પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કર્યું કે દિલ્હીના કાલકાજી વિસ્તારમાં 'જહાં ઝુગ્ગી વહાં મકાન' યોજના હેઠળ પાકાં મકાનો ફાળવવામાં આવેલા લાભાર્થીઓ દ્વારા તેમને લખેલા પત્રોથી તેઓ અભિભૂત થયા છે.
મહિલાઓએ આ પત્રો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને આપ્યા, જેમણે તેમની મુલાકાત લીધી હતી. લાભાર્થીઓએ તેમની ખુશી વ્યક્ત કરી અને આ યોજના દ્વારા તેમનું સ્વપ્ન સાકાર કરવામાં અને તેમનું જીવન સરળ બનાવવામાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો.
પ્રધાનમંત્રીએ ગરીબોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"જહાં ઝુગ્ગી વહી મકાન' યોજના હેઠળ પાકાં મકાનો મેળવનાર દિલ્હીના કાલકાજીની માતાઓ અને બહેનોના પત્રો મેળવીને અભિભૂત થયો છું. જ્યારે EAM @DrSJaishankar જી ત્યાં ગયા, ત્યારે મહિલાઓએ આ પત્રો આપ્યા, જેમાં તેઓએ પોતાની ખુશી વ્યક્ત કરી. તેઓ જણાવે છે કે આ યોજના દ્વારા તેમનાં વર્ષો જૂનું સ્વપ્ન કેવી રીતે સાકાર થયું છે અને સમગ્ર પરિવારનું જીવન સરળ બન્યું છે. પત્રો માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે. પ્રતિબદ્ધતા સાથે કામ કરતી રહેશે. "
दिल्ली के कालकाजी की उन माताओं और बहनों के पत्रों को पाकर अभिभूत हूं, जिन्हें ‘जहां झुग्गी वहीं मकान’ स्कीम के तहत पक्के घर मिले हैं। विदेश मंत्री @DrSJaishankar जी जब वहां गए तो महिलाओं ने ये पत्र उन्हें सौंपे, जिनमें उन्होंने अपनी खुशी जाहिर की है। वे बताती हैं कि कैसे इस स्कीम… pic.twitter.com/M1nOtV3Phj
— Narendra Modi (@narendramodi) August 4, 2023


