શેર
 
Comments
 1. અમે, બ્રાઝિલ સંઘ ગણરાજ્ય, રશિયન સંઘ, પ્રજાસત્તાક ભારત, ચીન ગણરાજ્ય અને દક્ષિણ આફ્રિકા ગણરાજ્યનાંરાષ્ટ્રપ્રમુખોએ જી-20 શિખર સંમેલનનાંઉપલક્ષ્યમાંજાપાનનાંઓસાકાની28 જૂન, 2019નાં રોજ મુલાકાત લીધી હતી. અમે જી-20 માટે જાપાનની અધ્યક્ષતા માટે તેને અભિનંદન આપીએ છીએ અને અમારા આતિથ્ય સત્કાર માટે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ.
 2. અમે જાપાન દ્વારા એની અધ્યક્ષતામાંવેપાર, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન, માળખાગત સુવિધા, આબોહવામાં પરિવર્તન, જાહેર સ્વાસ્થ્ય કવચ, વયોવૃદ્ધ લોકોની વસતિ અને સ્થિર વિકાસ માટે પસંદ કરેલી પ્રાથમિકતાઓથી વાકેફછીએ.
 3. વિશ્વ આર્થિક વિકાસ સ્થિર પ્રતીત થાય છે અને એવું અનુમાન છે કે, આ વર્ષનાં અંત સુધીમાં અને વર્ષ 2020માં સામાન્ય સ્વરૂપે એમાં વૃદ્ધિ થશે. જોકે વેપાર, ભૌગોલિક તણાવ, કોમોડિટી મૂલ્યમાં અસ્થિરતા, અસમાનતા અને અપર્યાપ્ત સમાવેશી વૃદ્ધિ તથા નાણાકીય સ્થિતિસંજોગો સાથે વૃદ્ધિને મજબૂતી પ્રદાન કરવી અનિશ્ચિત લાગે છે. વૈશ્વિક સ્તરે વધારે અસંતુલન જોવા મળે છે, જે માટે સંપર્ણપણેમોનિટરિંગ અને સમયસર નીતિગતપ્રતિક્રિયાઓની જરૂર હોય છે. આપણે આંતરરાષ્ટ્રીય વેપારની નિરંતર વૃદ્ધિ માટે એક અનુકૂળ વૈશ્વિક આર્થિક વાતાવરણનાંમહત્ત્વ પર ભાર મૂકીએ છીએ.
 4. આ સ્થિતિસંજોગોમાં આપણે એ વાત પર સંતોષ વ્યક્ત કરીએ છીએ કે બ્રિક્સ દેશોએ છેલ્લાં એક દાયકામાં વૈશ્વિક વૃદ્ધિનાં મુખ્ય પ્રેરકબળ તરીકે કામ કર્યું છે અને હાલ વૈશ્વિક ઉત્પાદનમાં એમનું પ્રદાન આશરે એક તૃતિયાંશ છે. વિવિધ અનુમાનો પરથી સંકેત મળે છે કે, વર્ષ 2030 સુધી કુલ વૈશ્વિક આર્થિક વિકાસમાં અડધું યોગદાન બ્રિક્સનું હશે. માળખાગતસુધારાઓનાં નિરંતર અમલીકરણથી અમારી વિકાસની સંભાવનામાં વૃદ્ધિ થશે. બ્રિક્સ સભ્યો વચ્ચે સંતુલિત વેપાર વિસ્તાર આંતરરાષ્ટ્રીય વેપાર પ્રવાહને વધારે મજબૂત કરવામાં પ્રદાન કરશે.
 5. પડકારોનું સમાધાન કરવા અને તકોનો સંપૂર્ણપણે લાભ ઉઠાવવા માટે મદદ કરવા આપણે અન્ય વિષયોની સાથે ઉદાર બજાર, મજબૂત આર્થિક સાનુકૂળતા, નાણાકીય સ્થિરતા, ઉચિત સ્વરૂપે ડિઝાઇન કરવામાં આવેલી અને સુવિચારિત વિસ્તૃત આર્થિક નીતિઓ, માળખાગત સુધારા, માનવ મૂડીમાં પર્યાપ્ત રોકાણ, ગરીબીનાં સ્તર અને અસમાનતામાં ઘટાડો, રોકાણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે પ્રભાવશાળી સ્પર્ધા, તટસ્થ, ન્યાયપૂર્ણ અને બિનભેદભાવયુક્ત વેપારી વાતાવરણ, સરકારી-ખાનગી ભાગીદારી (પીપીપી)માં સહયોગ તથા મૂળભૂત માળખાને નાણાકીય સહાય અનેવિકાસનાંમહત્ત્વને સમજે છે. આ વિસ્તારો અને અન્ય વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉપાય સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વિકાસમાં પ્રદાન કરશે. આપણે વૈશ્વિક વેલ્યુચેઇનમાંવિકાસશીલદેશોની વધારે ભાગીદારીનું આહવાન કરીએ છીએ. અમે વેપાર અને ડિજિટલ અર્થતંત્ર વચ્ચે ઇન્ટરફેસનાંમહત્ત્વને સમજીએ છીએ. આપણે વિકાસમાટે ડેટાનીભૂમિકાને સમજીએ છીએ.
