પ્રધાનમંત્રી વારાણસીમાં

Published By : Admin | December 29, 2018 | 17:00 IST

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીનો પ્રવાસ કર્યો હતો.

તેમણે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાનાં સંકુલને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેમણે સંસ્થાની જુદી-જુદી પ્રયોગશાળાઓનું અવલોકન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ દીનદયાળ હસ્તકુલ સંકુલમાં એક જિલ્લા, એક ઉત્પાદન (ઓડીઓપી) પ્રદર્શન નિહાળ્યું હતું.
તેમણે એક સર્વગ્રાહી પેન્શનલ વ્યવસ્થાપન યોજના શરૂ કરી હતી. તેમણે વારાણસીમાં વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કે લોકાર્પણ દર્શાવતી તકતીઓનું અનાવરણ કર્યું હતું.

તેમણે આજે અનાવરણ કરેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ તમામ એકસમાન વિષયવસ્તુ છેઃ જીવનની સરળતા અને વ્યવસાય કરવામાં સુગમતા. તેમણે ઉત્તરપ્રદેશ સરકારની “એક જિલ્લા, એક ઉત્પાદન” યોજનાને “મેક ઇન ઇન્ડિયા”નું વિસ્તરણ ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં નાનાં અને મધ્યમ ક્ષેત્રનાં ઉદ્યોગસાહસની પરંપરા રહી છે. આ સંદર્ભમાં તેમણે ભદોહીનાં શેતરંજીનાં ઉદ્યોગ, મેરઠનો રમતગમતની વસ્તુનો ઉદ્યોગ અને વારાણસીનાં રેશમ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વારાણસી અને પૂર્વાંચલને હસ્તશિલ્પ અને કલાનું કેન્દ્ર ગણાવ્યું હતું. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારાણસી અને નજીકનાં ક્ષેત્રોનાં 10 ઉત્પાદનોને ભૌગોલિક સંકેતનો ટેગ પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું હતું કે, એક જિલ્લા, એક ઉત્પાદન યોજના સારી મશીનો, તાલીમ અને વેચાણનાં સહયોગને સુનિશ્ચિત કરીને કલાની આ અભિવ્યક્તિઓને લાભદાયક વ્યવસાયમાં પરિવર્તિત કરી દેશે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દરમિયાન બે હજાર કરોડ રૂપિયાનાં લોનની વહેંચણી કરવામાં આવશે એવું તેમને કહેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, આ યોજનામાં ઉત્પાદનોનાં નિર્માતાઓ માટે એક સંપૂર્ણ સમાધાન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો છે. તેમણએ જણાવ્યું હતું કે, દીનદયાળ હસ્તાકલા સંકુલ હવે આ અંતિમ લક્ષ્યાંકને પૂર્ણ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સામાન્ય લોકોનાં જીવનને શ્રેષ્ઠ બનાવવા અને વ્યવસાય કરવાની સરળતાને વધારવા માટે કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે શરૂ કરેલી સંપન્ન – ધ સિસ્ટમ ફોર ઑથોરિટી એન્ડ મેનેજમેન્ટ ઑફ પેન્શન યોજના ટેલિકમ્યુનિકેશન વિભાગનાં પેન્શનધારકો માટે ઘણી મદદગાર થશે અને પેન્શનનું સમયસર વિતરણ કરવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર જીવનની સરળતાને શ્રેષ્ઠ બનાવવા અને લોકાભિમુખ સેવાઓની સુવિધાઓને વધારે સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ મારફતે બેંકિંગ સેવાઓ વધારવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો ઉપયોગ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટરથી વધારેનું એક નેટવર્ક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ડિજિટલ રીતે ઘણાં પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી રહ્યું છે. તેમણે દેશમાં ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યામાં મોટી સંખ્યામાં વધારો થવાની ચર્ચા પણ કરી હતી.

 

તેમણે કહ્યું હતું કે, અત્યારે દેશમાં એક લાખથી વધારે પંચાયત બ્રોડબેન્ડ મારફતે પરસ્પર જોડાઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકોની સુવિધા પ્રદાન કરવા ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા યોજના સરકારી કામકાજમાં પારદર્શકતા પણ લાવી રહી છે અને ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવી રહી છે. આ સંદર્ભમાં તેમણે ગર્વમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ કે જીઇએમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જીઇએમ એમએસએમઈ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એમએસએમઈને અધિકારસંપન્ન બનાવવા માટે કટિબદ્ધ છે. એમએસએમઈ માટે લોનની સુવિધા સરળ બનાવીને વ્યવસાય કરવાની સરળતા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એલએનજી મારફતે પૂર્વ ભારતમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા બહુ પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, એનો એક લાભ એ છે કે, અત્યારે વારાણસીમાં કૂકિંગ ગેસ હજારો ઘરોમાં ઉપલબ્ધ થઈ રહ્યો છે.

વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાનાં સંકુલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, આ કેન્દ્ર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીવાડીને વધારે લાભદાયક બનાવવાનાં અમારાં પ્રયાસોનું પરિણામ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશીની કાયાપલટ હવે દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે વિકાસ યોજનાઓનું અનાવરણ થયું છે, તે એ દિશામાં વધારે મદદગાર સાબિત થશે. તેમણે પુનરાવર્તન કર્યું હતું કે, કેન્દ્ર સરકાર ગંગા નદીની સફાઈ માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, લોકોનું સમર્થન એ લક્ષ્યાંકની પ્રાપ્તિની દિશામાં આગળ વધવા માટે સહાયક છે.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વારાણસીમાં આયોજિત થનારા આગામી પ્રવાસી ભારતીય દિવસ સફળ રહેશે.

 

Click here to read PM's speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India advances in 6G race, ranks among top six in global patent filings

Media Coverage

India advances in 6G race, ranks among top six in global patent filings
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds establishment of three AI Centres of Excellence (CoE)
October 15, 2024

The Prime Minister, Shri Narendra Modi has hailed the establishment of three AI Centres of Excellence (CoE) focused on Healthcare, Agriculture and Sustainable Cities.

In response to a post on X by Union Minister of Education, Shri Dharmendra Pradhan, the Prime Minister wrote:

“A very important stride in India’s effort to become a leader in tech, innovation and AI. I am confident these COEs will benefit our Yuva Shakti and contribute towards making India a hub for futuristic growth.”