, તેનો પણ અંદાજ– 10 લાખ દસ લાખ મતદાન કેન્દ્રો, ચાલીસ લાખથી વધુ ઈવીએમ મશીનો, છસ્સોથી વધુ રાજકીય પક્ષો સક્રિય હતા, ચૂંટણીમાં ભાગીદાર હતા, અને આઠ હજારથી વધુ ઉમેદવારો; કેટલો મોટો ઉત્સવ હશે લોકશાહીનો! માનવતાના ઈતિહાસમાં આનાથી મોટી લોકશાહી ચૂંટણી નથી થઇ અને દરેક ભારતીયને આ બાબતનો ગર્વ થવો જોઈએ.

ભવિષ્યમાં આ રેકોર્ડને જો કોઈ તોડશે, આ રેકોર્ડને જો કોઈ વધુ સારો બનાવશે તો તે હક પણ હિન્દુસ્તાનના હાથમાં જ છે. એક રીતે તેનો કોપીરાઈટ ભારતની પાસે છે. ભારતીય તરીકે આપણને સૌને, ભારતના શુભચિંતકોને તો આની પર ગર્વ છે જ, સમગ્ર વિશ્વને પણ આ પ્રેરણા આપનાર છે. તેનાથી ફરી સાબિત થયું કે લોકશાહી પ્રત્યે ભારતના સામાન્ય જનની નિષ્ઠા અતૂટ છે. આપણી લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી પ્રણાલી દુનિયામાં અગ્રણી છે.

સાથીઓ, ભારતની આ જ શક્તિ 21મી સદીના વિશ્વને નવી આશા આપનારી છે. આ ચૂંટણી, તેનો પ્રભાવ, માત્ર ભારત સુધી સિમિત રહેવાનો નથી; વિશ્વના લોકશાહી મનને તે પ્રેરિત કરનારી ઘટના છે. ન્યુ ઇન્ડિયાની આશાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે આ જનાદેશ મળ્યો છે. અને આ આદેશ સમગ્ર વિશ્વની સાથે આપણા સંબંધોને પણ નવી ઊર્જા આપશે. હવે દુનિયા ભારતની સાથેજ્યારે વાત કરશે તો તેને વિશ્વાસ છે– હા ભાઈ, આ જનતા જનાર્દન, તેમણે સરકારને પસંદ કરી છે, પૂર્ણ બહુમતી સાથે પસંદ કરી છે અને તેની સાથે જે કંઈ પણ નક્કી કરશે, તે આગળ લઇ જશે– વિશ્વાસ પોતાની જાતે જ ઉત્પન્ન થાય છે.

 

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પૂર્ણ બહુમતવાળી સરકાર હોવી બહુ મોટી વાત હોય છે, પરંતુ પૂર્ણ બહુમતવાળી સરકારમાં પણ પહેલા કરતા વધુ જનમત જ્યારે જોડાય છે તો તે શક્તિ તો વધે છે, પરંતુ તેના કરતા વધુ વિશ્વાસ વધે છે.

સૌનો સાથ સૌનો વિકાસ, અને તેમાં લોકોએ અમૃત ભેળવ્યું, સૌનો વિશ્વાસ. આ જ મંત્ર પર અમે ચાલી રહ્યા છીએ– તે ભારત પર દુનિયાના વિશ્વાસને પણ વધુ મજબૂત કરશે અને વિશ્વને આશ્વસ્ત કરશે– આ જ હું અનુભવ કરી રહ્યો છું, તે વિશ્વને આશ્વસ્ત કરશે.

સાથીઓ, જ્યારે દુનિયાની સાથે ભારતના સંબંધોની વાત આવે છે તો જાપાનનું તેમાં એક મહત્વનું સ્થાન છે. આ સંબંધો આજના નથી પરંતુ સદીઓના છે. તેના મૂળમાં આત્મીયતા છે, સદભાવના છે, એક બીજાની સંસ્કૃતિ અને સભ્યતાની માટે સન્માન છે. આ સંબંધોની એક કડી મહાત્મા ગાંધીજી સાથે પણ જોડાયેલી છે. સંયોગથી પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતીનું પણ આ વર્ષ છે.ગાંધીજીની એક શિક્ષા નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ અને તે શિક્ષા હતી– ખરાબ જોવું નહી,ખરાબ સાંભળવું નહી, ખરાબ બોલવું નહી. ભારતનું નાનામાં નાનું છોકરું પણ આને બહુ સારી રીતે જાણે છે. પરંતુ બહુ ઓછા લોકોને એક ખબર છે કે જે ત્રણ વાંદરાઓને આ સંદેશ માટે બાપુએ પસંદ ર્ક્યા– તેમના જન્મદાતા 17મી સદીનું જાપાન છે. મિજારું,કીકાજારું અને ઈવાજારુ– જાપાનની ધરોહર છે, જેમને પૂજ્ય બાપુએ એક મહાન સામાજિક સંદેશની માટે પ્રતીકાત્મક રૂપે પસંદ કર્યા અને તેનો પ્રચાર– પ્રસાર કર્યા.

