તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ 10થી 12 વર્ષમાં 200 કિલોમીટરની લંબાઈ ધરાવતી મેટ્રોનું નિર્માણ થયું હતું, જેની સરખામણીમાં છેલ્લાં 6 વર્ષમાં 400 કિલોમીટરની લંબાઈ ધરાવતી મેટ્રો લાઇન કાર્યરત થઈ છે. સરકાર 27 શહેરોમાં 1000 કિલોમીટરની લંબાઈ ધરાવતી નવી લાઇન પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી અગાઉ સંકલિત અદ્યતન વિચારસરણીના અભાવની ટીકા કરી હતી. મેટ્રો માટે કોઈ રાષ્ટ્રીય નીતિ જ નહોતી. પરિણામે વિવિધ શહેરોમાં મેટ્રોની ટેકનિક અને સિસ્ટમમાં કોઈ સાતત્યતા જ નહોતી. બીજી ઊણપ શહેરની બાકીની પરિવહન વ્યવસ્થા સાથે જોડાણનો અભાવ હતો. પરિવહનના વિવિધ માધ્યમો વચ્ચે કોઈ પૂરકતા અને સમન્વય નહોતું. અત્યારે આ શહેરોમાં સંકલિત વ્યવસ્થા તરીકે પરિવહનનો વિકાસ થયો છે, જેમાં મેટ્રો અલગ માધ્યમ તરીકે કામ નહીં કરે, પણ સંયુક્ત પરિવહન વ્યવસ્થાના એક ભાગ તરીકે કામ કરશે.

પ્રધાનમંત્રીએ આગ્રહ કર્યો હતો કે, તાજેતરમાં પ્રસ્તુત થયેલા નેશનલ કોમન મોબિલિટી કાર્ડ દ્વારા આ સંકલનને આગળ વધારશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey

Media Coverage

India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 એપ્રિલ 2026
April 20, 2026

Honouring Saints, Powering Futures: PM Modi’s Leadership That Blends Heritage, Highways and High Growth