શેર
 
Comments
દરેક તહેવાર આપણા સમાજને સાથે લાવે છે : પ્રધાનમંત્રી મોદી
આ દિવાળી પર આપણે નારી શક્તિની ઉપલબ્ધીઓની ઉત્સવ મનાવીએ. આ આપણું લક્ષ્મી પૂજન હશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં દ્વારકાનાં ડીડીએ મેદાનમાં આયોજિત દશેરા સમારંભમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ વિજયાદશમીનાં પ્રસંગે દેશનાં નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત તહેવારોની ભૂમિ છે. આપણી જીવંત સંસ્કૃતિનાં કારણે ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં હંમેશા કોઈ પ્રસંગ કે પર્વ ઉજવાતું રહે છે. તહેવારો દ્વારા આપણે ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય પાસાંઓની ઉજવણી કરીએ છીએ. આપણને વિવિધ પ્રકારની કળાઓ, સંગીત, ગીત અને નૃત્યની જાણકારી મળે છે.

તેમણે કહ્યું હતું કે, ભારત શક્તિ અને સાધનાની ભૂમિ છે. છેલ્લાં નવ દિવસોમાં આપણે માતાની પૂજા-અર્ચના કરી. આ જ ભાવનાઓને આગળ લઈ જઈને આપણે મહિલાઓનું સન્માન કરવા અને તેમનાં સશક્તીકરણ તરફ આગળ લઈ જવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ દરમિયાન ઘરની લક્ષ્મી પર તેમની ચર્ચાનું સ્મરણ કરીને આ દિવાળીમાં આપણી નારીશક્તિની ઉપલબ્ધિઓની ઉજવણી કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે વિજયાદશમી પણ છે અને વાયુસેના દિવસ પણ. ભારતને પોતાની વાયુસેના પર અપાર ગર્વ છે.

આ સમયે જ્યારે આપણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે પ્રધાનમંત્રીએ આ વિજયાદશમી પર એક આગ્રહ કર્યો હતો. તેમણે લોકોને આ વર્ષે એક મિશનની શરૂઆત કરવા અને એને પૂર્ણ કરવા પર કામ કરવાનું જણાવ્યું હતું. આ મિશન – ભોજનનો બગાડ ન કરવો, ઊર્જાનું સંરક્ષણ કરવું, જળ બચાવવાનું હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે સામૂહિક ભાવનાની શક્તિને સમજવા ઇચ્છતાં હોય, તો આપણે ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામમાંથી પ્રેરણા ગ્રહણ કરવી જોઈએ.

પ્રધાનમંત્રીએ દ્વારકા શ્રી રામલીલા સોસાયટી દ્વારા આયોજિત રામલીલા નિહાળી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન બુરાઈ પર ભલાઈનાં વિજયનાં પ્રતીક સ્વરૂપે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં વિશાળકાય પૂતળાનું દહન પણ નિહાળ્યું હતું.

 

 

 

Click here to read full text speech

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
A confident India is taking on the world

Media Coverage

A confident India is taking on the world
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 જૂન 2023
June 01, 2023
શેર
 
Comments

Harnessing Potential, Driving Progress: PM Modi’s Visionary leadership fuelling India’s Economic Rise