સાથીઓ આપણા આચરણ, વ્યવહાર અને સંસ્કારની આ કડી જાપાનમાં બૌદ્ધ ધર્મના પણઆગમન પહેલાની કહેવાય છે. હમણાં આવતા મહીને ક્યોટોમાં ગીયોન તહેવાર આવવાનો છે અને આ ગીયોન તહેવારમાં જે રથનો ઉપયોગ થાય છે, તેની સજાવટ ભારતીય રેશમના દોરાઓ વડે થાય છે. અને આ પરંપરા આજની નથી, અગણિત કાળથી ચાલતી આવી રહી છે.

એ જ રીતે શીચીફુકુજીન– સૌભાગ્યના સાત દેવતાઓ, તે સાત દેવતાઓમાંથી ચારનો સંબંધ સીધે સીધો ભારત સાથે છે. માં સરસ્વતીના બેન્જાઈટીન, માં લક્ષ્મીની કીચીજોટેન, ભગવાન કુબેરની વિશામોન અને મહાકાલની દાઈકોકુતેનના રૂપમાં જાપાનમાં માન્યતા છે.

સાથીઓ, ફેબ્રિક પ્રિન્ટીંગની જુશાબોરી કલામાં ભારત અને જાપાનના સંબંધોનો બહુ જુનો નાતો છે, એકસૂત્રતા છે. ગુજરાતના કચ્છ અને જામનગરમાં સદીઓથી જેને બાંધણી કહે છે, કોઈ બાંધણી કહે છે અને કોઈ બંદાની બોલે છે, તેના કલાકાર આ કલામાં તે જ રેઝીસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરે છે જે અહિં પણ સદીઓથી વપરાતી આવી છે. એટલે કે જાપાનમાં તે કામ કરનારા લોકો અને કચ્છમાં જામનગરમાં કરનારા તમને એમ જ લાગશે કે તમે જાપાનમાં છો અને જાપાનવાળા ત્યાં જશે તો લાગશે કે ગુજરાતમાં છીએ, એટલી સમાનતા છે. એટલું જ નહિં – આપણી બોલચાલના પણ કેટલાક સૂત્ર છે જે આપણને જોડે છે. જેભારતમાં ધ્યાન કહેવામાં આવે છે તેને જાપાનમાં ઝેન કહેવાય છે અને જેને ભારતમાં સેવા કહેવાય છે તેને જાપાનમાં પણ સેવા જ કહેવાય છે. સેવા પરમો ધર્મઃ એટલે કે નિઃસ્વાર્થ સેવાએ ભારતીય દર્શનમાં સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, ત્યાં જ જાપાનના સમાજમાં તેને જીવીને દેખાડ્યો છે.

સાથીઓ, સ્વામી વિવેકાનંદ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, જસ્ટીસ રાધા વિનોદપાલ સહિત અનેક ભારતીયોએ જાપાનની સાથે આપણા સંબંધોને મજબૂત કર્યા છે. જાપાનમાં પણ ભારત અને ભારતીયોની માટે પ્રેમ અને સન્માનનો ભાવ રહ્યો છે.

આનું જ પરિણામ હતું કે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછીથી જ ભારત જાપાનની વચ્ચેના સંબંધો વધુ મજબૂત થવા લાગ્યા છે.લગભગ બે દાયકા પહેલા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી અને પ્રધાનમંત્રી યોશીરો મોરીજીએ સાથેમળીને આપણા સંબંધોને વૈશ્વિક ભાગીદારીનું રૂપ આપ્યું હતું.