 6. અમે પારદર્શક, તટસ્થ, ખુલ્લાં, મુક્ત અને સમાવેશક આંતરરાષ્ટ્રીય વેપાર માટે કટિબદ્ધ છીએ. સંરક્ષણવાદ અને એકપક્ષીય અભિગમ વિશ્વ વેપાર સંગઠનની ભાવના અને નિયમોથી વિપરીત કામ કરે છે. અમે બહુપક્ષવાદ અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે પોતાની કટિબદ્ધતાનેપુનઃરેખાંકિત કરીએ છીએ અને અમે એનાં કેન્દ્રમાં વિશ્વ વેપાર સંગઠનની સાથે નિયમ આધારિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થા માટે પોતાનાં સમર્થનનું પુનરાવર્તન કરીએ છીએ. અમે સંગઠનમાં જરૂરી સુધારા પર વિશ્વ વેપાર સંગઠનનાં તમામ સભ્યોની સાથે રચનાત્મક સ્વરૂપે કામ કરીશું, જેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં વર્તમાન અને ભવિષ્યનાંપડકારોને વધારે સારી રીતે ઝીલી શકાય તેમજ ડબલ્યુટીઓની પ્રાસંગિકતા અને અસરકારકતાને વધારી શકાય. અન્ય બાબતો સાથે સુધારાઓમાં વિશ્વ વેપાર સંગઠનની કેન્દ્રીયતા, મૂળ મૂલ્યો અને મૂળભૂત સિદ્ધાંતોનું સંરક્ષણ થવું જોઈએ, તથા વિકાસશીલ દેશો અને એલડીસી સહિત તમામ સભ્યોનાં હિત પર વિચાર કરવો જોઈએ. એ જરૂરી છે કે, વિશ્વ વેપાર સંગઠન વાર્તાનો એજન્ડા સંતુલિત હોય તથા એનાં પર નિખાલસતા, પારદર્શકતા અને સમાવેશક રીતે ચર્ચાવિચારણા કરવામાં આવે.
 7. વિશ્વ વેપાર સંગઠન (WTO) વિવાદનું નિરાકરણ લાવવા માટે બહુપક્ષીય વેપારી વ્યવસ્થાનો એક અનિવાર્ય આધારસ્તંભ છે અને સંગઠનનાં ઉચિત અને અસરકારક કામકાજ માટે એક અપીલેટ સંસ્થા જરૂરી છે. અમે વિશ્વ વેપાર સંગઠનમાં વિવાદો માટે એક બે તબક્કા ધરાવતી ફરજિયાત ન્યાયિક વ્યવસ્થાનીકામગીરીનાં રક્ષણ માટે કટિબદ્ધ છીએ. વિશ્વ વ્યાપર સંગઠન અપીલેટસંસ્થાનાંસભ્યોની નિમણૂકમાં અવરોધને દૂર કરવા તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને આ બાબતને ધ્યાનમાં રાખીને અમે અપીલ કરીએ છીએ કે, અપીલેટ સંસ્થામાં સભ્યોની પસંદગીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે.
 8. અમે વૈશ્વિક નાણાકીય સુરક્ષા જાળનાં કેન્દ્રમાં એક મજબૂત, કોટા-આધારિત અને પર્યાપ્તસ્વરૂપેસંસાધન ધરાવતા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) માટે પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકીએ છીએ. અમે આઈએમએફકોટાનાં અમલીકરણ અને 2010માં સંમત સિદ્ધાંતોને આધારે, વહીવટમાં સુધારો કરવા માટે કાર્યકારી બોર્ડની સાથે કામ કરવા માટે પોતાની કટિબદ્ધતાનોપુનરોચ્ચાર કરીએ છીએ. અમે 2019ની વાર્ષિક બેઠકોમાં જ કોટાની15મી સાધારણ સમીક્ષાને સંપન્ન કરવા માટે કટિબદ્ધ છીએ.
