Constructive criticism is something I greatly look forward to: PM
New India is not about the voice of a select few. It is about the voice of each and every of the 130 crore Indians: PM
PM Modi calls for using language as a tool to unite India

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોચીમાં આયોજિત મલાયાલા મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2019ને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ મલાયાલા મનોરમાની કેરળનાં નાગરિકોને વધારે જાગૃત બનાવવામાં અને ભારતની આઝાદીની લડતમાં ટેકો આપવામાં એની ભૂમિકા બદલ પ્રશંસા કરી હતી.

કોન્ક્લેવની થીમ “ન્યૂ ઇન્ડિયા” પર બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ન્યૂ ઇન્ડિયાનાં હાર્દમાં રાષ્ટ્રીય પ્રગતિ માટે વ્યક્તિગત આકાંક્ષા, સહિયારા પ્રયાસો અને મારાપણાની ભાવના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ન્યૂ ઇન્ડિયામાં સહભાગી લોકશાહી, નાગરિક-કેન્દ્રિત સરકાર અને અતિ-સક્રિય નાગરિક ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, ન્યૂ ઇન્ડિયા એ જવાબદાર લોકો અને જવાબદાર સરકારનો યુગ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતનો ઉત્સાહ હવે વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે, પછી એ રમતગમત હોય કે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ હોય. તેમણે નોંધ્યું હતું કે, નાના નગરો અને ગામડાઓમાંથી ઉત્સાહી યુવાનોનો ઉત્સાહ તેમની ઉત્કૃષ્ટ આકાંક્ષામાં પરિવર્તિત થયો છે અને ભારતને ગર્વ થયો છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ મારા માટે નવા ભારતનો જુસ્સો છે. આ ભારત છે, જ્યાં યુવાનોની અટક કે જાતિ મહત્ત્વપૂર્ણ નથી. મહત્ત્વપૂર્ણ બાબત તેમનું પોતાનું નામ કમાવવાની તેમની આકાંક્ષા છે. આ ભારત છે, જ્યાં ભ્રષ્ટાચાર ક્યારેય વિકલ્પ નથી, પછી એ ગમે તે વ્યક્તિ હોય. માત્ર તમારી ક્ષમતા જ નવો માપદંડ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવું ભારત દરેક અને તમામ 130 કરોડ ભારતીયોનો અવાજ છે તેમજ તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું કે, લોકોનો આ અવાજ સંભળાય એ માટે મીડિયાનાં વિવિધ મંચો જરૂરી છે.

સરકારની કામગીરી વિશે તેમણે ‘જીવનને સરળ’ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા કેટલાંક પ્રયાસો વિશે જાણકારી આપી હતી, મોંઘવારીને નિયંત્રણમાં રાખવા, પાંચ વર્ષમાં 1.25 કરોડ ઘરોનું નિર્માણ કરવાની, તમામ ગામડાઓનાં વીજળીકરણની, દરેક કુટુંબને પાણી પ્રદાન કરવાની, સ્વાસ્થ્ય તેમજ શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સુધારવા વિશે વાત કરી હતી. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, 36 કરોડ બેંક ખાતાઓ ખુલ્યાં છે, 20 કરોડ લોન નાનાં ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે, 8 કરોડથી વધારે ગેસ કનેક્શનથી રસોડાઓ ધુમાડાથી મુક્ત થયા છે, માર્ગ નિર્માણની ગતિ વધીને બમણી થઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતમાં કેવી રીતે લોકોનો જુસ્સો બદલાયો એને ફક્ત બે શબ્દોમાં કહી શકાય. પાંચ વર્ષ અગાઉ લોકો પૂછતાં હતાં – આપણે શું વિકાસ કરી શકીશું? આપણે ગંદકીમાંથી ક્યારેય મુક્ત થઈ શકીશું? અત્યારે લોકો કહે છે કે – હા, આપણે થશું! આપણે સ્વચ્છ ભારતનું નિર્માણ કરીશું. આપણે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવીશું. આપણે સુશાસનને જન આંદોલન બનાવીશું. ‘બનાવીશું’ કે ‘કરીશું’,‘થઈશું’ શબ્દ અગાઉ નિરાશાવાદી પ્રશ્રોને સૂચવતો હતો, પણ હવે યુવાન રાષ્ટ્રનાં આશાવાદી જુસ્સાને પ્રકટ કરે છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર નવા ભારતનું નિર્માણ કરવા માટે સંપૂર્ણપણે કાર્યરત છે. આ સંદર્ભમાં તેમણે ગરીબો માટે 1.50 કરોડ ઘરોનું નિર્માણ કરવામાં સરકારનાં અભિગમ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સંપૂર્ણ અભિગમને અનુસરતાં હતાં – વધારે સુવિધાઓ આપવી, વધારે મૂલ્ય પ્રદાન કરવું, ઓછા સમયમાં વધારે ઉત્પાદકતા મેળવવી અને ઓછા ખર્ચે ડિલિવરી કરવી. તેમણે ઉમેર્યું હતું કે, લોકોની જરૂરિયાતો સંભળાતી હતી, સ્થાનિક કલાકારો સામેલ થયાં હતાં અને આ પ્રક્રિયામાં ટેકનોલોજી મહત્ત્વપૂર્ણ ઘટક બની હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા ભારત માટે અમારા વિઝનમાં દેશની સાથે વિદેશોમાં વસતાં લોકોની કાળજી સામેલ છે. આપણો સમુદાય આપણાં માટે ગર્વ સમાન છે, જે ભારતની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપે છે.

