QuoteOur government’s mantra is ‘Sabka Saath, Sabka Vikas’: Prime Minister Modi
QuoteCentral Government is committed to connecting every citizen of the country with the mainstream of development: PM Modi
QuoteNo stone will be left unturned for development of Leh, Ladakh and Kargil: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમની લેહ, જમ્મુ અને શ્રીનગરની એક દિવસીય મુલાકાતનાં પ્રથમ ચરણમાં લદાખ આવ્યા હતા. તેમણે અહિં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન/શિલાન્યાસ કર્યા હતા.

|

કડકડતી ઠંડીમાં પણ ઉપસ્થિત લોકોની હિમ્મતની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જે લોકો મુશ્કેલ સ્થિતિમાં જીવે છે, તેઓ દરેક પડકાર ઝીલી શકે છે. તમારો પ્રેમ જ મને મહેતન કરવા માટે પ્રેરિત કરે છે.”

|

તેમણે લદાખ યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે, “લદાખમાં યુવાન વિદ્યાર્થીઓની સંખ્યા કુલ વસતિમાં 40 ટકા છે. આ વિસ્તાર માટે લાંબા સમયથી યુનિવર્સિટીની માગ થતી હતી. લદાખ યુનિવર્સિટી લોંચ થવાની સાથે આ માગ પૂર્ણ થશે.” આ લેહ, કારગીલ, નુબ્રા, ઝાંસ્કર, દ્રાસ અને ખાલ્તસીની ડિગ્રી કોલેજો ધરાવતી યુનિવર્સિટી બનશે. આ યુનિવર્સિટીની વહીવટી ઓફિસો લેહ અને કારગીલમાં સ્થિત હશે.

|

પ્રધાનમંત્રીએ 9 મેગાવોટ દાહ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાન દાતાંગ ગામ નજીક દાહમાં કર્યું હતું અને 220 કેવીની શ્રીનગર-અલસ્ટેંગ-દ્રાસ-કારગિલ-લેહ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે વિલંબ કરવાની કાર્યશૈલી પાછળ મૂકી દીધી છે.” તેમણે ઉમેર્યું હતું કે, તેમની સરકાર સુનિશ્ચિત કરશે કે તેમણે શિલારોપણ કરેલા તમામ પ્રોજેક્ટનું ઉદઘાટન તેઓ જ કરશે.

|

લદાખમાં આજે પાંચ નવા ટૂરિસ્ટ અને ટ્રેકિંગ રુટ ખુલ્યાં હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, એક વાર આ શહેર સારી રીતે જોડાઈ જશે, પછી જીવન વધારે સરળ, વાજબી બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, એક વાર બિલાસપુર-મનાલી-લેહ રેલવે લાઇન સંપૂર્ણ થઈ જાય, પછી દિલ્હીથી લેહ વચ્ચેનું અંતર ઘટી જશે.

|

પ્રધાનમંત્રીએ લેહમાં કુશોક બકુલા રિમ્પોચી (કેબીઆર) એરપોર્ટનાં નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ દર્શાવતી તકતીનંત અનાવરણ કર્યું હતું. નવું ટર્મિનલ તમામ આધુનિક સુવિધાઓ સાથે યાત્રીકોને અવિરત અવરજવરની સુવિધા પ્રદાન કરશે.

|

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ વીજળીની શ્રેષ્ઠ ઉપલબ્ધતા આપશે, જોડાણમાં વધારો કરશે એટલે આ વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસીઓનું આગમન વધશે અને પર્યટન ક્ષેત્રને વેગ મળશે. એનાથી ઘણા ગામડાઓમાં આજીવિકાની વધારે સારી તકો પણ ઊભી થશે.

ઉપરાંત પ્રોટેક્ટેડ એરિયા પરમિટની વેલિડિટી વધારીને 15 દિવસ કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ લાંબા સમય સુધી લેહનો પ્રવાહ કરી શકશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એલએએચડીસી ધારામાં થોડાં ફેરફારો કર્યા છે અને કાઉન્સિલને ખર્ચ સાથે સંબંધિત વધારે અધિકારો આપવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે સ્વાયત્ત પરિષદ વિસ્તારનાં વિકાસ માટે નાણાં મોકલશે.

વચગાળાનાં બજેટ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ માટે ફાળવણીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને દલિતોનાં વિકાસ માટે આશરે 35 ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
How GeM has transformed India’s public procurement

Media Coverage

How GeM has transformed India’s public procurement
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister wishes Mr. Joe Biden a quick and full recovery
May 19, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed concern for the health of former US President Mr. Joe Biden and wished him a quick and full recovery. "Our thoughts are with Dr. Jill Biden and the family", Shri Modi added.

The Prime Minister posted on X;

"Deeply concerned to hear about @JoeBiden's health. Extend our best wishes to him for a quick and full recovery. Our thoughts are with Dr. Jill Biden and the family."