 9. અમે માળખાગતસુવિધાઓને ઊભી કરવા માટે નાણાકીય પોષણ અને સતત વિકાસમાં ન્યૂડેવલપમેન્ટ બેંક (એનડીબી)ની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ અને મજબૂત, સંતુલિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્તયોજનાઓનાંપોર્ટફોલિયોનાં નિર્માણ માટે નિરંતર અને સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. ન્યૂડેવલપમેન્ટબેંકને પ્રાદેશિક કાર્યાલયોની સ્થાપના દ્વારા મજબૂત કરવામાં આવશે. અમે એનડીબી દ્વારા પોતાનાં તમામ સભ્યદેશોનાં સ્થાનિક ચલણોમાંસંસાધનો એકત્ર કરવા માટે ચીનમાં શરૂઆત કરવાની સાથે, દક્ષિણ આફ્રિકા અને રશિયામાં આગામી બોન્ડ કાર્યક્રમ સહિત એમની કટિબદ્ધતાનું સ્વાગત કરીએ છીએ. અમે એનડીબી પ્રોજેક્ટ પ્રિપરેશનફંડનો તરત અમલ કરવા માટે તત્પર છીએ. અમને આશા છે કે, આ યોજનાઓ તૈયાર કરવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ બને, જે એનડીબીનાં સભ્ય દેશોને ટેકનિકલ સહાયતા પ્રદાન કરશે.
 10. અમે સભ્ય દેશોનીચુકવણીનુંદબાણ ઓછું કરવા માટે બ્રિક્સકન્ટિન્જેન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ (સીઆરએ)નાં સતત મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. વર્ષ 2018માં સફળ પરીક્ષણને ધ્યાનમાં રાખીને અમે એનું વધારે ઊઁડાણપૂર્વક પરીક્ષણ કરવા માટે કટિબદ્ધ છીએ, જેથી સંસાધનો પર, જ્યારે જરૂર પડે ત્યારે, કોઈ સભ્ય દેશની વિનંતી પર એને સહાયતા પ્રદાન કરવામાં સીઆરએનાંસંચાલનની તૈયારી સુનિશ્ચિત કરી શકાય. આપણે મેક્રોઇકોનોમિકઇન્ફોર્મેશન (SEMI)માં સીઆરએસિસ્ટમ ઓફ એક્સચેન્જનાંકામકાજનું સ્વાગત કરીએ છીએ. અમે બ્રિક્સ સ્થાનિક મુદ્રા બોન્ડફંડની સ્થાપના માટે સતત પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ અને એનું સંચાલન શરૂ કરવા માટે તત્પર છીએ. અમે સીઆરએ અને આઈએમએફ વચ્ચે સહયોગને સમર્થન આપીએ છીએ.
 11. અમે બ્રિક્સ દેશો સહિત દુનિયાનાં તમામ દેશોમાં તમામ સ્વરૂપોનાં આતંકવાદી હુમલાઓની નિંદા કરીએછીએ, પછી એ ઘટનાઓ કોઈ પણ જગ્યાએ ઘટે અને કોઈ પણ એની પાછળ જવાબદાર હોય. અમે એકજૂથ થઈને આંતરરાષ્ટ્રીય કાયદા પર સંયુક્ત રાષ્ટ્રની જોગવાઈ અંતર્ગત આતંકવાદનો મુકાબલો કરવાનાં નક્કર પ્રયાસો અને વ્યાપક દ્રષ્ટિકોણનો આગ્રહ કરીએ છીએ. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે, આ તમામ રાજ્યોની જવાબદારી છે કે, તેઓ આતંકવાદી નેટવર્કને નાણાકીય સહાયતા અને પોતાનાં વિસ્તારોમાંથી આતંકવાદી કાર્યવાહીઓનેઅટકાવે. અમે આતંકવાદી ઉદ્દેશો માટે ઇન્ટરનેટનાં ઉપયોગ સામે લડવા માટે પોતાની કટિબદ્ધતાનોપુનરોચ્ચાર કરીએ છીએ. આ બાબતનો સ્વીકાર કરીને કે આઇસીટીનાં ઉપયોગમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે, આપણે ટેકનોલોજી કંપનીઓથી, લાગુ કાયદા અનુસાર, સરકારો સાથે પોતાનો સહયોગ આપવાનું આહવાનકરીએ છીએ, જેથી આતંકવાદીઓ દ્વારા પોતાનાં સહયોગીઓને પ્રોત્સાહન આપવા, એમની ભરતી કરવા, આતંકવાદી હુમલામાં સુવિધા આપવા અથવા ષડયંત્રોને પાર પાડવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અંત લાવી શકાય.
