પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શ્રી ગોતાબાયા રાજપક્ષને શ્રીલંકામાં ગઇકાલે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના વિજય બદલ ટેલિફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતના લોકો અને પોતાની શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શ્રી રાજપક્ષના સમર્થ નેતૃત્વ હેઠળ શ્રીલંકાના લોકો શાંતિ અને સમૃદ્ધિના માર્ગે વધુ પ્રગતિ કરશે અને ભારત તેમજ શ્રીલંકા વચ્ચે ભાઇચારો, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને જનસાંસ્કૃતિક જોડાણમા હજુ પણ વધુ મજબૂતી આવશે. પ્રધાનમંત્રીએ શ્રીલંકાની સરકાર સાથે કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા યથાવત હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

શ્રી રાજપક્ષે આ અભિનંદન પાઠવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પણ વિકાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સાથે ખૂબ નિકટાપૂર્વક કામ કરવાની તૈયારી દર્શાવી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી રાજપક્ષને વહેલી તકે તેમની અનુકૂળતાએ ભારતની મુલાકાત લેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. તેમણે આ નિમંત્રણ સ્વીકાર્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Standing for medical science, together with AIIMS

Media Coverage

Standing for medical science, together with AIIMS
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 એપ્રિલ 2026
April 08, 2026

Bold Vision, Tangible Wins: PM Modi’s India Leads in AI, EVs, Nuclear & Inclusive Entrepreneurship