ચેન્ગડુમાં યોજાયેલી ગુજરાત શિચુઆન બિઝનેસ ફોરમમાં પશ્ચિમ એશિયાના ર૦૦થી વધુ ઊદ્યોગકારોએ ઉપસ્થિત રહીને ગુજરાત સાથે પરસ્પર ઔદ્યોગિક ભાગીદારી માટે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો
મુખ્યમંત્રીશ્રીઃ
· ભારત અને ચીન આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને વૈશ્વિક અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકાનું સામર્થ્ય દાખવે
· ઇન્ડીયા ચાયના ઇકોનોમિક એન્ડ કલ્ચરલ કાઉન્સીલ (ICEC) અને શિચુઆનના PGG ગૃપ વચ્ચે મહત્વના સમજૂતિના કરાર સંપણઃ
· શિચુઆનના મેન્ડેરીન ભાષાના શિક્ષકો ગુજરાત આવશે · ICEC ની કચેરી ચેન્ગડુમાં શરૂ કરાશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ચીન યાત્રાના પાંચમા દિવસે શિચુઆન પ્રાન્તના ચેન્ગડુ ખાતે ગુજરાતશિચુઆન બિઝનેસ ફોરમમાં ચીનના અને વિશેષ કરીને શિચુઆન પ્રોવિન્સના ઊદ્યોગ સાહસિકો માટે ગુજરાતમાં પ્રોજેકટ મૂડીરોકાણ કરવાના વિશેષ અવસરોની તક ઝડપી લેવા આપેલા ઇજનને પશ્ચિમ દક્ષિણ ચીનના આ પ્રાન્તના ર૦૦થી અધિક ઊદ્યોગકારોએ ઊષ્માભર્યો અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો.· ચીનની મધ્યસ્થ સરકાર ચીનની જનતા અને વેપાર જગતે ગુજરાત ડેલિગેશનને આપેલા અભૂતપૂર્વ આતિથ્ય સત્કાર અને સૌજ્ન્ય અંગે આભારની લાગણી
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં PGG ચેરમેન યાંગ YANGPIANLONG -અને ગુજરાતના ICEC ચેરમેન જગત શાહ વચ્ચે આ સમજુતિના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રીયુત Leexiaojun અને ICECના ડિરેકટર જનરલ એસ. બી. ડાંગાયચ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ICECની ચેન્ગડુ ખાતે ખાસ કચેરી ખોલવામાં આવશે અને વેપાર વાણિજ્ય રોકાણ, પ્રવાસન, શિક્ષણ તથા સાંસ્કૃતિક સુવિધાઓ માટેનું વ્યવસ્થાપન ઊભું કરાશે. આ ઉપરાંત સંયુકત ક્ષેત્રે શિચુઆન અને ગુજરાત વચ્ચે ઊદ્યોગો અને મૂડીરોકાણ માટે બિઝનેસ ડેલિગેશન તથા સાંસ્કૃતિક જૂથોના વિનિયોગની વ્યવસ્થા પણ કરાશે.
ગુજરાતમાં મેન્ડેરીન લેન્ગ્વેજ કોર્સ માટે ICEC દ્વારા મેન્ડેરીન ભાષાના શિક્ષકો મોકલવાની વ્યવસ્થા કરાશે તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ર૦૧૩ માટે શિચુઆનનું ડેલિગેશન ગુજરાત આવે તેવું વ્યવસ્થાપન અને બુધ્ધિસ્ટ ટૂર સર્કિટ તેમજ શિચુઆન ફૂડ ફેસ્ટીવલ ગુજરાતમાં અને ગુજરાત ફૂડ ફેસ્ટીવલ શિચુઆનમાં યોજવા અંગેની વિવિધલક્ષી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ માટે ઔદ્યોગિક મૂડીરોકાણ માટે સર્વોત્તમ વાતાવરણ હોવાનું જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ઔદ્યોગિક અરાજકતા કે શ્રમીક સમસ્યાઓનું શૂન્ય સપાટીનું શ્રેષ્ઠ વાતાવરણ છે. વૈશ્વિકરણના સ્પર્ધાત્મક યુગમાં ગુજરાતે ગુણવત્તાસભર સુશાસન, સ્થાયી અને સ્થિર સરકાર તથા પારદર્શી નીતિઓના કારણે આગવી ઓળખ ઊભી કરી છે.