 12. અમે ભ્રષ્ટાચાર સામે લડવા માટે દ્રઢતાપૂર્વક કટિબદ્ધ છીએ તથા સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં એકીકરણને પ્રોત્સાહન આપવાનું ચાલુંરાખીશું. એટલે અમે વિશેષ સ્વરૂપે સંપત્તિની વસૂલાત સાથે સંબંધમાં ભ્રષ્ટાચારનાંકેસોમાં અને વધારે અસરકારક રીતે સમસ્યાનું સમાધાન કરવા માટે, ઉપર્યુક્ત, આંતરરાષ્ટ્રીય એન્ટિકોઓપરેશન સહયોગ અને કાયદેસર માળખાને મજબૂત કરવા પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીશું. અમે ભ્રષ્ટાચારમાંસંકળાયેલી વ્યક્તિઓને સામે કેસ ચલાવવાનાંઆપણાં પારસ્પરિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીશું. અમે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારને અટકાવવા અને એનો સામનો કરવા માટે વ્હિસલબ્લોઅરનીભૂમિકાને તથા એમને સંરક્ષણ આપવા માટે ઉપાયોમાં સુધારાની જરૂરિયાતને સમજીએ છીએ.
 13. અમે સ્વીકાર કરીએ છીએ કે, ભ્રષ્ટાચાર, કાળું નાણું અને નાણાકીય પ્રવાહ તથા વિદેશી અધિકાર ક્ષેત્રોમાં એકત્ર સંપત્તિ એક વૈશ્વિક પડકાર છે, જે આર્થિક વિકાસ અને સતત વિકાસ પર નકારાત્મક અને નુકસાનકારક અસર કરી શકે છે. અમે અમારાં દ્રષ્ટિકોણને સમન્વિત કરવા અને આ સંબંધમાં એક મજબૂત વૈશ્વિક કટિબદ્ધતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીશું. અમે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાકીય અમલીકરણ, ભાગેડૂ, આર્થિક અને ભ્રષ્ટાચાર અપરાધીઓનેપ્રત્યાર્પણ અને ચોરવામાં આવેલી સંપત્તિઓનીવસૂલીમાં સ્થાનિક કાયદેસર વ્યવસ્થાઓનેઆધિનસહયોગને મજબૂત કરવાની જરૂરિયાતને પણ સમજીએ છીએ. અમે ફાઇનાન્શિયલટાસ્કફોર્સ (FATF), વિશ્વ આબકારી જકાત સંગઠન અને અન્ય પ્રાસંગિક બહુપક્ષીયવ્યવસ્થાની અંદર સહયોગ સહિત ગેરકાયદેસર નાણાકીય પ્રવાહનો મુકાબલો કરવામાં આંતરરાષ્ટ્રીય સાથસહકારને સમર્થન આપવા માટે પોતાની કટિબદ્ધતાનોપુનરોચ્ચાર કરીએ છીએ.
 14. અમે સ્વચ્છ, ઉદારવાદી, ઊર્જાદક્ષવ્યવસ્થાઓની દિશામાં પરિવર્તનમાં સહયોગનીમહત્ત્વપૂર્ણભૂમિકાથી વાકેફ છીએ, જે ગ્રીનહાઉસગેસનાંઉત્સર્જનને ઓછું કરવાની સાથે વિકાસને જોડે છે અને ઊર્જાસુરક્ષા, ઊર્જાની પહોંચ, સ્થિરતા અને સામર્થ્ય જેવા વિષયોનેસુનિશ્ચિત કરે છે. અમે સૌર ઊર્જા, ટકાઉ જૈવ ઊર્જા અને પરિવહનમાં કુદરતી ગેસ સહિત એક લઘુતમ ઉત્સર્જન ધરાવતાં ભવિષ્યને સાકાર કરવા માટે ઊર્જા અને ટેકનિકલ વિકાસોનાં વિવિધ સંસાધનોનાંમહત્ત્વનેસ્વીકારીએ છીએ. આ સંબંધમાં અમે બ્રિક્સ દેશો દ્વારા નવીનીકરણ ઊર્જા સંસાધનોપર આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટેનાં પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ અને ટકાઉ ઊર્જા પર સંયુક્ત અભ્યાસમાં સુવિધા પ્રદાન કરવા માટે બ્રિક્સ ઊર્જા સંશોધન સહયોગ મંચને મજબૂત કરવા માટે તથા પ્રગતિશીલ ઊર્જા ટેકનોલોજીઓનેવહેંચવા માટે પોતાની કટિબદ્ધતાનોપુનરોચ્ચાર કરીએ છીએ.
