પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી અનુગ્રહ રાશિ પણ મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માતથી દુ:ખી. જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના. પીએમએનઆરએફ તરફથી પ્રત્યેક મૃતકોના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi "
Anguished by the road accident in Barabanki, Uttar Pradesh. Condolences to the families of those who lost their lives. Prayers with the injured. Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased and Rs. 50,000 to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2021