પોતાની તાજેતરની બહેરીનની મુલાકાત વિશે તેમણે જણાવ્યું હતું કે, ત્યાંની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનવાનો તેમને ગર્વ છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, આ મુલાકાતનું ઊડીને આંખે વળગે એવું પાસું શાહી પરિવારનો 250 ભારતીયોને કેદમાંથી મુક્ત કરવાનો સંવેદનાયુક્ત નિર્ણય હતો. પ્રધાનમંત્રીએ યુએઈમાં રુપે કાર્ડ લોંચ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી ખાડીનાં દેશોમાં કામ કરતાં લાખો લોકોને લાભ થશે, જેઓ ઘરે નાણાં પણ મોકલે છે.

પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છ ભારત, સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા, જળ સંરક્ષણ, ફિટ ઇન્ડિયા વગેરે વિવિધ અભિયાનોમાં મીડિયાની સકારાત્મક ભૂમિકાની નોંધ લીધી હતી.

ભારતને એક કરવામાં ભાષાની ક્ષમતા વિશે પ્રધાનમંત્રીએ મીડિયાને પૂછ્યું હતું કે, અલગ ભાષા બોલતા લોકોને એકબીજાની નજીક લાવવા માટે મીડિયા સેતુરૂપ ભૂમિકા ભજવી શકે? તેમણે સૂચન કર્યું હતું કે, મીડિયા 10-12 અલગ-અલગ ભાષાઓમાં એક શબ્દને પ્રકાશિત કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આ રીતે એક વર્ષમાં એક વ્યક્તિ વિવિધ ભાષાઓમાં ઓછામાં ઓછા 300 નવા શબ્દો શીખી શકે છે. એક વાર વ્યક્તિ અન્ય ભારતીય ભાષાને શીખશે, પછી તે આપણી વચ્ચે રહેલા સામાન્ય તાંતણાને ઓળખશે અને ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં રહેલી એકતાની ખરા અર્થમાં પ્રશંસા કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા પૂર્વજોનાં સ્વપ્નો પૂર્ણ કરવાની અને તેમને ગર્વ થાય એવા ભારતનું નિર્માણ કરવાની આપણી ફરજ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report

Media Coverage

Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra
July 03, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam, greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra from today:

“वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥"

The Subhashitam says, "I daily worship the merciful Lord Amarnath, whose nature cannot be comprehended through speech, intellect, mind, the senses, or even through severe finances, who is easily attainable through devotion, and who is the refuge of those who bow before him."

The Prime Minister wrote on X;

समस्त शिवभक्तों को पावन-पुनीत श्री अमरनाथ यात्रा के शुभारंभ की अनंत शुभकामनाएं! बाबा बर्फानी के दिव्य दर्शन की यह यात्रा आप सभी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए।

जय बाबा बर्फानी!

वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