2014માં પ્રધાનમંત્રી બન્યા પછી મને મારા મિત્ર પ્રધાનમંત્રી શિન્જો આબેની સાથે મળીને આ દોસ્તીને મજબૂત કરવાનો મોકો મળ્યો. અમે અમારા રાજદ્વારી સંબંધોને રાજધાનીઓ અને રાજનાયકોની ઔપચારિકતાની મર્યાદામાંથી બહાર કાઢીને સીધી જનતાની વચ્ચે લઇ ગયા. પ્રધાનમંત્રી આબેની સાથે મેં ટોક્યો સિવાય ક્યોટો, ઓસાકા, કોબે, યમાનાસી, તેણી યાત્રાઓ પણ કરી.અહિં કોબે તો હું, ક્યારેક–ક્યારેક ભૂલ થઇ જાય છે, ક્યારેક કહું છું ચાર વખત, ક્યારેક કહું છું પાંચ વખત, ક્યારેક કહું છું ત્રણ વખત, એટલે કે વારંવાર આવ્યો છું. અનેપ્રધાનમંત્રી નહોતો ત્યારે પણ આવતો હતો, તમારી સાથે બેસતો હતો.પ્રધાનમંત્રી આબેજીએ ગયા વર્ષે યમાનાસીમાં પોતાના ઘરે તેમણે મારું સ્વાગત કર્યું હતું. તેમનો આ વિશેષ ભાવ દરેક હિન્દુસ્તાનીના દિલને સ્પર્શી જનારી બાબત હતી, નહિતર રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારનો અંગત સ્પર્શ બહુ ઓછો જોવા મળે છે.

દિલ્હી સિવાય અમદાવાદ અને વારાણસી પ્રધાનમંત્રી આબેજીને મારા મિત્રને લઇ જવાનું સૌભાગ્ય મને મળ્યું છે. પ્રધાનમંત્રી આબે મારા સંસદીય ક્ષેત્ર અને દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ અને આધ્યાત્મિક નગરીમાંથી એક– કાશીમાં ગંગા આરતીમાં પણ સામેલ થયા. અને માત્ર સામેલ જ નથી થયા, તેમનેજ્યારે જ્યાં પણ કૈક બોલવાનો અવસર મળ્યો, તે આરતી વખતે તેમણે જે અધ્યાત્મની અનુભૂતિ કરી હતી, તેનો ઉલ્લેખ કર્યા વિના તેઓ રહ્યા નહી, આજે પણ તેનો ઉલ્લેખ કરે છે. તેમની આ છબી પણ દરેક ભારતીયના મનમાં વસી ગઈ છે.

સાથીઓ, વીતેલા છ દાયકાઓ કરતા વધુ સમયમાં ભારતની વિકાસ યાત્રામાં જાપાનની એક મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. 21મી સદીના ન્યુ ઇન્ડિયામાં આ ભૂમિકા વધુ મજબૂત થવાની છે. 1958માં જાપાને પોતાની પહેલી યેન લોન ભારતને જ મંજુર કરી હતી, 1958માં. તે પછીથી જ જાપાની કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે અને તેમણે શ્રેષ્ઠ ગુણવત્તા માટે પોતાની એક જુદી જ ઓળખ સ્થાપિત કરી છે.

એક સમય હતો જ્યારે આપણે કાર બનાવવામાં સહયોગ કરતા હતા અને આજે આપણે બુલેટ ટ્રેન બનાવવામાં સહયોગ કરી રહ્યા છીએ. આજે પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી ભારતનો એવો કોઈ ભાગ નથી જ્યાં જાપાનના પ્રોજેક્ટ્સ અથવા રોકાણોએ પોતાની છાપ ના છોડી હોય. એ જ રીતે ભારતનું કૌશલ્ય અને માનવબળ અહિં જાપાનની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.

