મન કી બાતના તાજેતરના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના તહેવાર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ તહેવાર ચિંગમ મહિનામાં આવે છે.તેમણે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, લોકો કંઈક નવું ખરીદે છે, તેમના ઘરની સજાવટ કરે છે, પૂક્કલમ તૈયાર કરે છે અને ઓણમ-સાદિયાનો આનંદ માણે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓણમ હવે વધુ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય તહેવાર બની રહ્યો છે અને ઓણમનો ઉત્સાહ દૂર-સુદૂર વિદેશો સુધી પહોંચ્યો છે.

તેમણે કહ્યું કે ઓણમ એ કૃષિ સાથે જોડાયેલ એક ઉત્સવ છે અને ગ્રામીણ અર્થતંત્ર માટે નવી શરૂઆતનો સમય પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડુતોની શક્તિમાંથી તો સમાજ ચાલે છે. વેદમાં આપણા અન્ન પ્રદાતા, અન્નદાતાની પ્રશંસાને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના આ મુશ્કેલ સમય દરમિયાન પણ આપણા ખેડુતોએ તેમની ક્ષમતા બતાવી છે જે પાકની વાવણીમાં થયેલા વધારામાં પ્રતિબિંબિત થાય છે અને તેમણે અન્નદાતાની જીવનદાયિની શક્તિને નમન કર્યું.

 
Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian economy navigated well external uncertainties: RBI Bulletin

Media Coverage

Indian economy navigated well external uncertainties: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 જુલાઈ 2026
July 23, 2026

Digital Rails, PLI Jobs & Swift Justice: How PM Modi’s Governance is Rewiring India’s Future