ભારતના વડા પ્રધાન, શ્રી નરેન્દ્ર મોદી એક સામાન્ય નાગરિક છે જે નમ્ર અને હંમેશા પોતાને ધરાતલ પર રાખે છે. ઘરેલું અને વૈશ્વિક મોરચે તેમણે મેળવેલી સિદ્ધિઓ દરેક સામાન્ય ભારતીય, ખાસ કરીને મધ્યમ વર્ગને અત્યંત ગૌરવપૂર્ણ બનાવે છે. જેઓ પાસે કોઈ પારિવારિક વારસો નથી અને ગુણવત્તા અને સખત મહેનતના આધારે ઊંચા આવ્યા છે, તેવાં લોકોને વડા પ્રધાન પોતાના ભાસે છે. તેઓ એક સામાન્ય ભારતીય છે જેમણે અસાધારણ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે સફરનો માર્ગ નિશ્ચિત કર્યો છે; એવા લોકોની જેમ જે લોકો લાખો લોકો સાથે સ્પર્ધા કરે છે, પરીક્ષાઓમાંથી પસાર થાય છે, અને માર્ગમાં આવનારી કોઈપણ તકને જતી કરતાં નથી.
મધ્યમ વર્ગના નાગરિકો કે જે જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે અથવા પોતાનો વ્યવસાય ચલાવે છે, તેમના માર્ગમાં અનેક મર્યાદાઓના અવરોધો રહ્યાં છે. અજાણતા પણ તેણે પોતાની મહત્વાકાંક્ષાઓને પોતાની સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાને લઈને મર્યાદિત કરવી પડતી હતી. એક વણલખ્યો નિયમ બની ગયો હતો કે ટોચ પર જવા માટે, કોઈકને લાંચ આપવી પડતી હતી, ભ્રષ્ટાચાર સાથે કામ કરવું પડતું હતું અને સિસ્ટમનો ઉપયોગ કોઈ એકના ફાયદા માટે થતો હતો. મોદી સરકારના ભ્રષ્ટાચાર મુક્ત શાશનમાં અનેક તકો સાથે આવા લોકોની સફળતા આડેના કોઈ અવરોધ ટકી શકશે નહીં.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સાથે જ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 અને નાદારી અને નાદારી કોડ, 2016 અમલમાં મૂકવા જેવા સુધારાને કારણે વડા પ્રધાને શાશનવ્યવસ્થામાં પ્રામાણિકતાની સંસ્કૃતિ ઊભી કરી છે, જેના પર મધ્યમ વર્ગના ભારતીયોનો વિશ્વાસ છે. હવે લોકોને કમિશન અથવા લાંચ આપ્યા વગર જ નવા વીજળી અને પાણી જોડાણ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે મંજૂરી અને પરવાનગી મળી રહી છે. સમાજના ઉચ્ચ વર્ગનું કામ પહેલાં થતું એ પદ્ધતિને ‘સિંગલ-વિન્ડો ઓટોમેટેડ સિસ્ટમે’ ધરમૂળથી તબદીલ કરી નાખી છે. ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ અને મહત્તમ ટેક્નોલોજીએ એ પારદર્શિતા ઊભી કરી રહી છે જે ભારતના ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય જોવા મળી ન હતી.
