રાયસીના સંવાદ દરમિયાન આજે 12 દેશોના મંત્રીસ્તરીય પ્રતિનિધિઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મુલાકાત યોજી હતી.

લાતવિયાના વિદેશ મંત્રી શ્રી એડગર્સ રિંકેવિક્સ, ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી શ્રી અબ્દુલઅઝિઝ કૈમીલો, હંગેરીના વિદેશ અને વેપારમંત્રી શ્રી પીટર જીકાર્ટો, અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડૉ.હમ્દુલ્લાહ મોહિબ, જેક રિપબ્લિકના વિદેશ મંત્રી શ્રી ટોમસ પેટ્રિસેક, માલદીવના વિદેશમંત્રી શ્રી અબ્દુલ્લા શાહિદ, બાંગ્લાદેશના સૂચના મંત્રી ડૉ.હસન મહમૂદ,એસ્ટોનિયાના વિદેશ મંત્રી શ્રી ઉર્મસ રેનસાલુ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને દક્ષિણ આફ્રિકાના સહકારમંત્રી ડૉ. નલેદી પેંડર, ડેનમાર્કના વિદેશ મંત્રી શ્રી જેપ્પી કોફોડ, કોમનવેલ્થના મહાસચિવ સુશ્રી પેટ્રિશિયા સ્કોટલેન્ડ, શાંઘાઈ સહકારસંગઠનનામહાસચિવ શ્રી વ્લાદિમીર નોરોવએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ આ નેતાઓને ભારતમાં આવકાર્યા અને રાયસીના સંવાદ 2020 માં તેમની ભાગીદારીની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ ઝડપી અને સમાવિષ્ટ સામાજિક-આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા મોટા પાયે હાથ ધરવામાં આવેલા પ્રયાસો વિશે ચર્ચા કરી અને મોટા વૈશ્વિક વિકાસ પડકારોને દૂર કરવા અને ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવાના મહત્વ પર ભાર મુક્યો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India launches $1.5 billion maritime insurance pool, issues first covers

Media Coverage

India launches $1.5 billion maritime insurance pool, issues first covers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 મે 2026
May 13, 2026

Leadership That Leads by Example: PM Modi's Push for Mindful Growth, Innovation & Infrastructure