પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ક્રેડાઈ યુથકોન – 2019ને સંબોધન કર્યું હતું.




પ્રધાનમંત્રીએ ઉપસ્થિત લોકોને સંબોધતાં કહ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં દરેક બેઘર વ્યક્તિને ઘર મળે એ ઝડપથી સુનિશ્ચિતતા કરવા માટે સરકાર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના મારફતે આશરે 1.5 કરોડ ઘરોનું નિર્માણ થયું છે, જેમાંથી 15 લાખ મકાનોનું નિર્માણ શહેરી વિસ્તારોમાં ગરીબો માટે થયું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, હાલની કેન્દ્ર સરકારનાં નેજાં હેઠળ સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શકતા આવી છે. તેમણે ઉલ્લેખો કર્યો હતો કે, જ્યારે સરકાર ઉચિત આશય સાથે નીતિઓ બનાવે છે, ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદ થાય છે અને વધારે સારા પરિણામો મળે છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)થી ગ્રાહકો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે વિશ્વાસ વધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રેરાનું નોટિફિકેશન 28 રાજ્યોમાં થયું હતું. રેરા હેઠળ 35000થી વધારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અને 27000 રિયલ એસ્ટેટ એજન્ટોની નોંધણી થઈ છે તથા લાખો ફ્લેટનું નિર્માણ થયું છે.

છેલ્લાં ચાર વર્ષમાં વેપાર-વાણિજ્યને સરળ કરવાનાં ક્રમાંકમાં ભારતની હરણફાળ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ભારતમાં વેપાર-વાણિજ્યની સુનિશ્ચિતતા કરવા કટિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નિર્માણ સહિત તમામ સરકારી મંજૂરીઓ અગાઉ કરતા વધારે ઝડપથી પ્રાપ્ત થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારે હાઉસિંગ ઉદ્યોગ અને ઘરનાં ગ્રાહકોને સહાય કરવા કરવેરા કાયદાઓમાં સુધારાઓ વિશે વાત કરી હતી. તેમણે નિર્માણ માટે વિવિધ ચીજવસ્તુઓ માટે જીએસટીનાં દરમાં ઘટાડા વિશે વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તાજેતરનાં બજેટમાં મધ્યમ વર્ગ માટે પ્રસ્તુત કરવામાં આવેલા આવકવેરાનાં ફાયદા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પહેલોની સંયુક્ત અસરથી હાઉસિંગ ક્ષેત્ર અને ઘરનાં ગ્રાહકોને મદદ મળશે. પ્રધાનમંત્રીએ સાધારણ નાગરિકોને ‘ઘરના ઘરનું’ સ્વપ્ન સાકાર કરવામાં ક્રેડાઈનાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ‘નવું ભારત’ આકાર લઈ રહ્યું છે, ત્યારે યુથકોનનું આયોજન થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશનાં યુવાનો ન્યૂ ઇન્ડિયાનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અગાઉ પ્રધાનમંત્રીએ તાલકટોરા સ્ટેડિયમમાં ક્રેડાઈ દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's electronics production rises 6-fold, exports jump 8-fold since 2014: Ashwini Vaishnaw

Media Coverage

India's electronics production rises 6-fold, exports jump 8-fold since 2014: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister chairs the National Conference of Chief Secretaries
December 27, 2025

The Prime Minister, Shri Narendra Modi attended the National Conference of Chief Secretaries at New Delhi, today. "Had insightful discussions on various issues relating to governance and reforms during the National Conference of Chief Secretaries being held in Delhi", Shri Modi stated.

The Prime Minister posted on X:

"Had insightful discussions on various issues relating to governance and reforms during the National Conference of Chief Secretaries being held in Delhi."