 

સાથીઓ, ન્યુ ઇન્ડિયામાં અમારો આ સહયોગ વધુ વ્યાપક બનવાનો છે. અમે આવનારા પાંચ વર્ષોમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યની સાથે આગળ વધી રહ્યા છીએ. સામાજિક ક્ષેત્ર અમારી પ્રાથમિકતા છે. તેણી સાથે–સાથે માળખાગત બાંધકામમાં વ્યાપક રોકાણ, તેના ઉપર પણ અમારો ભાર છે. ખાસ કરીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ભારતને આજે સમગ્ર દુનિયામાં રોકાણ માટે એક આકર્ષક અવસરના રૂપમાં સામે રાખે છે. ભારતમાં ડિજિટલ સાક્ષરતા આજેખૂબ ઝડપથી વધી રહી છે.ડિજિટલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ સ્તર પર છે. નવાચાર અને ઇન્કયુબેશનની માટે એક બહુ મોટુ માળખાગત બાંધકામ તૈયાર થઇ રહ્યું છે,એક નવો માહોલનો અનુભવ થઇ રહ્યો છે. તેના જ જોર પર આવનારા પાંચ વર્ષોમાં 50 હજાર સ્ટાર્ટઅપ્સનું ઇકો સીસ્ટમ ભારતને બનાવવાનું લક્ષ્ય અમે રાખ્યું છે.

સાથીઓ, અવારનવાર એવું કહેવાય છે કે આકાશ એ જ મર્યાદા છે, કોઈક જમાનામાં સાચી વાત હતી પરંતુ ભારત આમર્યાદાથી આગળ, આગળ જઈને અવકાશને ગંભીરતાથી ખેડી રહ્યું છે. ભારતની 130 કરોડ જનતાના જીવનને સરળ અને સુરક્ષિત બનાવવા માટે સસ્તી અને અસરકારક અવકાશ ટેકનોલોજી પ્રાપ્ત કરવી એ અમારું લક્ષ્ય છે. મને ખુશી છે કે અમે આ સફળતાની સાથે આગળ વધી રહ્યા છીએ.

હમણાં તાજેતરમાં જ ફેની ચક્રવાત સહિત અનેક પડકારોને ભારત ઓછામાં ઓછા નુકસાનની સાથે સહન કરી શક્યું અને દુનિયાએ તેનીખૂબ પ્રશંસા કરી કે કઈ રીતે સરકારી મશીન, માનવ સંસાધન, અવકાશ ટેકનોલોજી, આ બધાને સાથે મિલાવીને કઈ રીતે પ્રદર્શન કરી શકાય છે, તે ભારતે કરી બતાવ્યું અને તે પણ એક બાજુ સમગ્ર દેશ ચૂંટણીની ભાગદોડમાં વ્યસ્ત હતો, ત્યારે પણ આ કામને શ્રેષ્ઠ રીતે પૂરું કરવામાં આવ્યું અને વિશ્વએ તેની સરાહના કરી છે. અને તેનાથી અમને ઉત્સાહ મળી રહ્યો છે. આ જ કારણ છે કે કેટલાક મહિનાઓમાં જ અમે અમારા મૂન મિશનને આગળ વધારતા ચંદ્રયાન-2 લોન્ચ કરવાના છીએ. વર્ષ 2022 સુધી પોતાનું પ્રથમ માનવીય મીશન, ગગનયાન મોકલવાની તૈયારીમાં અમે છીએ. અને કોઈ હિન્દુસ્તાની ધ્વજ ત્યાં લહેરાવે, તે સપનું લઇને અમે કામ કરી રહ્યા છીએ.

અવકાશમાં અમારું પોતાનું સ્ટેશન હોય, તેણી માટે શક્યતાઓને તપાસવામાં આવી રહી છે. આ જેટલા પણ કામ અમે કરી રહ્યા છીએ, આજેહિન્દુસ્તાનમાં મહત્વાકાંક્ષાથી સભર એક નવો મધ્યમ વર્ગ, એક બહુ મોટો જથ્થો સમાજમાં, જેના સપનાઓ ઘણા બધા છે, જેની આકાંક્ષાઓ ઘણી છે, જેને ઝડપી ગતિએ પરિણામની પ્રતીક્ષા છે, તેને અનુરૂપ અમે વિકાસની નવી નવી ટોચને વિકસિત કરી રહ્યા છીએ.

સાથીઓ આવા સમયમાં જ્યારે સમગ્ર દુનિયા ભારતને સંભાવનાઓના દ્વારના રૂપમાં જોઈ રહી છે ત્યારે જાપાનની સાથે અમારો તાલમેલ પણ નવી ઉંચાઈ નક્કી કરવાનો છે. હું તો એવું માનું છું કે જાપાનની કાઈજન ફિલોસોફી ભારત જાપાન સંબંધોની પ્રગતિ પર પણ લાગુ થાય છે. હુંજ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો તો હું મારાસ્ટાફને એક કાઈજનની તાલીમ આપતો હતો સતતકારણ કે કાઈજનની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જે ક્યારેય રોકાતી નથી. આપણા સંબંધો સતત વધતા રહેશે, બુલંદ થતા રહેશે.