 15. અમે યુએનએફસીસીસીનાં સિદ્ધાંતો અંતર્ગત અપનાવવામાં આવેલી પેરિસ સમજૂતીનાં સંપૂર્ણ અમલીકરણ માટે કટિબદ્ધ છીએ, જેમાં જુદી જુદી રાષ્ટ્રીય સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને સામાન્ય પણ અલગ-અલગ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓનાં સિદ્ધાંત સામેલ છે. અમે વિકસિત દેશોને આગ્રહ કરીએ છીએ કે, તેઓ મિટિગેશન અને સ્વીકાર્યતામાં પોતાની ક્ષમતા વધારવા માટે વિકાસશીલદેશોને નાણાકીય, ટેકનિકલઅને ક્ષમતા-નિર્માણ સહાયતા પ્રદાન કરે. અમે સકારાત્મક પરિણામ હાંસલ કરવા માટે આ વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત યુએનક્લાઇમેટએક્શનસમિટ માટે આતુર છીએ.
 16. સતત વિકાસ માટે 2030નાં એજન્ડાને ધ્યાનમાં રાખીને અમે સતત વિકાસ માટે અમારી મજબૂત પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીએ છીએ. અમે અદીસઅબાબાએક્શન એજન્ડા અનુસાર વહીવટી વિકાસ માટે સહાયતા કટિબદ્ધતાઓ અને વિકાસ સંસાધનોનીજોગવાઈને સંપૂર્ણપણે કરી સન્માનિત કરવાનાંમહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. અમે 2030નાં એજન્ડા પર એક્શનપ્લાન, આફ્રિકા અને ઓછા વિકસિત દેશોમાં ઔદ્યોગિકરણનેસપોર્ટ કરવા પર જી20ની પહેલ અને આફ્રિકાની સાથે કોમ્પેક્ટ સહિત જી20આફ્રિકાની ભાગીદારીને સમર્થન આપતાં રહીશું.
 17. અમે વર્ષ 2019નાં અધ્યક્ષપદનાં વિષય તરીકે એક ઇનોવેટિવ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આર્થિક વિકાસની ઓળખ કરવા બદલ બ્રાઝિલની પ્રશંસા કરીએ છીએ. અમે સ્વીકાર કરીએ છીએ કે, વિકાસ માટે ઇનોવેશન એક મુખ્ય પ્રેરકબળ છે. અમે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની વસતિસહિત ડિજિટલકરણ અને વિકસતીટેકનોલોજીઓનો મહત્તમ લાભ મેળવવા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીએ છીએ. અમે ઇન્ટરનેટ-સંચાલિત ગરીબી નાબૂદી અને ઔદ્યોગિક ક્ષેત્રનાંડિજિટલ પરિવર્તન પર સારી પદ્ધતિઓનેવહેંચવા માટે સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપીએ છીએ. અમે બ્રિક્સ વૈજ્ઞાનિક, ટેકનિકલ, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતામાંસાથસહકાર પર બ્રિક્સ ભાગીદારી (પાર્ટનએનઆઈઆર), આઈ બ્રિક્સ નેટવર્ક, બ્રિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફફ્યુચરનેટવર્ક્સ અને યંગસાયન્ટિસ્ટ્સફોરમને ચાલુ રાખવા પર ભાર મૂકીએ છીએ.
 18. અમે વર્ષ 2019માં બ્રિક્સનાં અધ્યક્ષપદ માટે બ્રાઝિલને અમારું સમર્થન આપીએ છીએ અને નવેમ્બરમાંબ્રાસિલિયામાં11માં સફળ બ્રિક્સ શિખર સંમેલન માટે આતુર છીએ.
દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
9 admissions a minute, Ayushman Bharat completes 50 lakh treatments

Media Coverage

9 admissions a minute, Ayushman Bharat completes 50 lakh treatments
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 15 ઓક્ટોબર 2019
October 15, 2019
શેર
 
Comments

Huge gatherings during PM Narendra Modi’s public rallies in Dadri & Kurukshetra, Haryana are testament to their unparalleled support for BJP

Reaching an important milestone in moving towards a healthy India, more than 50 Lakh patients have been provided free treatment under Ayushman Bharat

Citizens gave a warm welcome to PM Narendra Modi during his public rally in Ballabhgarh, Haryana

Stories of Transformation under the Modi Govt.