યુપીએ સરકારના શાશન હેઠળ એક દાયકા સુધી, ભારત ભ્રષ્ટાચાર, કૌભાંડો, મની લોન્ડરિંગ અને સંપત્તિના વિતરણમાં સતત વધી રહેલી અસમાનતાથી પીડિત હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત વિષેની માન્યતા ઉણી ઊતરી રહી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં આ છબિને સુધારી લેવામાં આવી છે. વડા પ્રધાન ભારતના વૈશ્વિક રાજદૂત છે, તેમની વિદેશયાત્રાની વિદેશમાં વસતાં ભારતીયો અને સ્થાનિક લોકો દ્વારા પણ ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2018માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેમણે જ્યારે હિન્દીમા ભાષણ આપ્યું ત્યારે તે ક્ષણ ભારત માટે ગૌરવવંતી હતી. દૂનિયાભરના અર્થશાસ્ત્રીઓની આ સૌથી ચર્ચિત બેઠકને તેમણે હિન્દીમાં સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સંસ્કૃતિ સામે ત્રણ સૌથી મોટા જોખમ એ છે, આબોહવા પરિવર્તન, આતંકવાદ અને વૈશ્વિકીકરણ સામેની નકારાત્મક પ્રતિક્રિયા છે.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર ભયાનક આતંકવાદી હુમલા બાદ, ભારતને અભૂતપૂર્વ રીતે વૈશ્વિક અને રાજદ્વારી ટેકો મળ્યો હતો. વૈશ્વિક નેતૃત્વ ભારત સાથે અને આતંકવાદ વિરુદ્ધ એકતામાં હતું. પુલવામાના પીડિતો માટે સમગ્ર વિશ્વમાં અસંખ્ય પ્રાર્થના-મીટિંગ્સ ગોઠવવામાં આવી હતી. ભારત શાંત શક્તિના નવા ધ્રુવ અને મજબૂત નેતૃત્વના ઉદાહરણ તરીકે ઊભરી રહ્યું છે. મધ્યમ વર્ગના ભારતીય લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલા વૈશ્વિક સ્થાનને કારણે મુખ્યત્વે વૈશ્વિકરણની આશા અને સ્વપ્ન સેવતાં થયા છે. તેઓ પોતાના પ્રત્યેક ભાષણમાં રાષ્ટ્રીય ગૌરવને મહત્વ આપે છે જેમાં ભારતના લોકોની લાગણી પ્રતિબિંબિત થાય છે જે તેમને સાંભળવા અને તેને વ્યક્તિગત રૂપે ઊમટી પડે છે.
વારાણસી, વિશ્વનું આ સૌથી જૂનું શહેર માત્ર મંદિરોનું શહેર બની રહ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદી આ મતદારક્ષેત્રથી માત્ર ચૂંટણી જ ન લડ્યા, તેમણે શહેરનું નવીનીકરણ કરવા અને તેને વિશ્વ પ્રવાસી નકશા પર મૂકવા માટે અનેકવિધ કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા. ‘નમામી ગંગે’ કાર્યક્રમ હેઠળ, ભારતની પવિત્ર નદી ગંગા સાફ થઈ રહી છે. વારાણસી અને અક્ષરધામ મંદિરમાં વૈશ્વિક નેતાઓનું આગમન સાંસ્કૃતિક ગૌરવની લાગણી ઉભી કરે છે, પહેલાં તેની ગેરહાજરી સ્પષ્ટ હતી.
14 વર્ષના વનવાસ પછી ભગવાન શ્રી રામ, માતા સિતા અને લક્ષ્મણજીના પુનરાગમનની યાદમાં ઉજવાતા દિવાળી પર્વની અયોધ્યામાં ઊજવણી એ એક વૈશ્વિક ચમત્કાર છે. પ્રયાગરાજ ખાતે યોજાયેલાં કુંભ મેળા-2019 એ સમગ્ર વિશ્વના પ્રવાસીઓ અને મિડીયાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં તેને સૌથી મોટી માનવીય સભા તરીકે સ્થાન મળ્યું હતું ત્યારે એ રાષ્ટ્ર માટે પોતાનો વારસો અને મૂળ માટે ગૌરવ લેવાનો અને ઉજવણી કરવાનો દિવસ બની રહ્યો હતો.
પોતાની રીતે ઊભાં થયેલાં દરેક મહેનતું લોકોને એવો વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીના સૂકાન હેઠળ સમર્પણ ભાવના સાથે સખત સંઘર્ષથી બદલાવ લાવવો શક્ય છે.