ગુજરાત માત્ર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે જ નહીં, પણ કૃષિ પેદાશોની નિકાસમાં પણ હરણફાળ ભરી રહ્યું છે અને વિશ્વ વેપાર માટે વિશાળ સમુદ્રકાંઠો ધરાવતા ગુજરાતમાં પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટકચર નેટવર્ક ઉત્તમ કક્ષાના બની રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે ચીનના ઊદ્યોગકારોને અનુકુળ એવા ઔદ્યોગિક પ્રોજેકટ અને મૂડીરોકાણ માટે ગુજરાત સરકારની નીતિઓની સમજ આપી હતી. ગુજરાત ડેલિગેશનના ઊદ્યોગપતિઓએ પણ શિચુઆન પ્રાન્તની ઊદ્યોગ કંપનીઓ સાથે બિઝનેસટુબિઝનેસ સેશન યોજ્યા હતા. શિચુઆન પ્રોવિન્સયલ ગર્વમેન્ટના વાઇસ સેક્રેટરી શ્રીયુત KANG YUV-XUE એ ગુજરાત સાથે શિચુઆન પ્રાન્તના ઊદ્યોગ સાહસિકોની પરસ્પર ભાગીદારી અંગેની સંભાવનાઓની ભૂમિકા આપી જણાવ્યું કે ગુજરાત અને શિચુઆન પ્રોવિન્સ વચ્ચે પરસ્પર ઔદ્યોગિક અને આર્થિક ભાગીદારી ઉપરાંત સાંસ્કૃતિક વિનિમયની વિશાળ સંભાવનાઓ ઉપલબ્ધ છે તેમાં ગુજરાત ડેલિગેશનનો આ પ્રવાસ નિર્ણાયક બન્યો છે. TBEA ચાયના કંપનીએ ગુજરાતમાં તેમના પ્રોજેકટ મૂડીરોકાણ અંગે ગુજરાત સરકાર તરફથી જે પારદર્શી અને નીતિવિષયક અભિગમ પ્રાપ્ત થયો તેને દ્રષ્ટાંતરૂપ ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્માએ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ અને ઊદ્યોગના અગ્રસચિવ મહેશ્વર શાહુએ ગુજરાતમાં ઊદ્યોગો અંગે મૂડીરોકાણની તકો વિષયક પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા, જ્યારે શિચુઆન પ્રાન્તની ગવર્નમેન્ટે પણ ગુજરાતના ડેલિગેશનને ઔદ્યોગિક વિકાસની તકો અંગેનું પ્રેઝેન્ટેશન દર્શાવ્યું હતું.
ગુજરાતમાં ટેલીકોમ ટેકનોલોજીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા ચીનની HUAWEI ટેલીકોમ કંપનીને સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી
ચેન્ગડુમાં વિશ્વખ્યાત HUAWEI ટેલીકોમ્યુનિકેશન કંપનીના R&D સેન્ટરનું નિરીક્ષણ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચીન પ્રવાસના પાંચમાં દિવસે ચેન્ગડુમાં ટેલીકોમ ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્વખ્યાત એવી HUAWEI (હુઆઇ) ટેકનોલોજીસ કંપનીના હાઇટેક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મૂલાકાત લીધી હતી. ગુજરાત ઇગવર્નન્સના ક્ષેત્રમાં અગ્રેસર છે, એટલું જ નહીં એશિયામાં સૌથી વિશાળ એવું બધા જ ૧૮૦૦૦ ગામોને જોડતું આઇ.ટી. બ્રોડબેન્ડ કનેકટીવિટી નેટવર્ક ધરાવે છે તેમજ ઇન્ફરમેશન ટેકનોલોજીના મહત્તમ વિનિયોગ દ્વારા સાર્વજનિક જનસુખાકારી, વિકાસ સુવિધાઓ અને સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન લાવી શકાય છે એ આઇ.ટી. ટેકનોલોજી કોમ્યુનિકેશનથી ગુજરાતે પૂરવાર કર્યું છે તે સંદર્ભમાં ગુજરાતમાં ઇન્ફરમેશન ટેલીકોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT)ના ઉપયોગ માટે આધુનિકત્તમ ટેલીકોમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા અંગે HUAWEI કંપનીના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ઉદ્યોગપતિઓને સાથે રાખીને પરામર્શ કર્યો હતો અને કંપનીની R&D પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આઇ.સી.ટી. મેન્યુફેકચરીંગના ઉદ્યોગ માટે ખૂબ જ પ્રોત્સાહક વાતાવરણ છે તેની જાણકારી આપી જણાવ્યું કે ગુજરાતમાં ટેલીકોમ મેન્યુફેકચરીંગ એન્જીનિયરીંગ ઇકવીપમેન્ટના ઉદ્યોગ માટે પણ ખૂબ મોટો અવકાશ છે. ગુજરાત સ્માર્ટ સિટી અને ગિફટ હાઇટેક ફાઇનાન્સ સિટીના નિર્માણમાં આગળ વધી રહ્યું છે ત્યારે ટેલીકોમ ટેકનોલોજીમાં R&D સેન્ટર સ્થાપવા તેમણે HUAWEI કંપની સંચાલકો સાથે ચર્ચા કરી હતી. HUAWEI કંપનીનો ટેલીકોમ પ્રોજેકટ ગુજરાતમાં સને ર૦૦૭થી કાર્યરત છે અને કંપની તેનું વિસ્તરણ કરીને ગુજરાતમાં R&D સેન્ટર સ્થાપવાના તથા ઇગવર્નન્સ અને સ્માર્ટસિટી જેવા આઇ.સી.ટી. ક્ષેત્રમાં મુખ્યમંત્રીશ્રીના સૂચનોને આવકાર્યા હતા.