સાથીઓ, પ્રધાનમંત્રીના રૂપમાં આ મારી જાપાનની ચોથી યાત્રા છે, પીએમના રૂપમાં. બધી જ યાત્રાઓમાં મેં જાપાનમાં ભારત પ્રત્યે એક આત્મીયતા, એક પોતાપણાનો અનુભવ કર્યો છે. પોતાની સભ્યતા અને પોતાના મુલ્યો પર ગર્વ કરવો, પ્રતિભા અને ટેકનોલોજીને રાષ્ટ્ર નિર્માણનો ભાગ બનાવવો અને પરંપરાની મર્યાદામાં રહીને બનાવવો તેનો મે જાપાનમાં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. અને આવો અનુભવ કરનારો હું એકલો વ્યક્તિ નથી.

સ્વામી વિવેકાનંદજીએ પણ એક સદી પહેલા જ્યારે જાપાનની યાત્રા કરી હતી તો તેઓ પણ અહિંની સભ્યતા, જનતાના સમપર્ણ અને કાર્ય નીતિ વડેખૂબ પ્રભાવિત થયા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે દરેક ભારતીયએ જાપાનની યાત્રા કરવી જોઈએ પરંતુ તે વખતે જરા વસતિ ઓછી હતી. હવે તે તો શક્ય નહિ બની શકે, દેશના ૩૦ કરોડ લોકો.. ખેર! અમે પણ માનીએ છીએ પરંતુ 130 કરોડ ભારતીયોના પ્રતિનિધિ આપ સૌ અહિંયાં આગળ છો. તમે જાપાનની વાતોને, અહિંની કાર્ય સંસ્કૃતિને, કાર્યનીતિને,અહિંની પ્રતિભાને, અહિંની પરંપરાને, અહિંની ટેકનોલોજીને ભારત પહોંચાડતા રહો અને ભારતની વાતોઅહિંના જન સામાન્યને સંભળાવતા રહો. આ જ સેતુ આપણને નવી શક્તિ આપે છે, નિત્ય નૂતન વ્યવસ્થામાં પરિવર્તિત કરે છે, સંબંધોને પ્રાણવાન બનાવે છે.આ રીવાજો નથી એક જીવંત વ્યવસ્થા છે. અને જીવંત વ્યવસ્થા જન સામાન્યના જોડાવાથી બને છે.

અંતમાં હું મારી વાત સમાપ્ત કરતા પહેલા આપ સૌને, જાપાનવાસીઓ, ભારતવાસીઓની અને મારા તમામ જાપાની બહેનો ભાઈઓ માટે હું કામના કરું છું નવા રેવા એરા– રેવા યુગ. હું આપ સૌના જીવન, આ યુગના નામને અનુરૂપ સુંદર સામંજસ્ય હંમેશા રહે.જાપાનમાં ખાસ કરીને કોબેમાં દર વખતે તમે જે આત્મીયતાથી મારું સ્વાગત, સત્કાર અને સમ્માન કર્યું છે, તેની માટે હું હૃદયપૂર્વક તમારો આભાર પ્રગટ કરું છું.

કદાચ તમને ખબર પડી હશે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો અને ભારત સરકાર યોગના પ્રચાર, પ્રસાર અને વિકાસ વિસ્તરણ માટે કામ કરનારી સંસ્થાઓ, વ્યક્તિઓને હિન્દુસ્તાનમાં પણ અને હિન્દુસ્તાનની બહાર પણ તેમને સન્માનિત કરે છે તેમને ઇનામ આપે છે. તમને ખબર પડી હશે આ વખતે જાપાનમાં યોગ માટે કામ કરનારી સંસ્થાને ભારત સરકારે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. જેખૂબ ગર્વની વાત છે. એટલે કે આપણે બધી રીતે જોડાઈ ગયા છીએ.

આ ગૌરવની સાથે ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનો મને મોકો મળ્યો. તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો. હું તમારો હૃદયથી ખૂબ–ખૂબ આભાર વ્યક્ત કરું છું.

આભાર!

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”