મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારના સને ર૦૧૧-૧રના અંદાજપત્રને રાજ્યની ગતિશીલ વિકાસયાત્રા માટે હરણફાળ ભરનારૂં અને સર્વાંગીણ વિકાસના દૂરોગામી પરિણામો લાવનારૂં ગણાવ્યું છે. ગુજરાતમાં હાલની મહેસૂલી પ્રાન્ત કચેરીઓની સંખ્યા બમણી કરીને નવા પપ પ્રાન્ત સ્થાપવા અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો-યોજનાના નિર્ણયને મુખ્યમંત્રીશ્રીએ વિકેન્દ્રીત વહીવટી વ્યવસ્થાપનના ઐતિહાસિક નિર્ણયો ગણાવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ગુજરાતના વિકાસના છેલ્લા દશકામાં વહીવટ અને વિકાસના જે નવા કિર્તીમાન સ્થાપ્યા છે તે સંદર્ભમાં વહીવટીતંત્ર દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત વિકેન્દ્રીત વિકાસનું મોડેલ બને તે માટે તાલુકાના સરકારનો અભિગમ સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો યોજના શરૂ કરીને તાલુકાવાર ગામડાને વિકાસના આયોજનના સીધા લાભો ઝડપથી મળે, સરકારી તંત્ર અને તાલુકાની જનતા વચ્ચે વિકાસનું અનુસંધાન વિસ્તરે તથા તાલુકાઓ વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવો રાજ્ય સરકારનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ હેતુસર બજેટમાં આ વર્ષે રૂા. ૬૦૦ કરોડ અને આગામી ચાર વર્ષો માટે રૂા. ૭૦૦ કરોડની ફાળવણી થઇ છે.
રાજ્ય સરકારના આ અંદાજપત્રમાં પપ નવા પ્રાન્ત સ્થાપવાના વહીવટી વ્યવસ્થાના ઐતિહાસિક નિર્ણયની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં પ૪ પ્રાન્તોમાં વહીવટનું વિકેન્દ્રીકરણ છે અને દૂર-સૂラદુરના ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં સરકારી કામગીરી અને કાર્યક્રમો વધુ જનઅભિમુખ બનાવવા હાલના પ્રાન્તની સંખ્યા બમણી કરીને નવા પપ પ્રાન્ત સ્થપાશે જે ગામડાના વિકાસ અને જનતાના પ્રશ્નોના ઉકેલ માટે વિકેન્દ્રીત વહીવટી વ્યવસ્થામાં દૂરોગામી અસરો સર્જશે. મુખ્યમંત્રીશ્રીએ મિશન મંગલમ્ યોજના ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા અને ગરીબ ગ્રામ્ય પરિવારોના સંતાનોને પણ ઉત્તમ પ્રકારની શિક્ષણની સુવિધા મળે તે હેતુથી ડે-ટાઇમ સ્કુલોના નવતર પ્રયોગની પણ રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આ વર્ષે દશ જેટલી ડે ટાઇમ મોડેલ સ્કુલો પાઇલોટ પ્રોજેકટ તરીકે શરૂ થશે જે આખા દેશના દૂર-સુદૂરના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગૂણવત્તા સુધારવાના પ્રયોગ તરીકે પ્રેરક બનશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના આ વર્ષના બજેટને કૃષિ અને સિંચાઇ ક્ષેત્રે ખેડૂતો માટે સર્વાંગીણ વિકાસની દિશામાં લઇ જનારૂ, ગુજરાતના ઔઘોગિક અને આર્થિક વિકાસની ગતિ સાથે સુસંગત કુશળ માનવશકિત તૈયાર કરીને યુવાનોને રોજગારીની વિશાળ તકો પૂરી પાડનારૂં ગણાવ્યું હતું. બજેટના વિકાસવ્યૂહની નવતર રચનામાં ખાસ કરીને ગુજરાતના ગામડાના યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ અને કૌશલ્ય સંવર્ધનનું વિશાળ ફલક ઉભૂં થશે. આ ઉપરાંત મિશન મંગલમ્ યોજના દ્વારા ગરીબ ગ્રામીણ સમાજમાં આર્થિક ચેતના જગાવવાની અને સખીમંડળોને મિશન મંગલમ્ સાથે જોડીને નારી સશકિતકરણની દિશા અપનાવી છે તેમ તેમણે જણાવ્યું હતું. ૧૧મી પંચવર્ષીય યોજનાના રૂા. ૧,૧૧,૧૧૧ કરોડના વિક્રમ લક્ષ્યાંકને વટાવીને ગુજરાત સરકારે રૂા. ૧,ર૭,૦૦૦ કરોડથી વધારે આયોજિત લક્ષ્ય પાર પાડયું છે, તેનો સહર્ષ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સુચારૂ નાણાંકીય વ્યવસ્થાપન અને શિસ્ત દ્વારા રાજ્યના અર્થતંત્રની ગતિશીલતામાં સાતત્ય રાખ્યું છે અને પુરાંતવાળા અંદાજપત્રની પરંપરામાં ઉમેરો કરીને વિકાસને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કર્યો છે. તેમણે જણાવ્યુ઼ કે કૃષિ, સિંચાઇ અને ગ્રામવિકાસ ક્ષેત્રે ૧૩૦૦૦ કરોડ રૂપિયા અને સામાજિક સેવાઓના ક્ષેત્રે રૂા. ૧પ૦૦૦ કરોડ જેટલી માતબર ફાળવણી કરીને માનવવિકાસ સૂચકાંક ઉંચે લઇ જવા તથા દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગસમૂદાયોની સર્વાંગીણ સ્થિતિ સુધારવાને પ્રાધાન્ય આપનારૂ આ બજેટ છે. Complete text of Finance Minister's speech - Gujarat Budget 2011-12
ગતિશીલ વિકાસયાત્રાની હરણફાળ અને સર્વાંગીણ વિકાસના દૂરોગામી પરિણામો લાવનારૂઆ બજેટ છે: મુખ્યમંત્રીશ્રી
Published By : Admin |
February 25, 2011 | 05:16 IST
Login or Register to add your comment
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025
The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.
The Prime Minister’s Office posted on X;
“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.
@CMOGuj”
Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/IMBh7EMPqN
— PMO India (@PMOIndia) December 19, 2025


