શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું જેમાં કોવિડને કારણે જે બાળકોએ તેમના વાલીઓ ગુમાવ્યા છે તેમના ટેકામાં હાથ ધરી શકાય તેવા પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોવિડની વર્તમાન મહામારીમાં અસર પામેલા બાળકો માટે પ્રધાનમંત્રીએ સંખ્યાબંધ લાભાલાભની જાહેરાત કરી હતી. આ પગલાંની જાહેરાત કરતાં પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે બાળકો દેશના ભાવિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને દેશ આ બાળકોના સહકાર અને સુરક્ષા માટે શક્ય તેટલું કરી છૂટશે જેથી તેઓ એક મજબૂત નાગરિક તરીકે વિકાસ પામે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કપરા સમયમાં બાળકોની સંભાળ લેવી અને તેમનામાં ઉજ્જવળ ભવિષ્યની આશાનું સિંચન કરવું તે એક સમાજ તરીકે આપણી ફરજ છે. જે બાળકોએ તેમના માતા અને પિતા બંને અથવા તો તેમાંથી એક અથવા તો તેમને દત્તક લેનાર કાનૂની વાલી ગુમાવ્યા હોય તે તમામ બાળકોની પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સંભાળ લેવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જાહેર કરાયેલા આ પગલાં ત્યારે જ શક્ય બનશે જ્યારે પીએમ કેર્સ ફંડમાં જંગી યોગદાન મળી રહે જે ફંડ ભારતમાં કોવિડ-19 સામેની લડતમાં સહકાર આપી રહ્યું છે.

બાળકોના નામે ફિક્સ ડિપોઝીટ :

દરેક બાળક 18 વર્ષનું થાય ત્યારે તેને 10 લાખ રૂપિયા મળી રહે તે માટે પીએમ કેર્સ આ માટેની વિશેષ યોજનામાં યોગદાન આપશે. આ ફંડ:

*** તેનો ઉપયોગ બાળક 18 વર્ષનું થાય ત્યારથી માસિક આર્થિક સહકાર / સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં આગામી પાંચ વર્ષ સુધી અપાશે જેથી જે તે બાળકની ઉચ્ચ શિક્ષણ માટેની અંગત જરૂરિયાત પૂરી કરી શકાય અને તે બાળક 23 વર્ષની વયે પહોંચે ત્યારે તે તેની અંગત અને વ્યવસાયિક જરૂરિયાતને પહોંચી વળે તે માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવશે.

શાળાકીય શિક્ષણ: 10 વર્ષથી ઓછી વયના બાળકો માટે

  • બાળકને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા તો દિવસીય સ્કોલર તરીકે ખાનગી સ્કૂલમાં પ્રવેશ મળશે.
  • જો બાળકને ખાનગી શાળામાં પ્રવેશ મળ્યો હશે તો આરટીઈ હેઠળ પીએમ કેર્સમાંથી તેની ફી ચૂકવાશે.
  • આ ઉપરાંત પીએમ કેર્સ બાળકના યુનિફોર્મ, પાઠ્ય પુસ્તકો તથા નોટબુકનો ખર્ચ પણ ચૂકવશે.

 શાળાકીય શિક્ષણ: 11-18 વર્ષના બાળકો માટે:

  • બાળકને કેન્દ્ર સરકારની રેસિડેન્શિયલ સ્કૂલ જેવી કે સૈનિક સ્કૂલ કે નવોદયા વિદ્યાલયમાં પ્રવેશ અપાશે.
  • જો બાળક તેના ગાર્ડિયન / દાદા-દાદી અથવા તો પરિવાર સાથે જ રહેવાનું જારી રાખશે તો જે તે બાળકને નજીકના કેન્દ્રિય વિદ્યાલય અથવા તો ખાનગી સ્કૂલમાં દિવસીય સ્કોલર તરીકે પ્રવેશ અપાશે.
  • જો બાળકને ખાનગી શાળામાં દાખલ કરાશે તો પીએમ કેર્સ દ્વારા આરટીઈ હેઠળ તેની ફી ચૂકવાશે.
  • આ ઉપરાંત પીએમ કેર્સ તે બાળકના યુનિફોર્મ, પાઠ્ય પુસ્તક અને નોટબુકનો ખર્ચ પણ ચૂકવશે.

 ઉચ્ચ શિક્ષણ માટે સહકાર:

  • બાળકને શૈક્ષણિક લોનના પ્રવર્તમાન નિયમો હેઠળ ભારતમાં વ્યવસાયિક કોર્સ અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે લોન હાંસલ કરવામાં મદદ કરવામાં આવશે. આ લોન પરનું વ્યાજ પીએમ કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.
  • એક વિકલ્પ તરીકે આ પ્રકારના બાળકને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ ટ્યુશન ફી અથવા અંડરગ્રેજ્યુએટના કોર્સ માટેની ફી અથવા વોકેશનલ કોર્સ માટેની ફીની બરાબરી મુજબની સ્કોલરશિપ આપવામાં આવશે. જે બાળકો પ્રવર્તમાન સ્કોલરશિપ માટેની લાયકાત ધરાવતા ન હોય તેમને એટલી જ સ્કોરલશિપ પીએમ કેર્સ દ્વારા પૂરી પાડવામાં આવશે.

આરોગ્ય વીમો

  • તમામ બાળકોને આયુષમાન ભારત (પીએમ-જય) યોજના હેઠળ પાંચ લાખના આરોગ્ય વીમા કવચના લાભમાં આવરી લેવામાં આવશે.
  • આ બાળકોના આરોગ્ય વીમાની રકમ તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી પીએમ કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.
'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
IT majors on hiring spree, add 50,000 in Q2; freshers in demand

Media Coverage

IT majors on hiring spree, add 50,000 in Q2; freshers in demand
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
October 15, 2021
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાજીના નિધન અંગે ઊંડો  શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેમની વિદાય કલા, સાહિત્ય અને પત્રકારત્વ જગત માટે એક ક્યારેય પૂરી ન શકાય એવી ક્ષતિ છે. શોકની આ પળે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું. ઓમ શાંતિ.”